Friday, 14 December 2012

એક મત ગુજરાત થઇ જશે !!!!

એક  મત  ગુજરાત  થઇ  જશે  !!!!

અને  બાકીના બધા  સાફ  થઇ જશે  !!!!

થોભો,આ ભા જ પ ની  આંધીમાં ......

મન અમારું  મક્કમ થઇ જશે !!!!!

ખીલશે કમળ , અને ગુજરાત  આપણું  આબાદ થઇ જશે !!!!!!!!!!!!
વંદે માતરમ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!

Saturday, 8 December 2012

09/12/12

 જરૂરી  છે  કામ !  તેના કરતા  વધુ  જરૂરી  છે  કે તમો  કોના  સાથે  કામ  કરો છો !!!!!!! સમાજ  માં   વારંવાર  એવું  જોવા  મળતું  હોયછે  લોકો  બીજાના  ખંભા  પર પગ મુકીને  આગળ  નીકળવાની તેમની  મનોકામના હોયછે  !!! 

ખંધા , લુંચા , હલકી  કક્ષા ની મનો વૃતિ  વાળા માણસો ને  ઓળખવા  ખરે ખર  બહુજ  અઘરા છે !!! કારણકેતમે  જ્યાંથી  વિચારવાનું  બંધ કરો , ત્યાંથી  તે લોકો  વિચારવાનું  ચાલુ  કરેછે !!! અધૂરામાં  પૂરું  તે ઓ  તમારા માં ના જ હોયછે !!! જયારે  તમોને  જાણ થાય ત્યાં  સુધી માં બહુજ  મોડું  થાય જાય છે !!!
તમારા  સમાજ  ના  સબંધો  માં  આ  લોકો નીચલા માં  નીચલી  કક્ષા  સુધીનું  જુઠાણું  ફેલાવેછે !!! 
એ  વાત  અલગ છે કે  સમાજ તેમના   કરતા  હોશિયાર છે  તેથી  બધા બધું  જાણેછે !!! 


મોંન   ને  હું  હથિયાર  માનું છું !!!
કાદવ  માં પથર ફેકવા માં  અપમાન માનું છું !!!!!
જેવા  સાથે તેવા  થવા માં પાપ માનું છું !!!!!!

ડરતો  નથી !!! ડરાવનાર ને  હું  થાપ  આપુછું !!!



ફક્ત  ઈર્ષા , અને   અહંકાર  ના લીધે  રાજ્યો દેશ ,સંસ્થા ઓ  પડી ભાંગે છે  

જીવન આબાદ થઇ જશે !!!!!!

જીવન  આબાદ થઇ જશે !!!!!!

દોડતો હતો  એ  આ સ  થી  કે જીવન  આબાદ થઇ જશે !!!
ખબર નહતી  કે  બધું  બરબાદ  થઇ જશે !!!!!!

હતું  એવું  કે પિત્રાઈ  પણ  ભાઈ  થઇ જશે !!!!!!!
જાણ્યું  નહતું  કે જીવન  ત્રાહિમામ  થઇ જશે !!!!

ઈર્ષા ની આગમાં  બધું ખાખ થઇ જશે !!!!
અને  મહેનત મારી બધી , રાખ થઇ જશે !!!!!!!!

Friday, 7 December 2012

family surdhan's at sihor-we need your blessing


Download Download (425k)    Link Link to this page    Edit Edit a copy online
G o o g l e automatically generates this HTML view of the file http://premchauhan.files.wordpress.com/2012/09/suvicharo.xls as we crawl the web.

Google is neither affiliated with the authors of this page nor responsible for its content.

Sheet1


A
1‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું.
2અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે.
3અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે.
4અહિંસા સત્યની શોધનો આધાર છે.
5અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
6આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે.
7આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે.
8આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે.
9એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં.
10ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.
11કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે.
12કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે.
13કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે.
14કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
15જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી.
16જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે.
17જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય.
18જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે.
19જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
20તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય.
21તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે.
22તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની.
23તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ.
24દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ.
25દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
26નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.
27પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી.
28પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
29પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે.
30બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે.
31ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત.
32મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો.
33મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય.
34મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું.
35માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે.
36માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે.
37મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે, અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.
38મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે.
39યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી.
40યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પરંતુ માતાનો પ્રેમ સદાય વધતો જાય છે એ જગતમાં શાશ્વત હકીકત છે.
41રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે.
42વિચાર ભાગ્યનું બીજું નામ છે.
43શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી.
44સન્માન અને પ્રસિદ્ધિ એ ખુજલીના રોગ જેવી છે.
45સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ?
46સંજોગો બદલાય છે,વ્યવહાર નથી બદલાતા માણસ નથી બદલાતા ખાલી તેમના અભીગમ બદલાય છે.
47સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે.
48સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
49સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
50હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે.
51હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી.
52હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે.
53   બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે, માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે, પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે.
54   સૌથી વધુ વ્યસ્ત વ્યકિત ને દરેક કામ માટે પૂરતો સમય મળી રહે છે.
55   સાચી હિંમત ગમે તે જોખમ સામે ધસી જવામા સામે નહીં, પરંતુ વાજબી કારણ ને વળગી રહેવામા છે.  
56"આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, માટે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું."
57"ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે,પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી .
58"ટૂંકા રસ્તા કદી લાંબા હોતા નથી અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી."
59"ફક્ત તમારા કામને પ્રેમ કરો, કંપનીને નહીં. (કારણ કે) કંપની ક્યારે તમને પ્રેમ કરવાનું છોડી દેશે એનો કોઈ ભરોસો નથી."
60"લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો, જ્યાં સુધી તમે તેમની અપેક્ષા પૂરી કરશો. એ જ રીતે લોકો તમારા માટે ત્યાં સુધી જ સારા છે, જ્યાં સુધી તમે તેમની પાસે કોઈ અપેક્ષા ન રાખો."
61‘આ મારું છે અને આ મારું નથી.’ ‘આ મેં કર્યું અને આ મેં કર્યું નથી.’ આ પ્રમાણે બડબડતા જીવને  રાત્રી  અને દિવસો રૂપી ચોરો ચોરી રહ્યા છે.
62‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
63‘મને બધું જ્ઞાન છે’ તે બાબત જ અજ્ઞાનતાના પ્રમાણપત્ર સમાન છે.
64‘હું’ અને ‘મારું’ કરવા જતા ‘આપણે’ અને ‘આપણું’ કરવાથી જીવન વધારે સુખમય લાગે છે.
65”અરીસો” મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે… હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી.
66૫રમેશ્વરનો પ્રેમ ફકત સદાચારી અને કર્તવ્ય૫રાયણ લોકોને જ મળે છે.
67૫વનમુક્તાસન, પ્રજ્ઞાયોગ તથા નિત્ય પ્રાણાયામ કરો.
68અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે.
69અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી.  
70અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે, પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે.
71અઢારે પુરાણોનો સાર આ છે. પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુ:ખ દેવું તે પાપ છે.
72અદુરું કામ અને હારેલો દુશ્મન આ બંને બુઝાયા વગરની આગની ચીન્ગારીયો જેવા છે, મોકો મળતા જ એ આગળ વધશે , અને બેદરકાર માણસ ને દબાવી દેશે.
73અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું  જીવન અને સાચી ભુખ વિનાનું ભોજન આ ત્રણેય ભલે થોડો આનંદ આપે પણ સરવાળે તે હાનિકર્તા છે.
74અનુમાન માત્ર સંભાવના છે. અનુમાનને સત્યનો પર્યાય સમજી લો તો પરેશાની વધી શકે છે.
75અભિમાન નરકનું દ્વાર છે.
76અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી.
77અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
78અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી. જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી.
79અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે સૌથી વધુ ગરીબ છે.
80અલ્પમાંથી જે દાન આપવામાં આવે છે તે લાખો-કરોડો દાનની બરાબરી કરે છે.
81અવલોકનશક્તિ તથા સામૂહિક જ્ઞાનથી છુપાયેલા ગુણદોષ જાણી શકાય છે.
82અવસરની પ્રતીક્ષામાં ન બેસો, આજનો અવસર સર્વોત્તમ છે.
83અવસરનો યોગ્ય ઉપયોગ માનવ જીવન સફળતાનું રહસ્ય છે.
84અશક્ય ભલે કઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી.
85અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શકતી નથી.
86અસત્ય ઉચ્ચારનારને  કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી.
87અહંકારથી બચો.
88અહંકારના ત્યાગ વિના કદીએ સુખ મળતું નથી. જીવનનું સુખ વિચારોની ગુણવત્તા ઉપર આધાર રાખે છે.
89અહિંસા સત્યની શોધનો આધાર છે.
90અહિંસાનું ફરમાન છે કે બીજાઓને વધુમાં વધુ સગવડો કરી આપવા માટે પોતે વધુમાં વધુ અગવડ વેઠવી. એટલે સુધી કે જરૂર પડ્યે પોતાના જાનને પણ જોખમમાં મુકવો.
91અહિંસાનો અર્થ છે અનંત પ્રેમ. તેનો અર્થ છે કે કષ્ટ સહેવાની અનંત શક્તિ.
92અહિંસાનો અર્થ, વચનથી કે કાયાથી કોઈનું દિલ ન દુભાવવું તેમ કોઈનું અનિષ્ટ ચિંતવવું પણ નહીં.
93અંકુરિત અનાજ તથા ઋતુ મુજબનાં ફળોનો નાસ્તો કરો.
94અંતકરણ માં સમજણ ઉગ્યા પછીએ મનમાં સમાધાન ના પ્રગટે તો સમજવું કે એ સમજણ નથી માત્ર ભ્રમણા હતી.
95અંતરનું કોઈ મહત્વ નથી હોતુ પ્રથમ પગલું ભરવુ એ જ મૂશ્કેલ હોય છે.
96આ જગતમાં કોઈ કોઈનો મિત્ર પણ નથી કે શત્રુ . શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારથી જ થાય છે.
97આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય.
98આ જગતમાંથી હું એકજ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી.
99આ દુનિયામાં આપણે જે લઈએ છીએ તેનાથી નહિ પણ જે દઈએ છીએ તેનાથી ધનવાન થવાય છે.
100આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે.
101આ મારું છે, અને આ બીજાનું છે એવું સંકુચિત હ્રદયવારા જ સમજે છે. ઉદાર ચિત્તવારા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે.
102આકાશમાં નવો ગ્રહ શોધવા કરતા પૃથ્વી પણ આનંદનો સ્રોત શોધવો વધુ મહત્વપૂર્ણ છે.
103આખા સંસારને એકતાના તારે બાંધવો સરળ છે, પણ પોતાના હ્રદયમાં રહેલો ક્રોધ જીતવો અત્યંત કઠણ છે.
104આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ) નસીબ!
105આખું જગત સુખી રહે તેવી ઈચ્છા દ્રઢ કરવાથી આપણે પોતે સુખી થઈએ  છીએ.
106આગ પાસે જે જાય તેને આગ બાળે છે. પણ ક્રોધાગ્ની તો આખા કુટુંબને બાળી મુકે છે.
107આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઇજ રોકી શકતું નથી….. પહાડોના કારણે નદીઓનાં પ્રવાહ કયારેય રોકાતો નથી.
108આચરણરહિત વિચારો ગમે તેટલા સારા હોય પણ તેની કિંમત ખોટા મોતી જેટલી જ ગણાય.
109આજના વિચારો આવતીકાલે બોલો.
110આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે.
111આત્મ વિશ્વાસ એ સફળતા નુ પ્રથમ પગથીયુ છે .
112આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી !
113આત્મા એક નદી છે. તેમાં પુણ્ય જ ઘાટ છે. સત્યરૂપ પરમાત્મા માંથી તે નીકળી છે. ધૈર્ય તેના કિનારા છે. તેમાં દયાના મોજા ઊઠે છે. પુણ્ય-કર્મ કરનારો તેમાં સ્નાન કરીને પવિત્ર થાય છે.
114આત્મા બધાનો સરખો છે, બધાના આત્માની શક્તિ એકસરખી છે. માત્ર કેટલાકની શક્તિ પ્રગટ થઇ છે, બીજાની પ્રગટ થવાની બાકી છે.
115આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
116આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે?
117આધ્યાત્મમાં અને સંસારમાં વાણી કરતા મૌનનું મહત્વ વધારે છે.
118આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ.
119આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે.
120આપ વ્યાયામ માટે સમય નહિ કાઢો તો આપને બીમારી માટે સમય કાઢવો પડશે.
121આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે !
122આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે.
123આપણામાં ક્રોધ ઉત્પન્ન થવાના કારણ:- 1.માનસિક નબળાઈ.  2.  સહનશક્તિનો અભાવ. 3.  ધાયુઁ કરાવવાની વૃતિ .  4.  પ્રશ્નોને હળવાશથી લેવાની અક્ષ્રમતા. 5. બીજાને સમજવાની અશક્તિ.
124આપણાં હૈયામાં જે તરંગો ઊઠે છે તેના ઉપર અંકુશ રાખવો, તેને દબાવી દેવા એ જ યોગ છે.
125આપણી અંદર રહેલી ગંદકીને બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને શો  હક્ક છે?
126આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે
127આપણી ઇન્દ્રિયો જ આપણી શત્રુ છે, પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બનતી જાય છે.
128આપણી મહત્વાકાંક્ષા પણ આપણી શક્તિ પૂરતી મર્યાદામાં હોવી જોઈએ. વધારે પડતી મહત્વાકાંક્ષા પણ નુકસાનકારક હોય છે.
129આપણી વધુ પડતી અપેક્ષાઓ જ આપણને વધુ દુખી કરે છે.
130આપણી વાસ્તવિક નિર્ધનતા એ છે કે બીજાને સુધારવાનો વધારેમાં વધારે પ્રયત્ન કરીએ છીએ, અને પોતાને સુધારવાના ઓછા.
131આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે.
132આપણું  આર્થિક  ભાવિ  ઉજ્જવળ  કરવું  હોય  તો  આપણે  આજની  આપણી  ઈચ્છાઓ  અને  જરૂરિયાતો  પર  કાપ  મૂકવો  જોઈએ.
133આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય.
134આપણે ઈશ્વર પાસે માગણી નહી પણ ભેટ લઈને જઈએ ત્યારે જ આપણને તેનો સાક્ષાત્કાર થાય છે.
135આપણે એવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વધુ નહીં તો આપણને અવલ મંઝીલ પર પહોંચાડનાર પણ આપણી ચિતા પર બે આંસુ સારે.
136આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા
137આપણે કહીએ છીએ સમય ચલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ.
138આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ.
139આપણે જેટલું જલ્દી લોકોની ભાવનાઓનું અનુમાન લગાવી શકીએ તેટલું જ આપણે દુનિયાની ભલાઈનું એક સારું કામ કરી શકીએ.
140આપણે દુર્બળ છીએ, આ કારણથી ભૂલો કરીએ છીએ અને આપણે અજ્ઞાની છીએ-આથી દુર્બળ છીએ. આપણને અજ્ઞાની કોણ બનાવે છે? આપણે પોતે જ. આપણે આપણી આંખોને પોતાના હાથ વડે ઢાંકી દઈએ છીએ અને અંધકાર છે, કહીને રડીએ છીએ.
141આપણે પૃથ્વીથી પરિચિત છીએ પણ આપણી અંદરના સ્વર્ગથી તદ્દન અપરિચિત છીએ.
142આપણે બધા દોષોથી ભરેલાં છીએ, પણ દોષમુક્ત થવા પ્રયત્ન કરવાનું આપણા સૌનું કર્તવ્ય છે.
143આપણે બીજાને આરપાર જોવા માંગીએ છીએ, પણ પોતાને આરપાર કોઈ જુએ તો તે પસંદ કરતા નથી.
144આપણે ભૂલથી પણ ન વિચારવું  કે અમે ક્યારેય ભૂલ કરતા નથી.
145આપને કીડા-મકોડા કે પેટે ચાલનાર જીવાતને મારી નાખીએ છીએ પણ પોતામાં છુપાયેલા ક્રોધને મારતા નથી, જે ખરે જ મારવાની વસ્તુ છે.
146આપને બધાં દોષથી ભરેલાં છીએ, પણ દોષ-મુક્ત થવાનો પ્રયત્ન કરવાનું આપના સૌનું કર્તવ્ય છે.
147આલોકમાં તમે સફળતા પ્રાપ્ત કરીને સુખશાંતિની સાથેસાથે આત્મકલ્યાણના લક્ષ્ય સુધી અવશ્ય ૫હોંચી જશો.
148આવક પ્રમાણે નહિ, પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે.
149આવતી કાલમાં શું છુપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી, પણ આજે અને અત્યારે જે સામે છે તેની તો આપણને બરાબર ખબર છે, છતાં નવાઈની વાત એ છે કે અત્યારની પળે અત્યારનું કામ કરવાને બદલે તેને આવતી કાલની ચિંતામાં આપણે વેડફી નાખીએ છીએ.
150આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે. ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી.
151આશા જ દુખની જનની છે, અને નિરાશા પરમ સુખ-શાંતિ આપનારી.
152આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે.
153આશાને જીવનનું લંગર કહ્યું છે. તેનો આધાર છોડીને માનસ ભવસાગરમાં તણાઈ જાય છે. પણ હાથ-પગ હલાવ્યા વિના કેવળ આશાથી કામ સરતું નથી.
154આશાવાદી ગરીબ નિરાસાવાદી ધનિક કરતાં વધારે સુખી હોય છે.
155આશાવાદી માણસ હંમેશ બધે લીલી બત્તી જ જુએ છે; નિરાશાવાદી બધે થોભી જવા માટેની લાલ બત્તી દેખે છે. પરંતુ ખરેખરો ડાહ્યો માણસ તો લીલો કે લાલ રંગ જોતો નથી.
156આસક્તિ રૂપી રાક્ષસનો નાશ કર્યો એટલે ઇચ્છિત વસ્તુઓ તમારી પૂજા કરવા માંડશે.
157આળસ એ જીવતા માણસનું મૃત્યુ  છે.
158આળસ પ્રલોભનનું મૂળ છે, રોગનું પારણું છે, સમયની બરબાદી છે અને શાંતિને હરનાર છે. જેને કંઈ કામકાજ કરવાનું હોતું નથી, તેને માટે થોડા જ વખતમાં જીવન નીરસ બની જય છે,
159આળસ બહુ જ ધીમે ધીમે ચાલે છે તેથી ગરીબાઈ તેને તરત આંબીલે છે. આળસ માનવીનો મહાન શત્રુ છે.
160આળસ માનવીનો મહાન શત્રુ છે.
161આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ.
162આળસુ માણસ હમેશા દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ રહે છે.
163આળસુ માણસનું જીવન કાંટા વિનાનું ઘડિયાળ જેવું છે.
164આળસુઓને ખવડાવવું પિવડાવવું એ તેઓને ઝેર આપવા બરાબર છે.
165આંતરિક ઇચ્છાઓ છોડો અને આત્માનંદમાં મસ્ત રહો, પછી મહેલમાં રહો કે ઝુંપડીમાં.
166ઇચ્છાઓ અનન્ત આકાશ જેવી છે. આકાશની જેમ તેનો પણ અંત નથી.
167ઇચ્છાઓ અનંત આકાશ જેવી છે. આકાશની જેમ તેનો પણ અંત નથી. દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે મનમાં કોઈપણ વસ્તુની કામના ન હોય અને કોઈની પણ વસ્તુને અડકે નહી, એ જ સાચું અચોર વ્રત.
168ઇચ્છાઓ પૂરી થવી અને ઇચ્છાઓ અધુરી રહેવી એ બે વાત જ જીવનમાં દુ:ખમય છે.
169ઇચ્છાઓથી જ દુ:ખ આવે છે, ઇચ્છાથી જ ભય આવે છે. જે ઇચ્છાઓથી મુક્ત છે તેને ન તો દુ:ખ કે ન તો ભય સતાવે છે.
170ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં!
171ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણેય શક્તિ જયારે ભેગી થાય ત્યારે જ કાર્ય સફળ થાય.
172ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિસ્ફળતાથી બે ડગલા જ દુર રહી હતી.
173ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે.
174ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે.
175ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો.
176ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે.
177ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નથી પરંતુ આપણું કરેલું નોંધાય છે.
178ઈશ્વરના દર્શન આંખથી નથી થતા, ઈશ્વરને શરીર નથી, તેથી તેના દર્શન શ્રદ્ધાથી થાય છે.
179ઈશ્વરની કોઈ બૌદ્ધિક પરિભાષા આપી શકાય નહી. એની તો આત્માથી જ અનુભૂતિ થઇ શકે છે.
180ઈશ્વરની સાચી ભક્તિ છે બધાને પ્રેમ કરવો, ઈશ્વરની સાચી પૂજા છે બધાની સેવા કરવી.
181ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે.
182ઈશ્વરે આપણને બે કાન આપ્યા છે અને બે આંખો, પણ જીભ માત્ર એક જ એટલા માટે કે આપણે વધારે સાંભળીએ અને વધારે જોઈએ, પરંતુ બોલીએ ઓછું, ખુબ ઓછું.
183ઈશ્વરે મનુષ્યને અન્નને માટે શ્રમ કરવા સારું પેદા કરેલ છે અને તેને કહ્યું છે કે શ્રમ કર્યા વગર ખાય છે તે માત્ર ચોરી છે.
184ઉઠ જાગ અને જ્યાં સુધી તારું ધ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી જંપીશ નહિ. ભારતની ધરતી એ જ મારું સર્વોતમ સ્વર્ગ છે. ભય જ પતન અને પાપનું કારણ છે.
185ઉત્કૃષ્ટતા તથા નિપુણતા માટે પ્રયત્ન કરો.
186ઉત્સાહ અત્યંત બળવાન છે, ઉત્સાહ જેવું બીજું બળ નથી, ઉત્સાહી માણસને દુનિયામાં કઈ દુર્લભ નથી.
187ઉદાર આપીને અમર બને છે લોભી જોડી જોડીને ગરીબ બને છે.
188ઉપકારીઓ પ્રત્યે કૃત્ન્ભાવ ટકાવી રાખવો હોય તો બુદ્ધિના આધિપત્ય ને તોડવું જ રહ્યું .
189એ વ્યક્તિ જ મહાન બની શકે છે.જેના હદયમાં માનવપ્રેમ્નું અમ્રુત હોય,જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વરા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપુરવક કામ લેતા હોય.
190એ વ્યક્તિ પરમ સુખી છે, જેનામાં સદબુદ્ધી છે અને જેની પાસે વિવેકનો વાસ છે.
191એક અસત્ય છુપાવવા માટે એક હજાર અસત્ય વાત કરવી પડે છે અને એને માટે હજાર જાતની ચિંતા રાખવી પડે છે. એના કરતાં જો આપણે સાચું બોલવાનું જ રાખીએ તો કોઈ જાતની ચિંતા રહેતી નથી કે આપણે શું બોલ્યા હતા તે યાદ રાખવું પડતું નથી.
192એક કરોડ મહોરો આપવા છતાં આયુષ્યની એક પળ પણ મળી શકશે નહી જો તે સમય નકામો ગયો તો એનાથી વધારે હાની શી હોઈ શકે?
193એક કામના પૂરી થતા જ બીજી ઊભી થઇ બાણની જેમ ભોંકાય છે. ભોગેચ્છા ભોગ ભોગવવાથી કદી શાન્ત થતી નથી. પણ આગમાં ઘી નાખતાં ભડકો થાય તેમ વધે છે. ભોગની ઈચ્છા રાખનાર મોહવાળો કદી સુખી થતો નથી.
194એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
195એક નાનકડા ત્યાગનું સુખ આત્માના એક બંધનને તોડી નાંખે છે.
196એક વિચાર પોતાના જેવા બીજા વિચારોને ૫ણ ઉત્તેજિત કરે છે.
197એક વિચારવાન વ્યક્તિ હજારોલાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે.
198એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે, એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે!
199એવુંન માનતા કે તમને જે કંઈપણ મળ્યું છે તે તમારી આવડત અને હોશિયારીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોશિયાર લોકો ગણ છે જેમને આબધુ નથી મળ્યું.
200કજીયાના મૂળ ત્રણ: જર, જમીન અને જોરુ
201કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે!
202કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે...
203કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.
204કમ્પેરીઝન  અને  કોમ્પીટીશન  છોડીને  કોમ્પ્રોમાઇઝ  કરનાર શાંતિ પામે છે.
205કયારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજો  , કયારે મૂંગા ન રહી શકાય તેનો પણ.
206કરકસર એ ગરીબ માણસની ટંકશાળ છે.
207કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહિ પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માગો.
208કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે.
209કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે.
210કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.
211કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ.
212કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે.
213કશું ના હોય ત્યારે અભાવ નડે છે, થોડું હોય ત્યારે ભાવ નડે છે, જીવન નું એક કડવું સત્ય એ છે કે, બધું હોય ત્યારે સ્વભાવ નડે છે
214કંજુસે દાટેલું ધન ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે જયારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે.
215કાનના દુરુપયોગથી મન અશાંત અને કલુષિત થાય છે.
216કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે.
217કામ તો  હાથોહાથ તરત જ કરી નાખવું જોઈએ, નહી તો જે કામ રહી જાય છે તે પછીથી થતું જ નથી.
218કામ વગર બેસી ન રહો, ખોટું કામ ન કરો, કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ન કરો.
219કામ, ક્રોધ અને લોભ ત્રણે આત્માનું પતન કરનાર નરકનાં દ્વાર છે.
220કામગરા માણસને એક જ ભૂત પજવે છે; આળસુને હજાર ભૂતો પજવે છે.
221કામને મજુરી ન બનાવો કામને પ્રાથના બનાવો.
222કાયર પોતાના મૃત્યુ પહેલાં અનેકવાર મરે છે, જયારે વીર પુરુષ મૃત્યુનો આસ્વાદ ફક્ત એક વાર કરે છે.
223કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...?
224કિનારે જામેલા કચરા ને નદીનું પુર એક જ ધડાકે સાફ કરી નાખે છે તેમ હૃદય માં ઉમટેલા લાગણી ના પૂરે દિલ માં જામેલા બુદ્ધિ ના કચરા ને પણ સાફ કરી નાખે છે.
225કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. કીર્તિ વીરતાપૂર્ણ કાર્યોની સુવાસ છે.
226કીર્તિ મેળવવા માટે ધણાં સારાં કામ કરવાં પડે છે , પણ અપકીર્તિ મેળવવા માટે એક જ ખરાબ કામ પૂરતું છે.
227કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી.
228કુકર્મી કરતાં વધારે અભાગિયો બીજો કોઈ નથી કારણ કે મુશ્કેલીમાં તેને કોઈ સાથ આ૫તું નથી.
229કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત.
230કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું, દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી.
231કેટલાક લોકો એમની આખી જીંદગી ‘ઇન્ટેલિજન્ટ’ થવા પાછળ ખરચી નાંખે છે. જયારે અમુક લોકો જન્મથી જ ‘ગુજરાતી’ હોય છે
232કેટલાક લોકોની દશા ઘંટી જેવી હોય છે. તે બીજાઓને પીસે છે અને પોતે બૂમબરાડા પડે છે.
233કેટલું  લાંબું  જીવવું  એ  ઇશ્વરના  હાથની  વાત  છે, પણ  કેટલું  ઉમદા  અને ભલું  જીવવું  એ  આપણા  હાથની  વાત  છે.
234કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.
235કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં.
236કોઈ તમારા માટે શું કહે છે એમાં નહી પણ સાચી મહાનતા હ્રદયની પવિત્રતામાં રહેલી હોય છે.
237કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ?
238કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે.
239કોઈ પણ કામ કરવા માટે સંપુર્ણ તૈયારી કરવી એ જ સફળતાની ચાવી છે.
240કોઈ પણ કાર્યનો આરંભ જ સૌથી મહત્વનું છે.
241કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા.
242કોઈ પણ જાતના બદલાની આશા વિના કોઈને મદદ કરવી એનું નામ ‘દાન’
243કોઈ પણ વસ્તુ નકામી અને તુચ્છ નથી.દરેક વસ્તુ પોતાની સ્થિતિમાં ઉત્તમ છે.
244કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે.
245કોઈ સારું કામ તમે કરવાનાં હો તો હમણાં જ કરો. પણ જો બૂરું કામ કરવાનાં હો તો કાલ સુધી રોકાઈ જાઓ.
246કોઈના દુ:ખે દુ:ખી થઇ શકો છો? કોઈના સુખો જોઈ સુખી થઇ શકો છો? કોઈના દુખે દુ:ખી થવું સહેલું છે, પણ સુખે સુખી થવું મુશ્કેલ છે.
247કોઈના પ્રભાવથી ન મળે એટલું આપણા સ્વભાવથી મળે જો એને સુધારીએ તો..
248કોઈની અપેક્ષા રાખો ત્યાં સુધી વાંધો ન આવે પણ કોઈની ઉપેક્ષા કરો એટલે ધણા બધા વાંધા ઊભા થાય.
249કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે.
250કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી.
251કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ.
252કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો .
253કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે.
254કોઈપણ બનાવ એ બનાવના કારણે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે માટે ખોટી કલ્પના કરવી નહિ.
255કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે.
256કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.
257કોઈપણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હરક્ષણે હજારો રંગ બદલે છે.
258કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..!
259કોણ સાચું છે તે નહિ પણ શું સાચું છે તે મહત્વની વાત છે.
260કોરી નીતિ કાયરતા છે, કોરી શક્તિ હિંસક પશુની ચેષ્ટા જેવી છે.
261ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતા વધુ મહત્વ રાખે છે.
262ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે.
263ક્રોધ અહિંસાનો શત્રુ છે અને અહંકાર તો એવો રાક્ષક છે, જે તેને આખો જ ગળી જાય છે.
264ક્રોધ એક પ્રકારનું તોફાન છે, એ આવે છે ત્યારે વિવકને નષ્ટ કરી નાખે છે.
265ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો.
266ક્રોધ પણ ઊકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં છે તે જોઇ શકતો નથી.
267ક્રોધ પ્રેમનો અને વિનય નો નાશ કરે છે.દાવાનળ કરતાં ક્રોધ વધુ બાળનાર છે.
268ક્રોધ સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો છે.
269ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે.
270ક્રોધના કારણો કરતાં એનાં પરિણામો કેટલાં વધુ વેદનામય હોય છે.
271ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કઈ પણ નથી.
272ક્રોધને શાંત કરવાના ઊપાય… 1. ઈષ્ટદેવનું સ્મરણ કરવું.   2. ઠંડુ પાણી પીવું.  3. દર્પણમાં મુખ જોવું.  4.  ૧ ,૨ ,૩,૪,……ગણવું.
273ક્રોધી મનુષ્ય જેના પર ક્રોધ કરે છે તેનું જ અપમાન નથી કરતો, પરંતુ ખુદ પોતાની પ્રતિષ્ઠા પણ બગાડે છે.
274ક્ષમા અને માં બને એક છે, કારણ કે માફ કરવામાં બંને નેક છે
275ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે, તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે
276ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે.
277ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી.
278ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે.
279ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે.
280ક્ષમા વિનાનું જીવન વેરાન રણ જેવું છે. એ મેં પ્રત્યક્ષ જીવનમાં જોયું છે.
281ક્ષમા વીરનું આભૂષણ છે, પરંતુ સતત અન્યાય છતાં મૌન રહેવું એ કાયરતાની નિશાની છે.
282ક્ષમા વીરોનું આભૂષણ છે.
283ક્ષમા હ્રદયનો ધર્મ છે.
284ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે.
285ખરાબ અને હલકા વિચારો મનુષ્યને ૫તન તરફ જ લઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. આમાં કોઈ ૫ણ પ્રકારના અ૫વાદને સ્થાન નથી.
286ખરાબ ચારિત્ર્યવાળા માનવીની મિત્રતા કરશો નહી, તેની ઓળખાણ પણ કરશો નહી. સળગતો કોલસો હાથ દઝાડે છે, ઠંડો હાથ કાળા કરે છે.
287ખરાબ તથા અવિચારી મિત્રોના બદલે સારા, ભલા અને સદાચારી મિત્રો શોધી કાઢી તેમની સોબત કરવી જોઈએ.
288ખરાબ પુસ્તકો વાંચવા તે ઝેર બરાબર છે.
289ખરાબ વિચારો પેદા કરવાનું અને ફેલાવાનું એક મોટું કારણ ગંદા તથા હલકા સાહિત્યનું વાંચન ૫ણ છે.
290ખરાબ વિચારો માંથી મુક્ત થવાના ૫ણ અને ઉપાય છે. ૫હેલો ઉપાય છે કે સૌ પ્રથમ ખરાબ વિચારોમાં ફસાવનાર કારણોને દૂર કરવાં જોઈએ. ખરાબ સોબત, હલકા સાહિત્યનું અધ્યયન, ગંદું વાતાવરણ વગેરે એનાં કારણો હોઈ શકે.
291ખરાબ વિચારોની જાળમાં ફસાઈ જવાય એમાં કોઈ આશ્ચર્ય નથી.
292ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને જેના ઉપર કોઈ સવાર થઇ શકતું નથી.
293ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે !
294ખાવું અને સૂવું તેનું નામ જીવન નથી. હરહંમેશ આગળ વધવાની લગની હોય તેનું નામ જીવન છે.
295ખીલેલું ફૂલડું શીખવે છે, સુગંધ લહેરાવો – પ્રસન્નતા પ્રસરાવો.
296ખુજલી ખણતી વખતે જરા મીઠી લાગે છે પણ પછીથી બળતરા થાય છે તે જ રીતે ભોગ પહેલા સુખરૂપ ભાસે છે પાછળથી અત્યંત દુ:ખદાયક લાગે છે.
297ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસ થી આવતી નથી. જે મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઈ જાય.
298ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે.
299ખૂંખાર ડાકુ કરતા ખરાબ પુસ્તક વધુ ખતરનાક છે.
300ખેતર સુકાઈ ગયા પછી વરસાદથી શો ફાયદો? એ જ રીતે સમય ચુકી ગયા પછી પસ્તાવાથી શો ફાયદો?
301ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે.
302ગઈ કાલ માટે રડે નહિ, આવતીકાલ માટે ડરે નહિ તે ક્યારેય પાછો પડે નહિ.
303ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે.
304ગરીબ થવું અને ગરીબ દેખાવું આ બંને ઉન્નતી ન કરવા માટેનો નિક્ષ્ચિત્ માર્ગ છે.
305ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે.
306ગરીબાઈ પોતાને ગરીબ સમજવામાં રહેલી છે.
307ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી.
308ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે.
309ગરીબી પ્રગટ કરવી એ ગરીબી હોવા કરતા પણ વધારે કષ્ટદાયક છે.
310ગરીબી બધી જાતની કલાઓના આવિસ્કારનું કારણ છે.
311ગંદાં પુસ્તકો વાંચવાથી મગજ ૫ર જે ખરાબ છા૫ ૫ડે છે તે એવી રેખાઓ બનાવી દે છે કે જેમના દ્વારા ખરાબ વિચારોનું આવાગમન થવા માંડે છે.
312ગીત આનંદમય અને અનિર્વચનીય છે !
313ગુરુ, મંત્ર, દેવતા, તીર્થ, ઓષધ, શાસ્ત્ર અને સત્પુરુસો-એ બધાં શ્રદ્ધાથી ફળે છે, કેવળ તર્કથી નહી. ફળપ્રાપ્તિનો અમોધ ઉપાય કોરું જ્ઞાન નહી પણ શ્રદ્ધા છે.
314ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે.
315ઘડિયાલ બધા રાખે છે પરંતુ સમય પસાર થઇ જાય છે તેનો ખ્યાલ કોને છે ?
316ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે.
317ઘમંડ માણસને ફુલાવી મુકે, પણ તેને કદી ટેકો ન આપે.
318ઘર મોટા હોવાથી ભેગુ નથી રહેવાતું …. મન મોટા હોય તો ભેગુ રહેવાય છે.
319ઘરમાં જો દીવો ન જલતો હોય તો તે દરીદ્રતાનું ચિહ્ન છે. હૃદયમાં જ્ઞાનનો દીવો જ્લાવવો જોઈએ .હૃદયમાં જ્ઞાનનો દીવો જલાવીને તેને જુઓ.
320ઘરમાં નક્કી કરેલા દેવસ્થાને પૂર્વાભિમુખ બેસીને ગાયત્રી ઉપાસના કરો. ઓછામાં ઓછા ૧૦૮ મંત્રજ૫, ઊગતા સૂર્યનું ઘ્યાન, ચાલીસા પાઠ, શાંતિપાઠ તથા સૂર્યને અર્ઘ્યદાન આપો.
321ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
322ચંદ્રમા પોતાની ચાંદની ભેદ વિના દરેકને આપે છે, તેમ સજ્જન ગુણહીન માણસ પર પણ દયા કરે છે.
323ચિંતનને વિધેયાત્મક (પોઝીટીવ) બનાવો. નકારાત્મક ચિંતનથી બચો.
324ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે.
325ચોરીનું ધન કાચા પારાને ખાવા જેવું છે. કાચો પારો શરીરમાંથી ફૂટી નીકળે છે. તેવું જ ચોરીના ધનનું છે.
326જગત જનનીની પ્રસન્નતા માટે ખુદની જનની ને પણ પ્રસન્ન રાખવાની જરૂરી છે.
327જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી. ત્રણેયની અંદર રહેલી શક્યતાનો તાગ આપણે પામી શકીએ તેમ નથી.
328જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી !
329જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે.
330જતું કરે તેનું કોઈ દિવસ કઈ જતું નથી અને જતું ના કરે તેનું કોઈ દિવસ કઈ બચતું નથી.
331જમાનાની સાથે આપણે પણ બદલાવું જોઈ એ-સિવાય કે જમાનાને બદલવા જેટલી ત્રેવડ આપણાંમા હોય.
332જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે, એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો.
333જયારે આત્મા ક્રોધી હોય છે ત્યારે તે પોતાનો શત્રુ છે, અને ક્ષમાશીલ આત્મા પોતાનો મિત્ર છે.
334જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રેહવું જોયએ.
335જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે. જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી હિમત વધે છે.
336જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તેયાર રહો  એ જ સફળતાની ચાવી છે.
337જયારે પરીસ્થિતિ મનુષ્યના સ્વભાવને અનુકુળ હોય છે ત્યારે મનુષ્ય સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરીસ્થિતિને અનુકુળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે.
338જયારે બંન્નેપક્ષો { પત્ની અને પુરુષ } સરખા { સ્વભાવ  } હોય ત્યારે જ સંગઠન  { લગ્નજીવન } સંભવિત બને છે. આજ સુધી આપણે ક્યાંયએવું જોયું નથી કે ગરમ લોખંડ ઠંડા લોખંડથી જોડાયું હોય.
339જયારે મન પ્રસન્ન થઈ જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઈ જાય છે.
340જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો કે તમે પ્રગતિ કરી રહ્યો છો !!
341જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે.
342જયારે સ્ત્રીઓનું દ્દ્દય પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કૌમળ કોઈ વસ્તુ હોતી નથી.
343જરા જેટલું અસત્ય પણ માણસનો નાશ કરે છે. જેમ એક ટીપું ઝેર આખા દુધના તપેલાનો નાશ કરે છે.
344જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું !
345જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો
346જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે.
347જળાશયમાંથી જળ વહેતું રહે તો જ તેની શુદ્ધતા જળવાય છે, તેમ પેદા કરેલું દ્રવ્ય પરોપકારમાં ખર્ચવું એ જ તેનું રક્ષણ છે.
348જાસૂસી, અ૫રાધી અને શૃંગાર રસથી ભરેલું અશ્લીલ સાહિત્ય વાંચવાથી ૫ણ આ૫ણા વિચાર દૂષિત થઈ જાય છે.
349જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે !
350જિંદગીમાં હસી લો ,  હસાવી લો , બે ધડી સ્નેહમાં વિતાવી લો.
351જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
352જીવ આપીને પણ જે યશ મેળવી  શકાતો  નથી તે સારી જીભ વાપરીને મેળવી શકાય છે.
353જીવન એક પુસ્તક છે. પ્રેમ એ સૌરભ છે.
354જીવન એક સંગ્રામ છે.  જીવન એક યજ્ઞ છે.  જીવન એક સાગર છે.  જખમો વિના સંગ્રામ હોય શકે નહી. જ્વાળા વિના યજ્ઞ  હોએ શકે નહી. તોફાન વિના સાગર  હોએ  શકે નહી. આ  બધાને  હસતે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે.
355જીવન ને જે ચાહે છે એને જીવન મનોરમ્ય લાગે છે,  જીવન ની જે ઉપેક્ષા કરે છે એને તે જીવન દુ:ખમય લાગે છે.
356જીવન માત્ર આજે છે, કાલ કોણે જોઈએ, માટે આવતી કાલ ૫ર કામને ન ટાળો.
357જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !
358જીવન માં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો ,એટલોજ કિંમતી એનો ઋણ ચુકવવું પડશે
359જીવન માં પાછળ જુઓ……… અનુભવ મળશે…. જીવન માં આગળ જુઓ……… આશા મળશે……. આજુ બાજુ જુઓ………… સત્ય મળશે…….. પોતાની અંદર જુઓ……. પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે …
360જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે , પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે .
361જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
362જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.
363જીવનની એક ક્ષણ કરોડોના ખર્ચે પણ મળે નહી.
364જીવનની ઘણી સમસ્યાઓ દુર કરવાના બે નુસખા: (૧) જે વિચારો તે બધું બોલો નહિ અને, (૨) જે બોલો તે બધું વિચારીને બોલો.
365જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે. તેને મેળવતાં આવડવું જોઈએ.
366જીવનની સાર્થકતા તો એમાં રહેલી છે કે એને કોઈ મહાન આદર્શ પાછળ ખર્ચી નાખવામાં આવે.
367જીવનને એટલું તેજ ન ચલાવો કે એ આપણા મનથી આગળ નીકળી જાય.
368જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
369જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજાવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાર પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે.
370જીવનમાં ક્યારેક નિષ્ફળતાઓ તો મળવાની જ.પણ આ નિષ્ફળતાઓ  આપણને હતાશ ના બનાવી જાય  તેની કાળજી રાખવી. પછી એક દિવસ સફળતા મળશે જ મળશે એ નક્કી માનવું.
371જીવનમાં ગરબડ ન હોય તો તે નીરસ બની જાય છે. તેથી જીવનની વિષમતાઓ સહી લેવામાં જ હોશિયારી છે.
372જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેણે આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેણે સુખ કહેવાય.
373જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી પઈ જોજો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે,
374જીવનમાં દરેક પ્રત્યે શંકા રાખીને ન ચાલો.
375જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે.
376જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન.
377જીવવું એટલે મોજ નહી, ખાવું, પીવું, નાચવું નહી, પણ ઈશ્વરની સ્તુતિ કરવી અર્થાત માનવ-જાતિની સાચી સેવા કરવી એ છે.
378જીંદગીને કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો.
379જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.
380જુઠ પોતાનું સામથ્ય વધારીને સાચું સ્વરૂપ કદી પામી શકતું નથી.
381જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે.
382જુઠું  બોલનાઓએ યાદદાસ્ત તો સારી રાખવી જ જોઈએ.
383જૂઠ શબ્દોમાં નથી, દગામાં છે. ચુપ રહીને પણ જૂઠ બોલી શકાય છે. કોઈ શબ્દ પર ભાર મુકીને, મોઢે બોલીને, આંખના ઈશારે કે કોઈ વાક્યને વિશેષ મહત્વ આપીને પણ જૂઠનો પ્રયોગ કરી શકાય. આવું જૂઠ બોલેલા શબ્દો કરતા ઘણું વધારે હોય છે.
384જૂઠની સૌથી મોટી નબળાઈ એ છે કે તેને આજની વાત કાલે યાદ રહેતી નથી.
385જે  ધરમાં સંપ હોય , પ્રેમની સુવાસ હોય , આગંતુકનું સ્વાગત હોય એ ધરમાં સમસ્યા કદી જન્મે નહીં.
386જે  માણસ  જુઠું   બોલતાં  ડરે  છે,  તે  પછી  બીજા  કસાથી  ડરતો  નથી.
387જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી.
388જે આપણે બીજા માટે કરીએ છીએ તે આપણી શક્તિનો પરિચય આપે છે. જે આપણે બીજા માટે સહન કરીએ છીએ તે પ્રેમનો પરિચય આપે છે.
389જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે !
390જે કામ તમે કરી શકતા હો અથવા તેની કલ્પના કરતા હો તો તે કામનો આરંભ કરી દો. સાહસમાં પ્રતિભા , જાદુ અને શક્તિ છે. ફક્ત કામમાં લાગી જાઓ. મનમાં ગતી આવી જશે.આરંભ કરો, કામ સમાપ્ત થઈ જ જશે.
391જે કામ મહોબતથી થાય છે તે વેરઝેર થતું નથી. સંપીને રહેશોતો સુખી થશો.
392જે કોઈ પણ પ્રાણી સાથે વેર કે દુશ્મનાવટ નથી રાખતો તે જ માણસ ઈશ્વર સુધી પહોંચી શકે છે.
393જે ખુશી આપણે પ્રાપ્ત કરીએ છીએ તેનો શ્રમ લાગે છે પણ જે ખુશી બીજાને આપીએ તેનો શ્રમ કદીએ લાગતો નથી.
394જે ગરીબી આળસ , વ્યસન, મૂર્ખતા અને નકામાં ખર્ચ ને કારણે આવી હોય તે શરમજનક છે, એ સિવાયની ગરીબી માટે શરમાવાનું ન હોય.
395જે તમારા ઉપર વિશ્વાસ મુકે છે તેને છેતરવામાં કશીએ બહાદુરી નથી.
396જે ત્યાગથી અભિમાન આવે, તે ત્યાગ નથી. ત્યાગથી શાંતિ મળવી જોઈએ . અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે.
397જે થયું તે સારું થયું,જે થઈ રહ્યું છે,તે સારું જે થઈ રરહ્યું છે.જે થસે તે પણ સારું જ થસે.
398જે ધનનું દાન નથી થતું તે ધન નષ્ઠ થયેલું સમજવું!
399જે ધરતી ૫ર યશ, વૈભવ અને કીર્તિ પ્રાપ્ત કરવાની છે, તેને પ્રણામ કરો.
400જે ધરમાં સુલક્ષણી અને સદગુણી સ્ત્રીનો વાસ હોય ત્યાં દેવતાઓ વાસ કરીને શુભાશિષો પાઠવે છે.
401જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન.
402જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો.
403જે પોતે જ પોતાની જાતને ઉપદેશ આપે છે તે જ ઉન્નતિ કરી શકે છે.
404જે પોતે પોતાની સહાય કરે છે તેને જ ઈશ્વર સહાય કરે છે.
405જે પોતે પ્રાણીઓની હિંસા કરે છે, બીજાઓ પાસે કરાવે છે, અગર હિંસા કરનારને અનુમોદન આપે છે તે સંસારમાં પોતાના માટે વેર જ વધારે છે.
406જે પ્રદશૅન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઉંચાઈ ઉપર પહોંચી જાય છે.
407જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે.
408જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે સ્વયં પણ તેનાથી વંચીત રહેતો નથી.
409જે બીજાના દોષોની ચર્ચા કરે છે તે પોતાના દોષો પ્રગટ કરે છે.
410જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે, કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહી.
411જે બીજાની વધુમાં વધુ સેવા બજાવે છે તે જ વધારેમાં વધારે સુખી છે.
412જે બીજાને જાણે છે તે શિક્ષિત છે કિન્તુ જે પોતાને ઓરખે છે તે બુદ્ધિમાન છે.
413જે બીજાને દુ:ખ નથી દેતો તથા બધાનું ભલું ઈચ્છે છે તે અત્યંત સુખી રહે છે.
414જે બુદ્ધિમાન સંયમી નથી તે આંધરો મશાલચી છે કેમ કે તે અન્યને માર્ગ બતાવે છે, પરંતુ તેને પોતાને માર્ગ જડતો નથી.
415જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ
416જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ
417જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ
418જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ
419જે મનુશ્ય મનને પોતાની હથેળી માં રાખી શકે છે,તેની એ હથેળી માં આખી દુનીયાની દોલત સમાયેલી છે.તેને કદાપી અપુણતા લાગતી જ નથી.
420જે મનુષ્ય જ્ઞાનની મોટી વાતો કરે છે, પરંતુ જેના હૃદયમાં દયા નથી તે અવશ્ય નર્કમાં જાય છે.
421જે મનુષ્ય સાહસની સાથે કષ્ટ અને વિપત્તિ સહન કરે  છે તે જ પોતાના જીવનમાં વિજયી થાય છે.
422જે મનુષ્યને પોતાના મનુષ્યત્વનું ભાન છે. તે ઈશ્વર સિવાય કોઇથી ભય પામતો નથી.
423જે મહાન હોય છે તે પોતાની પાસે આવેલા નીચ લોકોની સાથે પણ સજ્જનોની સાથે જેવો વ્યવહાર કરે છે એવો જ કરે છે.
424જે માણસ પરિસ્થિતિનો ગુલામ બનતો નથી પણ પરિસ્થિતિને પોતાના કાબુમાં લાવી શકે છે તે જ વ્યક્તિ સ્વતંત્ર છે.
425જે માણસ પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવતો નથી.અર્થાત શાંત રહી શકે છે તે આફતો, મુશ્કેલીઓ અને પ્રોબ્લેમો સરળતાથી ઉકેલી શકે છે.
426જે માણસ પોતાની વાણીને કાબુમાં રાખી શકતો નથી એના અંદર સત્ય નથી.
427જે માણસના મનમાં બીજાની ભલાઈનો ભાવ રહેલો છે તેને માટે આ જગતમાં કાંઈ જ દુર્લભ નથી.
428જે માનવી સંકટના સમયે પણ પોતાનો સંયમ નથી ગુમાવતો , વિવક નથી ગુમાવતો તેનો પરાજય ક્યારેય નથી થતો.
429જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે.
430જે મુસીબતોનો બોઝ ઉઠાવી શકે છે તે જ સફળ જીવનનો અધીકારી છે.
431જે મૂરખ બીજાના સુખ અને ધન જોઇને વગર આગે બળી મારે છે તે કદી પણ કોઈની ભલાઈ નથી કરી શકતો.
432જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે
433જે વસ્તુઓ દેખાય છે તે ક્ષણિક છે, પણ જે નથી દેખાતી તે શાશ્વત છે.
434જે વ્યકિત જતુ કરવાની ભાવના રાખે છે તેનુ કોઇ દિવસ કાંઇ જતુ નથી. અને જે વ્યકિત ક્યારેય જતુ ના કરે તેનુ ક્યારેય કાંઇ બચતુ નથી!
435જે વ્યક્તિ એકાંતમાં તમને તમારા દોષ બતાવે તેને પોતાનો મિત્ર સમજો.
436જે વ્યક્તિ દુ:ખોનો સામનો કરવાથી ડરે છે તેણે સુખની આશા રાખવી નહી.
437જે વ્યક્તિ, દરિદ્રનારાયણો સાથે ભાગ પાડીને રોટી ખાય છે અને હિંસા નથી કરતો, તે સંસારમાં રહેવા છતાં , પ્રભુની સુરક્ષિત ગોદમાં સૂતો છે.
438જે શાન્તિ સ્થાપે છે તે ધન્ય છે, તે પ્રભુનું સંતાન કહેવાશે.
439જે સત્ય બોલવાનું નથી જાણતો તે મનુષ્ય ખોટા રૂપિયા જેવો છે, તેની કિંમત કોડીની હોય છે.
440જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે.
441જે હાથોથી પુરુષાર્થ કરી પોતાના ભાગ્ય તથા ભવિષ્યનું નિર્માણ કરવાનું છે, તેનાં દર્શન કરો.
442જેઓ દઈને ભૂલી જાય છે અને લઈને કદી ભૂલતા નથી એવા લોકો પર ઈશ્વરના આશીર્વાદ સતત વરસતા રહે છે.
443જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની?
444જેટલા દિવસ જીવો, ફૂલ બનીને જીવો  કાંટા બનીને નહી.
445જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરો, ઉપરવાળાની મહેરબાની વધારે બનશે
446જેટલી મિનીટ તમે ગુસ્સે રહો છો તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની સાઠ સેંકડો ખોઈ નાખી.
447જેણે અભિમાન કર્યું એનું પતન નક્કી છે.
448જેણે આંખમાંથી કદી કોઈને માટે આશું નથી સાર્યા નથી… એવા માણસોથી દૂર રહો
449જેણે પોતાની કામનાઓનું દમન કરીને મન પર વિજય મેળવ્યો અને શાંતિ મેળવી તે રાજા હોય કે રંક તેને માટે સંસારમાં સુખ જ છે.
450જેના જીવનનું લક્ષ્યબિંદુ નિશ્ચિત ન હોય એને જ સમય પસાર કરવાનાં સાધન શોધવાં પડે છે.
451જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધાં જ સદગુણ વ્યર્થ છે.
452જેનામાં સદબુધ્ધિ છે અને જેની પાસે વિવેક નો વાસ છે તે વ્યક્તિ પરમ સુખી છે.
453જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે.
454જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે.
455જેની પાછળ ૫રહિત અથવા આત્માના હિતનો ભાવ રહેલો હોય તેવો વિચાર બાહ્ય દૃષ્ટિએ હાનિકારક લાગતો હોવા છતાં ૫ણ ખરેખર તો સદ્દવિચાર જ છે.
456જેની પાસે અભાવ છે તે ગરીબ નથી પણ જે ધનવાન હોવા છતાં પણ જેની ઈચ્છા ઓછી નથી થઇ તે ગરીબ છે.
457જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી;પણ જેની ઈચ્છાઓ અતુપ્ત હોય છે તે ગરીબ છે.
458જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે.
459જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી.
460જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે.
461જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે.
462જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે
463જેને મૃત્યુ સાથે મિત્રતા છે, તે મૃત્યુના હાથમાંથી ભાગી શકે છે, અથવા હું મરવાનો નથી એવું જે જાણે છે તે એવો વિચાર કરી શકે કે, આ હું આવતી કાલે કરીશ.
464જેને મોહ નથી તેનું દુખ ગયું. જેનો મોહ ગયો તેની તૃષ્ણા ગઈ. જેનો લોભ ગયો તેની તૃષ્ણા મટી ગઈ. જે નીશ્કંચન છે તેનો લોભ ગયો.
465જેમ કાંટાળી ડાળને ફૂલો સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસનાં ધરને સુંદર અને સ્વર્ગસમું બનાવી શકે છે.
466જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ વધુ જીવવાની લાલચ અને મૃત્યુનો ભય વધતો જાય છે.
467જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ પણ વધે છે. જુઓ પહેલા કેવળ બે ગ્રામ સોનાની ઈચ્છા હતી, પણ પછી તે ઈચ્છા કરોડો મળતા પણ પૂરી થતી નથી.
468જેમ તને દુ:ખ ગમતું નથી, તેમ જ સંસારના બધા જીવોને દુ:ખ ગમતું નથી, એવું સમજીને બધા જીવોનો આત્મવત આદર કરો અને ઉપયોગપૂર્વક દયા રાખો.
469જેમ તેલ વિના દીવો ન બળી શકે, તેમ ઈશ્વર વિના માણસ સારી રીતે જીવી ન શકે.
470જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે.
471જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે,  તેમ અંત:કરણ ને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી જરૂરી છે.
472જેમ સૂર્ય સ્વયં ધરધરમાં પ્રકાશ ફેલાવે છે તે રીતે સજજનો કહ્યા વિના જ બીજાની આશા પૂરી કરે છે.
473જેવી રીતે ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી તેવી રીતે ક્રોધી બનીને આપણે એ નથી સમજી શકતા કે આપણી ભલાઈ કઈ વાતમાં છે?
474જેવી રીતે કાચી છતમાં પાણી ભરાય છે તે જ રીતે અજ્ઞાનીના મનમાં કામનાઓ ભરાઈ રહે છે.
475જેવી રીતે ઝાડ ફળથી ઓળખાય છે, સોનું કસોટીથી પરખાય છે અને ધંટની  કિંમત રણકારથી અંકાય છે, તેવી રીતે મનુષ્યનું  મનુષ્યત્વ તેનાં વિવેકથી પરખાય છે.
476જેવી રીતે માળો ઊંઘતાં પક્ષીઓને આશ્રય આપે છે, તેવી જ રીતે મૌન તમારી વાણીને આશ્રય આપે છે.
477જેવી રીતે સોનાથી જડેલું રત્ન અત્યંત સુશોભિત લાગે છે, તેમ વિવેકી મનુષ્યને પ્રાપ્ત કરીને વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે.
478જેવું અન્ન તેવું મન, જેવું ચિંતન તેવું જીવન.
479જેવું ચિંતવશો એવુ જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે. તમારા વિચારો એ જ તમારુ પ્રારબ્ધ છે.
480જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે.
481જો કોઈ માણસ સતત અશુભ કર્મ કર્યા જ કરે છે તો તેનું અંત:કરણ ખરાબ સંસ્કારોથી મલિન થઇ જાય છે.
482જો તમારા મંઝીલના માર્ગમાં જો કોઈ અડચણ નાં આવતી હોય તો રસ્તો બદલી નાખવો સફળતા જરૂર મળશે.
483જો તમારામાં અહંકાર નથી, તો કોઈ પુસ્તકની લીટી વાંચ્યા વિના, અથવા કોઈ મંદિરમાં ગયા વિના જ તમે ચોક્કસ મોક્ષ પામશો.
484જો તમારામાંથી અહંકાર ચાલ્યો ગયો હોય તો કોઈ પણ ધર્મ પુસ્તકની એક લીટી પણ વાંચ્યા વિના કે કોઈ પણ દેવાલયમાં પણ મુક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઇ જશે.
485જો તમે આજને નષ્ટ કરશો તો સમય એક દિવસ તમને નષ્ટ કરી દેશે.
486જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી બડાઈ કરે તો તમે તમારા મોઢે તમારી બડાઈ ન કરો.
487જો તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે.
488જો માણસને શીખવાની ઈચ્છા હોય તો તેની દરેક ભૂલ તેને કંઇક શિક્ષણ આપી શકે છે.
489જો મુઠ્ઠીભર આતંકવાદીઓ આવીને આટલી અસર છોડી જાય છે તો ચલો આપણે આટલા બધા મળીને પ્રેમ અને શાંતિનો ફેલાવો કરીએ
490જો વિચારો ખરાબ અને હલકા હોય તો માણસ આત્માની ઉન્નતિ કરવામાં કદાપિ સફળ થઈ શક્તો નથી.
491જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે. જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ “પ્રેમ” છે. પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી
492જ્ઞાન અને સત્તાની સાથોસાથ નમ્રતા અને વિનય પણ વધવાં જોઈએ.
493જ્ઞાન કરતા સમજદારી વધારે મહત્વની છે જ્ઞાની માણસ સમજદાર ના હોય તો માથાનો દુખાવો બની શકે છે.
494જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જાય છે એવું હું માનતો નથી, પણ જે કંઈ વાંચેલું કે વિચારેલું હોય છે તે અંદર પચ્યા પછી વખત આવ્યે બહુ સુંદર રીતે બહાર આવે છે.
495જ્ઞાન, ઉપાસના અને કર્મ- આ ઈશ્વરપ્રાપ્તિના ત્રણ જુદા જુદા માર્ગ નથી, આ ત્રણેય મળીને એક જ માર્ગ છે.
496જ્ઞાની સુખ અને દુ:ખ જ્ઞાનથી કાપે છે. જયારે મુરખાઓ રડી રડીને કાપે છે.
497જ્ઞાની હોવાનો સાર, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી તે છે, અહિંસાનો સિદ્ધાંત જ સર્વશ્રેષ્ઠ છે. એ જ વિજ્ઞાન છે.
498જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી.
499જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે.
500જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી.
501જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે.
502જ્યાં તમારું ચાલે નહી ત્યાં જીભ ચલાવસો નહી.
503જ્યાં ધન(પૈસો) જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી
504જ્યાં નીતિ અને બળ બન્ને ને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે.
505જ્યાં મન, વચન, અને કાયા વડે તથા કથિત વિરોધીને ક્ષતિ પહોંચાડવાની ભાવના છે ત્યાં હિંસા છે.
506જ્યાં સુધી ‘હું અને મારું’ એવો વિકારી તાવ ચડ્યો છે, ત્યાં સુધી શાંતિ નથી મળવાની.
507જ્યાં સુધી અભિમાન અને સ્વાર્થ છે ત્યાં સુધી કોઈની પણ સાથે પ્રેમ થઈ શકતો નથી.
508જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરના દર્શન થઇ શકતા નથી.
509જ્યાં સુધી તમારી ફરજ પૂરી ન કરી હોય ત્યાં સુધી બીજાની આલોચના ન કરાવી.
510જ્યાં સુધી પાપ પાકતું નથી , ત્યાં સુધી તે મીઠું લાગે છે. પરંતુ  જયારે તે પાકવા લાગે છે ત્યારે અત્યંત દુ:ખકારક બને છે.
511જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈને ઈજા જ પહોચાડો કારણ કે એક નિ:સાસો સંસારભારને હલાવી મૂકે છે.
512જ્યાં સ્ત્રીઓનું સમ્માન થાય છે, ત્યાં દેવો પ્રસ્સન થાય છે.
513ઝાડનાં પાન પીળાં થઇ જતાં ઉખડીને પડી જાય છે. તેમ જિંદગી ઉંમર પૂરી થતાં ખલાસ થાય છે. માટે પળભરનો પ્રમાદ ન કરો.
514ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે .
515ટીકા એ કીર્તિની કમાણી પરનો સામાજીક કર છે.
516તક તકદીરથી મળે છે. તકરારમાં ગુમાવશો નહી.
517તનની ગરીબી કે ધનની ગરીબી, કોઈપણ પ્રકારની ગરીબી, ઈશ્વર સાથે આપનો સંબંધ સ્થાપિત કરે છે.
518તને  લાગેવળગે  નહી  તેવી  બાબતમાં  બોલ  નહી; નહી  તો  તારે  ન  ગમે  તેવું  સાંભળવું  પડશે.
519તને ખ્યાલ નથી હે પુષ્પ.. વાસના અને કટુતાથી ભરેલી છે એમની નજરો.
520તમને પંસદ ન હોય તેવો વ્યવહાર બીજા સાથે ન કરો.  
521તમને બધા સારા કહે એમ ઇચ્છતા હો તો તમે પોતે પોતાને સારા ન કહો.
522તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો  સૌથી મોખરે છે.
523તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે.
524તમારા સંતાનને એક જ સોગાદ આપી શકો તેમે હો તો તો તે ઉત્સાહ.
525તમારી ઇચ્છાશક્તિ ભલે ગમે તેવી અતિશય શક્તિશાળી હોય પણ એ તમારી આશાની દાસી છે.
526તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર તમે તમારો સમય કેવી રીતે પસાર કરો છો તેના પર છે.
527તમારું અંતિમ ધ્યેય શાંતિ છે. તેને પ્રાપ્ત કરવાના ઉપાય છે ત્યાગ અને સેવા.
528તમારું ચારિત્ર્ય જ ચિરસ્થાયી રહેશે. આ જગતને છોડતી વખતે તમે તમારા ચારિત્ર્ય સિવાયની બીજી કોઈ પણ વસ્તુને સાથે લઇ શકશો નહી.
529તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે.
530તમારો જાન જોખમમાં આવી પડે તોપણ બીજાનો જાન લેતા નઈ.
531તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે.
532તમારો વિચાર ત્યાં સુધી જ તમારો છે, જ્યાં સુધી તમે બીજાની આગળ અભિવ્યક્ત ન કરો.
533તમે એકલા હો તે વખતે પણ સુખી થતાં શીખો. આપણી સોબતની ખુશી આપણે પોતે જ ન અનુભવી શકીએ તો બીજાને માથે શા માટે મારવી જોઈએ ?
534તમે ગણેતશાસ્ત્ર શીખવામાં ચાલીસ વષૅ વીતાવો   પણ જો તમે પેલા પુષ્પેને , પેલા ભૂરા આકાશને ના જોઇ શકો તો તમે  મૃત છો.
535તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે.
536તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે.
537તમે જે નથી જાણતા એટલું તમે કબુલ કરો એ જ્ઞાન કહેવાય.
538તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ.
539તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે.
540તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતાં વધું તમને દઝાડશે.
541તમે માત્ર નસીબ ને શોધતા હશો તો તક ને ઓળખવી મૂશ્કેલ છે.
542તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે.
543તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !!
544તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં.
545તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને રોટલો આપવો એ આંધળાને રસ્તો બતાવવો એ દાનનો ઉત્કૃષ્ઠ પ્રકાર છે.
546તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
547તારું નામ જો શાશ્વત રાખવું હોય તો, કોઈને દુ:ખ દેવાનો પ્રયત્ન કરીશ નહી.
548તારે જે કંઈ મેળવવું હોય તે તલવારથી નહિ પણ સ્મિતથી તું મેળવ.
549તાંબાના વાસણમાં રાત્રે ભરી રાખેલું જળ પીઓ, ઉષાપાન કરો, દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીઓ.
550તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી.
551તું મારશે તો તું પણ માર્યો જઈશ અને જો તે તને મારશે તો તે પણ માર્યો જશે.
552તૂટેલા તાર સંધાય છે, પણ ભાગેલાં હૈયાં સંધાતાં નથી.
553તૃષ્ણા સંતોષની દુશ્મન છે. તે જ્યાં જ્યાં પગ મુકે છે ત્યાંથી સંતોષ ભાગી છૂટે છે.
554તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી.
555તેણે વીણી વીણીને પોતાના દુશ્મનોને ખતમ કરી નાખ્યા !  શસ્ત્રથી નહી ,પણ દુશ્મનોમાં રહેલા ગુણોની પ્રશંસા કરીને.
556તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી...
557તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
558થોડું વાંચીને વધારે વિચારો. થોડું બોલો ને વધુ સાંભળો. આ બુદ્ધિશાળી બનવાનો ઉપાય છે.
559દયા , દયાને જન્મ આપે છે. દયા કદી નિષ્ફળ જતી નથી. જેના તરફ એ વહે છે તેનાં ઉપર તેની કશી અસર ન થાય છતાં પણ દયા કરનારને તો તે લાભ કરે છે જ.
560દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે.
561દયા કરવી એટલે ઉંચે જવું પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું.
562દયા બતાવવામાં કાઈ નથી. તારો આત્મા દયાપૂર્ણ હોવો જોઈએ. પવિત્રતા કાઈ નથી, તારે હૃદયથી પવિત્ર રહેવું જોઈએ.
563દયા મોટામાં મોટો ધર્મ છે. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે.
564દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે.
565દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે.
566દર વખતે પોતે ભૂલ કરીને શીખવું નકામું છે... બીજાની ભૂલો પરથી શીખે તે જ માણસ.
567દરરોજ  ઈશ્વરની  પ્રાર્થના કરવાથી  અંત:કરણ  પવિત્ર  બને  છે, સ્વભાવમાં  પરિવર્તન  આવે  છે, હતાશા  નીકળી  જાય  છે,  મનને  શાંતિ  અને  તાજગી મળે  છે, દિલમાં  ઉમંગ  પ્રગટે  છે અને  જીવન  જીવવાની  પ્રેરણા  મળે  છે.
568દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે.
569દરેક કામ માં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે.
570દરેક નાની  સિદ્ધિ માત્ર નાના સપનાથી શરૂ થાય છે.
571દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે
572દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે .
573દરેક વ્યક્તિએ બાલદીમાં ના છિદ્ર જેવું ના બનવું પરંતુ જમીન ના છિદ્ર જેવું બનવું કે જે કોઈ પણ દોષ ને પી જાય ,પચાવી જાય અને પોતના માં સમાવી લે છે
574દરેક સ્ત્રીના મનમાં એવી ઈચ્છા હોય છે કે પતિ તન, મન અને ધનથી પોતાનો બની રહે.
575દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે.
576દાન આપવું એ ગૌરવની બાબત નથી. દાનની જરૂર ન પડે તેવા સમાજની રચના જ ગૌરવપ્રદ ઘટના ગણાય.
577દારૂનો એક પ્યાલો માણસને બુદ્ધિહીન બનાવે  છે, બીજો પાગલ બનાવે છે, ત્રીજો ડુબાડી દે છે. એટલે ચેતનાશૂન્ય બનાવે દે છે.
578દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !!
579દીવો બોલતો નથી પણ પ્રકાશે છે. તેમ માણસે પણ બોલવું નહી પણ કર્તવ્ય બજાવવું જોઈએ.
580દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો.
581દુ:ખ વિના સુખ નથી. સમજીને દુ:ખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે.
582દુ:ખમાં તો તમે છો તેનું ભાન થાય છે. સુખમાં તો તમારું પોતાપણું વિલીન થઇ જાય છે.
583દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી...
584દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે, દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!!
585દુનિયા માં એવી એક પણ વ્યક્તિ નહિ હોય જેની પાસે નસીબદાર બનવાની તક ના આવી હોય ,પરંતુ નસીબ જયારે જુએ છે ત્યારે એ વ્યક્તિ એનું સ્વાગત કરવા માટે તૈયાર નથી ત્યારે એ પાછુ ફરી જાય છે.
586દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે.
587દુનિયામાં આનંદમાં અને સુખમાં રહેવાનો એક સહેલો રસ્તો એ છે કે પોતાની જરૂરિયાતો ઓછી કરવી.
588દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અદર જ પડેલો છે.
589દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે, આનંદનો ખજાનો તમારી અંદર છે.
590દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
591દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી.
592દુઃખની ક્લ્પના કરીને દુઃખી બનવું એ મ્રૂત્યુ આવ્યા પહેલાં મરી જવા જેવું છે.
593દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે.
594દેખાવનો  પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા ઈશ્વરના અપમાનનાં સાધનો છે.
595દેવતા ન તો લાકડામાં છે , ન તો પથ્થર, માટી કે મૂર્તિમાં હોય છે . દેવતા હોય છે વ્યક્તિની શ્રદ્ધામાં, શ્રદ્ધા જ કામ કરે છે.
596દ્રઢ પ્રતિજ્ઞાવાળો માણસ સંસારને પોતાની ઈચ્છા મુજબ ઝુકાવી દે છે.  
597ધડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્રનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે.
598ધન ન હોય તો કાંઈ નહી, ધનિક હ્રદય હોય એટલે બસ.
599ધન પ્રાપ્તિ પહેલા પૈસાથી સુખ શાંતિ મેળવવાની કળા શીખો
600ધનની તૃષ્ણા ખોટી છે, માટે તારાં પૂર્વનાં અને આજનાં કર્મના ફળે કરીને તને જે મળે તેનાથી તું રાજી રહે.
601ધનની મોટી ઉપાધિ છે. માણસ ધની થયો કે બદલાયો છે.
602ધરતીકંપ કરતાં વધારે હોનારત માનવ-માનવ વચ્ચેના ધિક્કારકંપથી થાય છે.
603ધરમાં  કકળાટ, કંકાસ, કજીયો, સતત  થયા  કરે  તો  સમજવું  કે  પડતી  આપણાં  બારણાં  ખખડાવે  છે.
604ધર્મ કરતી વખતે દુઃખ થાય કે ના થાય, પણ પાપ તો જવુજ જોઈએ. સુખ મળે કે ના મળે પણ મોક્ષ તો મળવા જ જોઈએ.
605ધર્મ-અહિંસા, સંયમ, તપ-સર્વશ્રેષ્ઠ મંગળ  છે. જેનું મન ધર્મરત છે, તેને દેવ પણ નમે છે.
606ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે.
607ધીરજ અને સહનશીલતા એ બે શક્તિઓ મળવાથી માણસ ડાહ્યો બને છે.
608ધીરજ કડવી દવા સમાન છે  પરંતુ તેના ફળ મીઠાં છે.
609ધીરજથી લોખંડ જેવા નક્કર દુઃખોને પણ સોના જેવા સુખોમાં ફેરવી શકાય છે.
610ધ્યેય જેટલું મહાન,  તેટલો જ તેનો માર્ગ લાંબો અને વિકટ.
611ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે.
612નકશા વિનાનું મકાન આનંદ ન આપે , લક્ષ્ય વિનાનું જીવન સિદ્ધિ ન આપે.
613નક્કી કરેલા સમયે મનોયોગપૂર્વક શુદ્ધ, સાત્વિક તથા સુપાચ્ય ભોજન ખૂબ ચાવી-ચાવીને કરો. વચ્ચે પાણી ન પીઓ. મરચાં, મસાલા, તેલ, ફાસ્ટફૂડ તથા વાસી ભોજનથી બચો. એક કલાક ૫છી ૫ર્યાપ્ત પ્રમાણમાં સાદું પાણી પીઓ.
614નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે.
615નમસ્કાર પારકાંને પોતાનાં બનાવવાની ચાવી છે.
616નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે,
617નમ્રતા એ સર્વોચ્ચ સદગુણ છે. માણસ પાસે ધન, સત્તા, રૂપ, મોભો, વગેરે હોય પણ જો નમ્રતા ન હોય તો એ બધાં નકામાં છે.
618નમ્રતા જ્ઞાનનો માપદંડ છે.
619નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે.
620નમ્રતા પત્થર હૃદયનાં માનવીને પણ પીગાળીદે છે.
621નમ્રતાની અસર દૂર સુધી જાય છે અને તેમાં કંઈ પણ ખર્ચ થતો નથી.
622નરકનો નિવાસ કરવો સારો પણ દુષ્ટનો સાથ કરવો સારો નહી.
623નસીબ અને પરિસ્થિતિ પર રડનારા જીવન-સંગ્રામમાં હારી જાય છે, બત્રીસ તારો તરનારો પણ  ઢીચણસમા પાણીમાં ડૂબી ગયેલો સાંભળ્યો છે.
624ના બોલાયેલા શબ્દ ના તમે માલિક છો, અને બોલાયેલા શબ્દ ના ગુલામ.
625નાના છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે.
626નાની નાની ખુશીઓના અવસર શોધો અને તેના આનંદ ઉઠાવો.
627નાની મોટી કે ખોટી બાબતમાં જીદંગીના અમુલ્ય સમયને બરબાદ ન કરો.
628નાની મોટી મુશ્કેલીઓથી ગભરાઈ ન જાઓ – તમારા લક્ષને નજરમાં રાખો – તમને સફળતા સુધી પહોચતાં કોઈ રોકી શકશે નહી.
629નિયમિત તુલસીનું સેવન કરો.
630નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે.
631નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે.
632નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો.
633નીતિમાન થજો , શુરવીર બનજો , ઉદાર રદય ના થજો, જાન ને જોખમે પણ નીતિમાન ચારિત્ર્યવાન બનજો.
634પક્ષીઓની જેમ હવામાં ઊડવું અને માછલીઓની જેમ પાણીમાં તરવું, એટલું શીખ્યા પછી માણસની જેમ જમીન ઉપર ચાલતા શીખો.
635પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય !
636પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ
637પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે.
638પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે.
639પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે.
640પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે.
641પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે.
642પરિશ્રમ આપણને ત્રણ આફતોમાંથી ઉગારે છે. કંટાળો, કુટેવ અને જરૂરીયાત.
643પરિશ્રમથી  જ  સફળતા  મળે  છે,  વિચાર  કરવાથી નહી.
644પરોપકાર કરી શકો તો સારું, પણ કોઈના અહિતનો વિચાર કદી ન કરો, ન અહિત કરો.
645પશુ ન બોલવાથી દુખ ભોગવે છે જયારે મનુષ્ય વધારે બોલવાથી દુખ ભોગવે છે.
646પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.
647પહેલા ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહી ગુમાવો.
648પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ .
649પહેલા પાપ કરીને પ્રાયશ્ચિત કરવું એ કીચડમાં પગ નાખીને પછી પગ ધોવા જેવું છે.
650પહેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસ પાડે છે.
651પહેલાં પાપ કરીને પછી પ્રાયશ્ચિત કરવું એ, કીચડમાં પગ નાખીને ધોવા જેવું છે.
652પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું.
653પાણી બહાર જેમ માછલી તરફડે છે, તેવી જ રીતે જીવ: મોહ, રાગ, દ્વેષની જાળમાં ફસાઈને  તરફડે છે.  
654પાપ  પરિપક્વ   નથી  થતાં  ત્યાં  સુધી  મીઠાં  લાગે  છે,  પણ  પાકવા  માંડે  છે,  ત્યારે  બહુ  દુ:ખ  દે  છે.
655પાપ એવો અગ્નિકુંડ છે જે આદર અને માન, સાહસ અને ધૈર્યને ક્ષણવારમાં જ સળગાવીને ભસ્મ કરી નાખે છે.
656પાપ કદી પાપી ને ઊંધવા દેતું નથી.
657પાપ કરતી વખતે જેટલી મીઠાશ મળી હોય છે એટલી જ કડવાશ એના પરિણામરૂપે ગમે ત્યારે ભોગવવી જ પડે છે.
658પાપ કરીને શિક્ષાનો ભાર શહન કરી શકાય છે,પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી.
659પાપ પરિપક્વ નથી થતા ત્યાં સુધી મીઠા લાગે છે, પણ પાકવા માંડે ત્યારે બહુ દુ:ખ દે છે.
660પાપ પેટમાં ન રાખ ઓકી દે ! ઝેરને પેટમાં રાખતા તે મારે છે. પણ પાપ તો સત્યને મીટાવી દે છે.
661પાપની કમાણીથી ખાધેલ અન્ન બુધ્ધિને બગાડે છે.
662પાપનો  પ્રારંભ  ભલે  પ્રાત:કાળની  જેમ ચમકતો  હોય  પરંતુ  તેનો  અંત  તો  રાત્રિની  જેમ  અંધકારમય  જ  હોય  છે.
663પાપીની ધ્રુણા કરશો નહી, પાપની કરજો. તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહી જ હો.
664પાપીનો તિરસ્કાર કરશો નહી, પાપનો કરજો. તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહી જ હો.
665પુછતા નર પંડિત થાય, પણ સતત પૂછ પૂછ કરનારા ખંડિત પણ થાય શકે છે
666પુણ્યનું પરિણામ સંપતિ નહી પણ સુબુદ્ધિ. પાપનું પરિણામ ગરીબી નહી પણ કુબુદ્ધિ.
667પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
668પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !!
669પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
670પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ?
671પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે, એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ... પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે
672પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો.
673પોતાના આત્મા આ૫ણો સૌથી સારો અને સાચો મિત્ર છે, તેથી એના આદેશ પ્રમાણે ચાલવું જોઈએ.
674પોતાના કાર્યક્ષેત્રને આનંદદાયક બનાવો. સંપૂર્ણ તત્પરતા તથા ઈમાનદારીથી કર્મની પૂજા તથા ‘યોગઃકર્મસુ કૌશલમ’ ના ભાવથી કામ કરો. ૫રિશ્રમ સફળતાની ચાવી છે, તેથી મહેનતથી ભાગશો નહિ. આળસ અત્યંત ઘાતક શત્રુ છે.
675પોતાના દુઃખમાં અન્ય જવાબદાર નથી, ખુદના કર્મોજ જવાબદાર છે.
676પોતાના દોષ શોધી કાઢવા એ જ્ઞાની માણસોનું કામ છે.
677પોતાના મગજમાં સદ્દવિચારોને વધારતા રહી એ પ્રમાણે કાર્ય કરો.
678પોતાના વિચારો ૫ર વિચાર કરો અને હલકા વિચારોને વીણીવીણીને બહાર કાઢી નાખો.
679પોતાનાં ક૫ડાં સ્વયં ધુઓ.
680પોતાનાં સંતાનોને જે ઉધમીપણાની  ટેવો પડે છે , તેઓ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે.
681પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે.
682પોતાની જાતને ઓળખવી તે અત્યંત મુશ્કેલ તો છે- એ કામ અતિશય અળખામણું પણ છે.
683પોતાની ભૂલ પોતે જ સુધારે તે અત્યંત સારું છે બીજા કોઈ એની ભૂલ સુધારે તે કરતા.
684પોતાનું કાર્ય સ્વયં કરવામાં ગૌરવ અનુભવો, બીજા પર નિર્ભરતાનો ત્યાગ કરો, સ્વાવલંબી બનો, શક્ય હોય ત્યાં સુધી બીજાની મદદ ન માગો.
685પોતાને પ્રતિકૂળ અને દુ:ખદાયક લાગે તેવો વ્યવહાર બીજા સાથે પણ ન કરો.
686પોતાને મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરો, તો તમે દરેક કામમાં સફળ થશો.
687પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે અન્ય લોકોની સેવામાં પોતાની જાતને ભૂલી જાઓ.
688પોતે મરીને બીજાને જીવાડવાની તૈયારી માણસની વિશેષતા છે.
689પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે.
690પ્રતિકુળ સંજોગોમાં પણ દ્ધેર્ય રાખનારા યોગી ગણાય. આવા યોગી સો ટકા સફળતાને વારે છે.
691પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે.
692પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે.
693પ્રત્યેક કામ હિંમત અને શાંતિથી કરો એ જ સફળતાનું સાધન છે.
694પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે.
695પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે.
696પ્રભુના સિંહાસન પાસે દયા બે રીતે મેળવી શકાય છે- પાપના ખુલ્લા એકરારથી અને કરેલા ખોટાં કર્મોને સુધારી લેવાથી.
697પ્રસન્ન ચિતવાળાની બુદ્ધી જલદી સ્થિર થાય છે
698પ્રસન્ન રહેવાનો એક રસ્તો એ પણ છે કે જ્યાં અને જયારે કોઈને મળો ત્યારે પ્રસન્નતા એવી રીતે વ્યક્ત કરો,જાણે એ ત્યાં પહેલેથી જ મોજુદ હતી.
699પ્રસન્નતા આત્માનું સ્વ્વાથ્ય છે અને ગમગીની આત્માનું ઝેર છે.
700પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખી રહે છે.
701પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે.
702પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે.
703પ્રસંસા સદગુણોનો પડછાયો છે.
704પ્રાચીન કાળમાં તપનું ઘણું મહત્વ હતું. આજે લોકો તપને અભાવે જ જીવન-પથથી ભ્રષ્ઠ થાય છે.
705પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
706પ્રારબ્ધ  અને  પુરુષાર્થ  બંનેના માર્ગ  ભિન્ન  છે, છતાં  જયારે  તેઓ  જ્યાં  મળે  છે  ત્યાં  અદભુત સફળતા પ્રગટે  છે.
707પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રભુકૃપાનાં સમન્વયથી સફળતા મળે છે.
708પ્રાર્થના ઈશ્વરનો મોબઈલ નંબર છે, ‘નેટવર્ક’માં રહો તો રીંગ વાગે જ!
709પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક.
710પ્રાર્થના એટલે ઇશ્વરને પોતાનાં બનાવવાનો વશીકરણ મંત છે.
711પ્રાર્થના ધર્મનો  સ્તંભ અને  સ્વર્ગની ચાવી છે.
712પ્રેમ અને શંકાને કદી બોલવાનો વ્યવહાર થયોજ નથી.
713પ્રેમ આપવો એ ફરજ છે.. પ્રેમ પામવ એ કળા છે.. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે.. પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે.
714પ્રેમ એ જબાનની નહિ, આંખોની ભાષા છે.
715પ્રેમ એક રમત છે, જેમાં બુધ્ધીની હાર છે.
716પ્રેમ કેવી રીતે કરવામાં આવે છે તે ફક્ત સ્ત્રીઓ જ જાણે છે.
717પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે.
718પ્રેમ માણસનું સદભાગ્ય ખૂંચવી લે છે.
719પ્રેમ સ્વર્ગનો માર્ગ છે, માનવતાનું બીજું નામ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે.
720પ્રેમની સાચી ભાષા પુષ્પ છે.
721પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે.
722ફક્ત કશું ન કરનારા માણસને જ આળસુ કહેવાય એવું નથી , પણ જેને સારું કે અગત્યનું કામ કરવાનું હોવા છતાં તેને છોડી બીજા કામમાં રચ્યોપચ્યો રહે તે પણ આળસુ કહેવાય.
723ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો , વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.
724ફૂલો પાસે થી સંદેશ મળે છે કે સૌંદર્ય નાશવંત છે...
725બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે
726બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે.
727બદલો લેવો તે સાહસ નથી પણ સહન કરવું તે સાહસ છે.
728બધાજ કાઈ ને કાઈ મોટુ મેળવવાની કોશિશ કરે છે પણ તેઓ ને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુ ઓ થી જ સમ્પુર્ણ થાય છે .
729બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ કરે.
730બહારથી અનુભવ કરાવવા કરતાં જે અંદરથી અનુભવ કરાવે તે જ સર્વોતમ આલોચના છે.
731બહારથી દૂધ દેખાય પણ અંદર ઝેર ભરેલું હોય એવો ઘડો જેમ તજવા યોગ્ય છે તેમ મોઢેથી મીઠી વાતો કરીને પાછળથી ટીકા કરનાર મિત્રને તજી દેવો યોગ્ય છે.
732બહુ બોલવાથી લાભ નહી પણ હાની થાય છે.
733બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ.
734બાળકોને તર્કથી  નહી ઉદાહરણ આપી સમજાવો.
735બિહામણા અંધકારથી ડરીના જતા, ભયાવહ અંધારું દીવાસળીની જ્યોતથી પણ મ્હાત થઇ જાય છે.
736બીજા પાસેથી જેવા વહેવારની અપેક્ષા રાખો તેવો જ વહેવાર તમે બીજા સાથે રાખો.
737બીજા માટે ઉપયોગી થવા જેટલો પ્રેમ રાખો.
738બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી.
739બીજાઓ ને તેઓ ના સપના સાકાર કરવા મા મદદ કરો ...અને તમે તમારા સપના સાકાર કરશો.
740બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો. પછી મને ખબર પડી કે બીજાઓ મારો મુદ્દલ વિચાર કરતા પણ નહોતા પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા-ત્યારે મારી   ફિકર મેં છોડી દીધી.
741બીજાઓનો દોષ ન કાઢવો એ બીજાઓને જેટલો નથી બચાવતો તેટલો જ આપણને બચાવે છે.
742બીજાના પરસેવાનો રોટલો પડાવી લેવા માણસ દયાળુ પ્રભુની સહાય શોધે એના જેવું બીજું શું ક્રૂર હોઈ શકે?
743બીજાના મનના ભાવ સમજવામાં આપણને સમય લાગે છે પણ કોઈક વાર તો આપણા પોતાના મનના ભાવ પણ આપણે સમજી શકતા નથી.
744બીજાની નિંદા અને ત્રુટીઓ સાંભળવા સમય બરબાદ ન કરો.
745બીજાનીઓની  આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે.
746બીજાનું ભલું કરવાની પ્રવુત્તિ તે ઉદારતા છે, ગરીબોના પોષણ માટે ધનનું દાન કરવું ઉદારતા છે, એ દયાનું કાર્ય છે, એ દાનશીલતા છે, ઉદારતામાં બધા ગુણો સમાયેલા છે.
747બીજાને ખરાબ કહેવાથી આપણે પોતે જ ખરાબ થઈએ છીએ કારણ આપણા દોષ દૂર કરવાને બદલે આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ.
748બીજામાં ખામીઓ જોવાની વૃતિ જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી.
749બીજું કાંઈ ન આપી શકો તો કાંઈ નહી અન્યને અભિનંદન તો જરૂર આપજો જ.
750બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માંગે છે ,હૃદય એ જ ગુણો પોતાની અંદર માંગે છે.
751બુદ્ધિ નો એક જ આગ્રહ અને એક જ માંગ સામા એ જ સારા બનવું જોયએ, સામા એ જ સારા રેહવું જોયએ, સામા એ જ સારું કરવું જોયએ,
752બુદ્ધિમાન મનુષ્યને જેટલા અવસર મળે છે, તેનાથી વધુ તો તે બનાવે છે.
753બુદ્ધિમાન માણસ અપમાન સહન કરીને  અને અભિમાનનો ત્યાગ કરીને પોતાનું કામ કરી લે છે.
754બુદ્ધિશાળી – તેજસ્વી માણસ કરતા સમજદારની આબરુ વધારે ગણાય.
755બુધ્ધિશાળી પોતાની બુધ્ધિ થી પૈસાદાર બની શકે છે , પૈસાદાર પૈસાથી બુધ્ધિશાળી બની શકતો નથી.
756બૂરા સાથે પણ ભલાઈ કરો. એક રોટલાનો ટુકડો નાખી કૂતરાનું મો બંદ કરી દેવું સારું છે.
757બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે.
758ભગવાન  કહે  માણસ ને , જો  તું  એમ  કહે  કે  આ  મારું , આ  મારું , તો  હું  તને  ’મારું’(મારવું) પણ  જો  એક  વાર  તું  દિલ  થી  કોઈને  કહી  દે જા, આ  તારું તો  હું  તને  ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો)
759ભગવાન સદા ભક્તના હ્રદય-મંદિરમાં રહે છે અને પોતાના પ્રિય ભક્ત સાથે હંમેશ વાર્તાલાપ કરે છે.
760ભગવાને તમારી સાથે જવી ઉદારત રાખી છે એવી જ ઉદારતા તમે બીજા લોકો સાથે ૫ણ રાખો.
761ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે જે બધા પર દયાભાવ રાખે છે.
762ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે.
763ભલાઈનો માર્ગ ભયથી ભરેલો છે, પરંતુ તેનું પરિણામ અતિ ઉત્તમ છે.
764ભવિષ્યની ચિંતામાં વર્તમાનના સુખનો ભોગ આપનારા લોકોની ગણના બૌધિક તરીકે થવા લાગી છે!
765ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી , પણ હિંમત રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે.  
766ભાગ્યના ભરોસે બેસી રહેનાર કાયમને માટે ગરીબ જ રહે છે.
767ભારતના પ્રત્યેક માણસના મનમાંથી આળસ દૂર થશે ત્યારે જ ગરીબી દૂર થશે.
768ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.
769ભૂખ વગર ખાધેલું પચતું નથી તેવી રીતે દુ:ખ વગર સુખ પણ પચતું નથી.
770ભૂમિ પરની ગંદી વસાહતો કરતા મનોભૂમિ પરની ગંદી વસાહતો માનવજાત માટે વિશેષ ખતરનાક છે.
771ભૂલ કરવામાં પાપ તો છે જ, પણ એને છુપાવવી એ તો એનાથી પણ મોટું પાપ છે.
772ભૂલ કરીને શીખે તો છે પણ એનો એ મતલબ નથી કે જીવનભર ભૂલ જ કર્યા કરે અને કહે કે હું શીખી રહ્યો છું.
773ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે
774ભોગથી આત્માનું શોષણ થાય છે, ત્યાગથી આત્માને પોષણ મળે છે.
775ભોજન ૫છી મૂત્રત્યાગ કરો.
776મગજમાં સતત સદ્દવિચારો જ છવાયેલા રહે એના ઉત્તમ ઉપાય એ છે કે દરરોજ નિયમિત રૂપે સદ્દસાહિત્યનું વાંચન કરવામાં આવે.
777મન જ મનુષ્યને સ્વર્ગ અથવા નર્કમાં લઇ જાય છે. સ્વર્ગ અથવા નર્કમાં જવાની ચાવી ઈશ્વરે આપણા હાથમાં જ મૂકી દીધી છે.
778મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે. વિશ્વ પરમાત્માનું વ્યક્ત રૂપ છે. નબળી બાજુ જોવા કરતા ઊજળી બાજુનું દર્શન કોઈપણ શાસ્ત્ર કરાવે તો વધુ સારી સેવા માનવજાતની એ શાસ્ત્રના જ્ઞાતાએ કરી ગણાય.
779મન પચરંગી છે, ક્ષણે ક્ષણે તેનો રંગ બદલાય છે. એક જ રંગમાં રંગાયેલા કોઈ વિરલા જ હોય છે.
780મન મક્કમ હશે અને પુરુષાર્થ કરતાં રહેશો તો સફળતા આપોઆપ મળશે.
781મન સદા રહેતા શીખી જાય તો આફતના સમયમાં પણ નુકસાન ન થાય. કાયમ લાભ પાંચમ જ રહે.
782મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી.
783મનની બદલાયેલી પ્રવુતિ માનવીનું ચારિત્ર્ય, ટેવો અને જીવનને બદલી નાખે છે.
784મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો !
785મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ.
786મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે.
787મનને મજબૂત બનાવવાની એટલી જ જરૂર છે , જેટલી શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે.
788મનરૂપી હાથીને વિવક વડે અંકુશમાં રાખી શકાય છે.
789મનુષ્ય ઘણા હોય છે, પણ મનુષ્યતા વિરલાઓમાં જ હોય છે.
790મનુષ્ય જીવન શ્રેષ્ઠ બનાવવામાં કે બરબાદ કરવામાં વિચારોનો ફાળો બહુ મોટો છે.
791મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે.
792મનુષ્યના જીવન અને તેની ક્રિયાઓ ઉ૫ર વિચારોનું આધિ૫ત્ય રહેવાના કારણે વિચારો પ્રમાણે જ જીવનનું ઘડતર થાય છે.
793મનુષ્યને નુકશાન કરવાને બદલે ભલાઈ, પાપને બદલે સુકર્મ, અધર્મને બદલે ધર્મ તથા અંધકારને બદલે પ્રકાશ કરવાનું પસંદ કરવું જોઈએ.
794મને પૂરો વિશ્વાસ છે કે હું પર્વતોને પણ હલાવી શકું છું, છતાં જો મારામાં દાન ભાવના નથી તો હું કંઈ નથી.
795મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે.
796મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.
797મહાન વ્યકિતનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે.
798મહાન વ્યકિતને નમ્રતાને પોતાનો પાયો બનાવવો જોઇએ.
799મહેનત અને બુદ્ધિથી કામ કરનાર પાસે લક્ષ્મી દોડી આવે છે. આળસુ અને અક્કલહીન પાસે લક્ષ્મી દૂર દોડી જાય છે.
800માણસ કઈ રીતે રમત ખેલે છે તેમાંથી એના ચારિત્રનો એક અંશ દેખાય છે. રમતમાં એ કેવી રીતે હારે તે એનું સમગ્ર ચારિત્ર છતું કરે છે.
801માણસ ગમે તેટલો સમર્થ હોય,પણ ઉકળતા પાણીમાં એ કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી.
802માણસ જયારે કોઈ દુન્વયી વસ્તુમાં મન પરોવે છે ત્યારે તેને દગો થાય છે. તમે સંસારિક વસ્તુઓથી આસક્ત થઇ સુખી નઈ થાઓ, એ જ દૈવી વિધાન છે.
803માણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે.
804માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી.
805માણસ ને જો અહમ અને નિદા અને અપમાન પિતા આવડે તો એ માનવ નહી દેવ જ છે
806માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે!
807માણસ પોતાની જાતને જેટલો નડે છે તેટલી બહારની વસ્તુ કે વ્યક્તિ નડતી નથી.
808માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે.
809માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં !
810માણસ માથું ઊંચું રાખી આગળ વધવા જન્મ્યો છે. ઝૂકવા માટે નથી જન્મ્યો. કોઈનું અયોગ્ય દબાણ સહન ન કરો, અન્યાય ન સહો. સત્યની રક્ષા માટે જરૂર પડે તો પ્રાણાર્પણ કરી દો.
811માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી !
812માણસના ચારિત્ર્યની ખબર તેની  વાતચીત પર થી થાય છે.
813માણસના જીવનનું સંચાલન વિચારો દ્વારા જ થાય છે.
814માણસની સૌથી સાચી ઈચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહિ.
815માણસનું હ્રદય જ્યાં સુધી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદીરમાં પરમાત્મા તેને મળશે નહી.
816માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી
817માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે !
818માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો .
819માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
820માણસો ધાર્મિકને બદલે આધ્યાત્મિક બનેતો મોટા ભાગની સમસ્યાઓ ઉકાળી જાય.
821માતા પિતા એ આપેલા સંસ્કાર અને આશીર્વાદ એ કુટુબ અને સમાજ રૂપી ઇમારતની ઈટ રેતી અને સિમેન્ટ છે.
822માતાનું હૈયું એ શિશુની શાળા છે.
823માતા-પિતા, ગુરુજન તથા વડીલોના ચરણસ્પર્શ કરીને પ્રણામ કરો.
824માથે પડેલી આપત્તિ જ માણસને સૌથી મોટી લાગે છે તે સિવાય બીજી કોઈ આપત્તિ હોઈ શકે એવું સહેલાઈથી યાદ આવતું નથી.
825માન હો કે અપમાન,માને સમાન તે મહાન.
826માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે.
827માનવી એટલો જ મહાન બનશે જેટલો એ પોતાના આત્મામાં સત્ય, ત્યાગ, દયા, પ્રેમ અને શક્તિનો વિકાસ કરશે.
828માનવી જીવનનો મર્મ એણે જે સિધ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિધ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે.
829માનવી જો સાચી રીતે પોતાને ન ઓળખે તો તે સાચી રીતે પોતાની જાતને સમર્પિત કરી શકતો નથી.
830માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે.
831માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી.
832માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલ્કે એમાં છે કે તે શું બની શકે છે.
833માનવીને એનો રોજનો નીરસ વ્યવહાર એટલો બધો વ્હાલો છે કે એની આગળ ગમે તેટલી ઉચ્ચ અને ઉદ્ધત વસ્તુ જતી કરવા એ તૈયાર થાય છે.
834માનવીય શક્તિઓમાં વિચાર શક્તિનું સવિશેષ મહત્વ છે.
835મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય !
836મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે
837મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો .
838મિત્રતા એ એક નાજુક જવાબદારી છે.
839મુક્તિ માટેની સામગ્રીમાં ભક્તિ બધાથી ઉંચી છે- પોતાના સ્વરૂપનું અનુસંધાન જ ભક્તિ છે.
840મુખમાં શું જાય છે ( ભોજન ) તેનાં કરતાં પણ મુખમાંથી શું નીકળે છે,( ભાષા ) તે અતિ મહત્વનું  છે.  
841મુર્ખ માણસ કરતાં સમજુ ઢોર રાખવું સારું છે.
842મુશ્કેલીનો સામનો કરવો તેનું નામ જિંદગી.
843મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
844મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની ક્ષદ્ધા ધાયુઁ કામ કરી જiય છે.
845મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો .
846મૌન  સર્વોતમ  ભાષણ  છે. જો  બોલવું  જ  પડે  તો  ઓછામાં ઓછું  બોલો,  એક  શબ્દથી  ચાલે  તો  બે  ન  બોલો.
847મૌન એક એવું તત્વ છે કે જેમાં મહાન વસ્તુઓ એકસાથે સર્જાય છે અને છેવટે જીવનના પ્રકાશમાં સંપૂર્ણ અને ભવ્ય બનીને સાકાર થાય છે.
848મૌન કોઈ કોઈ વાર વાણી કરતાં પણ વાચાળ હોય છે.
849મૌન તો પારસમણી છે; જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવણઁ બની જાય છે.
850મૌન રહીને પોતાની સુરક્ષા કરો. મૌન તમારી સાથે વિશ્વાસધાત નહીં જ કરે !
851મૌન રહો અને પોતાની સુરક્ષા કરો. મૌન કદી તમારો વિસ્વાસઘાત નહી કરે. ના બોલવાનાં નવગુણ.
852મૌન વાર્તાલાપની મહાન કલા છે. મૌનના વુક્ષ્ પર શાંતિનું ફળ લાગે છે.
853યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ.
854યુવાની ના છોડ પર અનુભવ ના ફૂલ વહેલા આવતા નથી અને જયારે આવે છે ત્યારે સરજાઇ ચૂકેલ ભૂલ માંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ હોય છે.
855રામરૂપી અગ્નિ ઘર  ઘરમાં રહેલો છે, પરંતુ હૃદયરૂપી ચમક નહી લગાવાથી ધુમાડો થઈને રહે છે.
856રોગ કરતા રોગની ચિંતા વધારે ખરાબ છે.
857રોજબરોજનો સમસ્યામાં ગુંચવાયા વગર દોડતા રહો તો એ દોડ મહાનતા તરફ લઇ જઈ શકે છે.
858લક્ષ્યને જ પોતાનું જીવન-કાર્ય સમજો. દરેક ક્ષણે એનું જ ચિંતન કરો, તેનાં જ સ્વપ્નો જુઓ અને તેને સહારે જીવો.
859લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
860લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
861લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે.
862લંગડો પોતાની કાંખઘોડી દુશ્મનનાં માથામાં મારવામાં ન વાપરે એમાજ એનું ડહાપણ રહેલું છે.
863લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે. દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનભર જળવાઈ રહે છે.
864લોકો આપણા વિષે “આપણે કેવા દેખાઈએ છીએ” એનાથી નહિ પણ “આપણે શું કહીએ છીએ” એના પરથી અનુમાન લગાવે છે.
865લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા એ આશ્ચર્ય ની વાત છે.
866લોકો શું કહે છે તેની ચિંતા ન કરો. શું કરવું જોઈએ તેના ૫ર વિચાર કરો. નીતિ, ધર્મ, મર્યાદા તથા સંસ્કૃતિને અનુરૂ૫ આચરણ કરો.
867લોભ અને કરકસર… આ બન્ને વચ્ચેનું અંતર સમજનાર માણસ સફળ અને સુખી થઇ શકે.
868લોભીનું પેટ કદી ભરાતું નથી, લોભ સાથે ક્ષોભ જોડાયેલો જ રહે છે.
869વગર હકનું , વગર મહેનતનું ને જરૂરિયાત વગરનું ભેગું કરનારો આત્માને છેતરનારો છે.
870વધારે પડતા કાર્યનો બોજો નહિ પણ અનિયમિતતા માનસને મારી નાખે છે.
871વધુ પડતી પ્રશંસા અને વધુ પડતી માવજત શંકા પ્રેરવી જોઈએ.
872વરસાદનો જશ જેને લેવો હોય, તેણે દુકાળની ગાળો સાંભળવા પણ તૈયાર રહેવું પડશે.
873વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
874વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી.
875વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ!
876વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે.
877વિચાર શક્તિથી સં૫ન્ન વ્યક્તિ સાધનહીન હોવા છતાં ૫ણ પોતાની ઉન્નતિ અને પ્રગતિનો માર્ગ શોધી કાઢે છે. આ વિચાર શક્તિ દ્વારા જ મહાપુરુષો પોતાના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે.
878વિચાર શક્તિના આધારે જ આધ્યાત્મિક વ્યક્તિ મુશ્કેલ ભવબંધનોને ભેદીને આત્મસાક્ષાત્કાર કરી લે  છે.
879વિચારની જાગ્રુતી વિના માનવી જીવનમાં કદી પ્રગતી કરી શકતો નથી.
880વિચારનો દીપક બુઝાઈ જાય ત્યારે આપનો આચાર આંધરો થઇ જાય છે.
881વિચારો પર કોઈ નો એકાધિકાર નથી .
882વિચારોનું ઘર્ષણ એટલી હદે આગળ ના વધી જાય કે લાગણી ના સંબધો ને એ છિન્ન ભિન્ન કરી નાખે.
883વિચારોને અમલમાં મૂકવાની એક મજા છે, તેમાં એક પ્રકારનો જુસ્સો હોય છે, તેનાથી જાગૃતિ આવે છે, તેનાથી સંતોષનું ઝરણું ફૂટી નીકળે છે.
884વિદ્યા અમુલ્ય અને અનશ્વર ધન છે.
885વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે.
886વિદ્યા પોતે જ એક શક્તિ છે.
887વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા પ્યાપ્ત થાય છે, યોગ્યતાથી ધન મળે છે, ધનથી ધર્મની અને ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે.
888વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી.
889વિધા એ તો પુરુષની અનુપમ કીર્તિ છે.
890વિધારૂપી  ધનની  કોઈ  ચોરી  કરી  શકતું  નથી,  રાજા  દંડના રૂપમાં  લઈ  શકતો  નથી,  ભાઈ  ભાગ  પડાવી  શકતો  નથી, એનો  ભાર  હોતો  નથી, તે  દાન  દેવાથી  નિત્ય  વધે  છે  અને  સર્વ  ધનોમાં  શ્રેષ્ઠ  છે.
891વિધાર્થી શિક્ષકપરાયણ હોવો જોઈએ,  શિક્ષક વિધાર્થીપરાયણ હોવો જોઈએ,  બેય જ્ઞાનપરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવાપરાયણ હોવું જોઈએ  ને  સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ.
892વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે.
893વિવક ની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે.
894વિવક નું પ્રથમ કાર્ય મિથ્યાત્વને ઓંળખાવાનું અને બીજું કાર્ય સત્યને જાણવાનું છે.
895વિવક બુદ્ધિની પૂર્ણતા છે, જીવનનાં બધાં જ કર્તવ્યોમાં તે આપણો પથપ્રદષક છે.
896વિવક માનવીનો સૌથી મોટો મિત્ર છે.
897વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે.
898વિશ્વાસ  વિના  ભક્તિ  થતી  નથી. ભક્તિ  વિના ભગવાન  પીગળતા  નથી  અને  ભગવાનની  કૃપા  વિના  જીવ સ્વપ્નમાં પણ  શાંતિ  પ્રાપ્ત  કરતો  નથી.
899વિશ્વાસ અને પ્રાર્થના આત્માનાં બે વિટામીન છે. કોઈ પણ વ્યક્તિ આની વગર સ્વસ્થ જીવન જીવી શકે નહીં.
900વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે.
901વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધાં જ વરદાનોનો આધાર છે.
902વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે.
903વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી.
904વિશ્વાસના પાયા વિના જીવનની ઇમારત  ઊભી રહી શકતી નથી.
905વિશ્વાસમાં વિશ્વાસ , પોતાનામાં વિશ્વાસ , ઇશ્વરમાં વિશ્વાસ – આજ મહાનતાનું રહસ્ય છે.
906વિષયુક્ત તૃષ્ણા જેને પકડી લે છે તે માનવીનું દુ:ખ જંગલી ઘાસની જેમ સતત વધતું રહે છે.
907વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો.
908વૃતિ સારી ન હોય તેની પ્રવૃતિના વખાણ ક્યારેય ન કરવા
909વેદ, પુરાણ, ગીતા, ઉ૫નિષદ, રામાયણ, મહાભારત વગેરે ધાર્મિક સાહિત્ય ઉ૫રાંત સારા અને ઉચ્ચ વિચારો વાળા સાહિત્યકારોનાં પુસ્તકો વાંચવા જોઈએ.
910વેદના અને હર્ષ , પ્રકાશ અને છાયાની જેમ એક પછી એક આવે છે.  
911વેર લેવું કે વેર બાંધવું એ મનુષ્યનું કર્તવ્ય નથી. એનું કર્તવ્ય તો ક્ષમા છે.
912વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ હૃદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે.
913વૈર, વૈભવ, વ્યસન અને વ્યાજ વ્હાલા થઈને કરશે નારાજ. વધારશો તો ખોસો લાજ, અને ઘટાડશો તો કરશો રાજ.
914વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ સહન કરવાની તાકાત ન હોય તો ક્યારેય કોઈના પ્રેંમમાં પડતા નહિ.
915વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
916વ્યર્થ આશામાં બંધાયેલો મનુષ્ય હૃદયને સુકવી નાખે છે, અને આશાની શૃંખલા તૂટતા જ તે સ્વયં તૂટી જાય છે.
917વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે.
918વ્યવહારોની શુદ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્ય નાં બે મુખ્ય લક્ષણો છે.
919વ્યસન તો બેધારી તલવાર છે. એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે.
920વ્રુક્ષ એ વાસ્તવિકતા છે,બીજ એ સંભાવના છે. જરૂર નથી કે દરેક સંભાવના વાસ્તવિકતા જ બની રહે,  પુરુષાથૅ જો સમ્ય હોય , નિષ્ઠા જો સરસ હોય અને વાતાવરણ જો અનુકુળ હોય તો શક્ય છે  કે આજે જે દેખાતી સંભાવના છે એ કાલે વાસ્તવિકતા પણ બની જાય.
921શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. કોઈ પણ શત્રુ નાનો હોતો નથી.
922શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે.
923શંકા કરી ને બરબાદ થઇ જવું એના કરતા, વિશ્વાસ કરી ને લુટાઈ જવું વધારે સારું છે…
924શારીરિક ઉદ્યોગ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. જે ઉદ્ધમ નથી કરતા તે ચોરીનું અન્ન ખાય છે.
925શાલીન બનવાથી બધું જ પ્રાપ્ત થાય છે.
926શાંતિ નો વિજય પણ યુદ્ધના વિજયોથી ઓછો મહત્વપૂર્ણ નથી.
927શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકતિ છે. શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે.
928શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ.
929શાંતિથી ક્રોધને,નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ.
930શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે.
931શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’ કળા.
932શુદ્ધ તપશ્ચર્યાના બળથી એકલો માણસ પણ આખા જગતને ધ્રુજાવી શકે છે, પરંતુ તેને માટે અતુટ શ્રદ્ધાની આવશ્યકતા છે.
933શેરડી પીલસો તોય એ મીઠા રસનું ઝરણું વહેરાવસે, ચંદનને ધસશો તોય એ શીત સૌરભની મહેફિલ જમાવશે , ઝાડને પથ્થર મારસો તોય એ મધુર ફળ આપશે , ધૂપને બાળસો તોય એ સુગંધના ગોટા ઉછાળશે, સજ્જનને અજ્ઞાનતાથી છેડશો તોય એ કરુણાભીની નજરે ક્ષમા જ આપશે.
934શૌચ,દાઢી,મંજન તથા સ્નાન વગેરે માટે સ્વદેશી વસ્તુઓનો ઉ૫યોગ કરો. દાંત, આંખ, નાક, કાન સહિત શરીરની સારી સફાઈ કરો, સ્નાન પૂર્વે ઋતુ અનુસાર માલિશ કરો.
935શ્રદ્ધા અને વિશ્વાસ, સફળતાની પાંખો છે.
936શ્રદ્ધા અને સમર્પણ વડે કરેલી સાધના જ સફળ થાય છે.
937શ્રદ્ધા વિના કરેલો હવન, આપેલું દાન, તપ કે કોઈ પણ શુભ કર્મ અસ્ત કહેવાય છે, શ્રદ્ધા વિનાનું આ કામ લોકમાં કે પરલોકમાં લાભદાઈ થતું નથી.
938શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર.
939શ્રધ્ધા રાખવાથી નવું ઉત્પન્ન કરી શકાય છે.  આશા રાખવાથી આશીવૉદ પ્રાપ્ત થાય છે.  સ્નેહથી અદૃભૂત કાયૅ કરી શકાય છે.
940સજ્જન પુરુષની વાસ્તવિક પરિભાષા એ જ છે કે તે કદી કોઈ વ્યક્તિને પીડા આપતો નથી.
941સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે.
942સજ્જનતા સાચવવા સતત સાવધાન અને સચેત રહેવું પડે છે, જયારે દુર્જનતા દર્શાવવા દસ સેકંડ પુરતી હોય છે.
943સજ્જનોનો સ્વભાવ સૂપડા જેવો હોય છે તેથી તેઓ દોષરૂપી કચરાને દૂર કરી ગુણરૂપી વસ્તુને ગ્રહણ કરે છે, જયારે દુર્જનોનો સ્વભાવ ચાળણી જેવો હોય છે તેથી તેઓ દોષરૂપી કચરાને ગ્રહણ કરી લે છે અને ગુણરૂપી વસ્તુને ત્યજી દે છે.
944સતત શીખવાની વૃત્તિ વિકસિત કરો. હમેશાં કંઈક નવું (ભાષા, કલા વગેરે) શીખવાનો ક્રમ બનાવો.
945સત્કાર્યો,માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે.
946સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે છે.
947સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે.
948સત્ય એક જ છે અનેક નથી. સત્ય માટે સમજુ માણસ વિવાદમાં પડતા નથી.
949સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેની જેમ જેમ સેવા કરવામાં આવે તેમ તેમ અનેક ફળ નજરે પડે છે. તેનો અન્ત જ આવતો નથી.
950સત્ય બોલવું એ સારા અક્ષર લખવા જેવું છે અને તે ફક્ત ટેવ પડવાથી જ શક્ય છે.
951સત્ય માટે બધું જ છોડી શકાય છે પણ સત્યને કોઈ પણ ચીજ માટે છોડી શકાય નહિ, તેનું બલિદાન આપી શકાય નહિ.
952સત્ય,  સદાચાર,  શીલ,  અને સહિષ્ણુતાનો સરવાળો એટલે સોંદર્ય
953સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, ધીરજ, શુદ્ધ મન અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે.
954સત્યની સાચી જગ્યા હ્રદયમાં છે, મોઢામાં નહી.
955સત્યને દરેક વસ્તુનું બલિદાન આપી શકાય છે, પરંતુ સત્યનું બલિદાન કોઈપણ માટે કરી શકાય નહી.
956સદ્દગુણ વિના સુંદરતા અભિશાપ છે,
957સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ.
958સફળતા માટે આ ૩ કારખાના રાખો, મગજમાં બરફનું કારખાનું, જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું.
959સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી.
960સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી.
961સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
962સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં.
963સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
964સફળતાનો મૂળભૂત આધાર ઈચ્છા, તત્પર સક્રિયતા અને કાર્યમાં રુચિ છે.
965સમજતો હતો કે દુ:ખ મને જ છે, પરંતુ દુ:ખ તો આખી દુનિયાને છે. જ્યારે ઊંચે ચઢીને મેં જોયું ત્યારે મને લાગ્યું કે આગ તો દરેક ઘરમાં સળગી રહી છે.
966સમય એક બુઢો ન્યાયાધીશ છે જે બધા અપરાધીઓની પરીક્ષા કરે છે.
967સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે .
968સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે.
969સરલતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે. સરલ માણસ જ ધર્માત્મા થઇ શકે છે.
970સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
971સર્વમાં એક જ આત્માનો નિવાસ છે, સર્વ એક જ ઈશ્વરના રૂપો છે. બીજાને નુકસાન પહોચાડીને તમે પોતાને જ નુકસાન કરો છો. બીજાની સેવા કરવાથી તે પોતાની સેવા કર્યા જેવું થશે. બધા પર પ્રેમ કરો. કોઈનો પણ તિરસ્કાર ન કરો, કોઈનું પણ અપમાન ન કરો, મન વચન તથા કર્મથી કોઈને પણ હાનિ ન પહોંચાડો.
972સવારે અડધો કલાક ગાયત્રી મંત્રની કેસેટ વગાડો.
973સહનસીલતા એ જ સભ્યતાની ખરી કસોટી છે.
974સંકટ સમયમાં હિંમત ધારણ કરવી એ અર્ધી લડાઈ જીતવા બરાબર છે.
975સંતો કરતા પણ સત્ય શ્રેષ્ઠ છે, સત્યના અંશ માત્રથી સંતો પેદા થાય છે.
976સંતોષ આનંદ છે. અન્ય સર્વ દુખ છે. માટે સંતુષ્ટ રહે. સંતોષ તને પાર ઉતારશે.
977સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે.
978સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે.
979સંસારના ભોગોમાં ફસાઈ રહેલા લોકો વારંવાર જન્મે-મરે છે.
980સંસારમાં બીજું કશું ન આવડે તેનો વાંધો નથી.પણ ” એડજેસ્ટ ” થતાં આવડવું જોઈએ. સામો ” ડીસએડજેસ્ટ “થયા કરે, ને આપણને અનુકુળ થતાં આવડે તો કોઈ દુ:ખ જ ન હોય. માટે “ એડજેસ્ટ એવરી વ્હેર “
981સંસારમાં સજ્જન પુરુષ આઝાદ હોય છે,જયારે નીચ પુરુષ ગુલામ હોય છે.
982સંસારમાં સૌથી અઘરી વાત પોતાને ઓળખવું તે છે.
983સંસારરૂપી કટુ વ્રુક્ષનાં અમૃત સમાન બે ફળ છે:એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત.
984સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા , અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા.
985સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.
986સાચા મિત્ર હીરાની જેમ દુર્લભ છે. ખોટા મિત્ર પાનખરની જેમ બધે જ મળે છે.
987સાચા શિક્ષણનો અર્થ એ છે કે ઈશ્વરની આંખોથી બધી વસ્તુઓ જોતા શીખવું.
988સાચી ધાર્મીક્તા તો આપણી ચારે તરફ દીન, દુઃખી અને લાચાર માણસોને યથાશક્તિ સહાયક થવામાં રહેલી છે.
989સાચી સેવા માટે પહેલાં આવશ્યક શરત છે આત્મશુદ્ધી.
990સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે.
991સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે.
992સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે .
993સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે).
994સાત સાગરના પાણી કરતા માણસની આંખમાંથી કેટલુય વધારે પાણી આંસુરૂપે નીકળી ગયું છે.
995સાદગી ઉત્તમ સુંદરતા છે. ક્ષમા ઉત્તમ બળ છે. નમ્રતા ઉત્તમ તર્ક છે. મિત્રતા ઉત્તમ સંબંધ છે. તેને ધારણ કરીને જીવનને ઉત્તમ બનાઓ.
996સાપને દાતમાં, માખીને માથામાં, અને વીંછીને પૂંછડીમાં ઝેર હોય છે, પરંતુ દુર્જન પુરુષના અંગ અંગમાં ઝેર હોય છે.
997સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.
998સારા કામમાં સફળ થતા વાર લાગે છે પણ ખરાબ કામમાં જલ્દીથી સફળતા મળે છે.
999સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે.
1000સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે
1001સારા વિચારને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી.
1002સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ .
1003સારી સ્મરણ શક્તી તે કે જેને નમાલી વાતો ભુલી જતાં આવડે.
1004સાવધાન ! આળસ તમને છેતરી ન જાય ! તમે તેને માત્ર ‘આજ’ આપો છો, પણ તે તમારી ‘કાલ’ પણ ચોરી જાય છે.
1005સુખ અને શાંતિનું કારણ આપણી અંદર જ છે જો આપણે પણ હ્રદય અને મનને પવિત્ર રાખી શકીએ તો તીર્થોમાં ભટકવાની જરૂર નહીં રહે.
1006સુખ દુખ મનની સ્થિતિ છે, આ સમાજ વિકસે તો નિરંતર પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય.
1007સુખ ના પ્રવાહ હોય કે દુખ ના હો ઉભરા શોભે છે જયારે એની રજૂઆત કામ રહે.
1008સુખ નામનું તત્વ પૈસા, વૈભવ, વસ્તુ, પદ, પ્રતિષ્ઠામાં નથી. આ તત્વ મનના એક ખૂણામાં રહેલું છે.
1009સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ વધુ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. પણ જો તમારું ઘ્યાન બીજી બાબતોમાં પરોવશો , તો હળવેથી તમારા ખભા પર બેસી જશે.
1010સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી. તે તો અંદર જ છે. પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય.
1011સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે જ એની હાજરીને લક્ષમાં લેતા નથી.
1012સુખની ચાવી ત્યાગ અને સ્નેહ્પૂવક સમાધાન છે.
1013સુખી થવાની ચાવી આ છે, પાપ થાય તેવું કમાવું નહી, માંદા પડીએ તેવું ખાવું નહી, દેવું થાય તેવું ખર્ચવું નહી અને લડાઈ થાય તેવું બોલવું નહી.
1014સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે.
1015સુંદરતા તેને જોનારની આંખોમાં ઝબકે છે તેના કરતાં પણ વધુ એની ઝંખના કરનાઓના અંતરમાં ઝળહળે છે.
1016સુંદરતા શુંગાર વિના પણ મનને મોહિત કરે છે. સુંદરતાને આભૂષણો ની જરૂર નથી. કોમળતા આભૂષણોનો ભાર સહન કરી શકે નહી.
1017સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખુંદી વળીએ તો પણ એ જો આપણી અંદર નહી હોય તો હાથ લાગશે નહી.
1018સૂર્ય જેમ ઘરઘરમાં પ્રકાશ ફેલાવે છે તેમ સજ્જન પુરુષ વિના ક્હે બીજાઓની આશા પૂર્ણ કરી આપે છે.
1019સૂર્ય ની જેમ સતત કામ કરતા રહો , જેથી તમે અમૃતને પ્રાપ્ત કરી શકો.
1020સૂર્યોદય ૫હેલાં જાગી જાવ, આત્મબોધની સાધના કરો, પોતાના જન્મનો ઉદ્દેશ્ય તથા સ્વરૂ૫નું ચિંતન કરો. એક દિવસનું જીવન તથા નવો જન્મમાનીને તેને સફળ બનાવવાની યોજના બનાવો.
1021સેવા કરવા માટે પૈસાની જરૂર નથી પણ પોતાની સંકુચિતતા છોડવાની જરૂર છે.
1022સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે.
1023સેવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની.
1024સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી.
1025સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો..
1026સોંદર્ય શોભે છે શીલથી, ચારિત્ર્ય શોભે છે સંયમથી.
1027સૌથી મોટો ગરીબ-દુર્બળ એ છે, જેનો પોતાના ઉપર કાબુ નથી.
1028સૌથી વધારે લાભ તેને જ થાય છે કે જે સંતોષી હોય છે.
1029સૌથી સાચી અને મુખ્ય બાબત એ છે કે તમે તમારી જાત પ્રત્યે જ સાચા બનો.
1030સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે.
1031સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ !
1032સ્ત્રી એ પરમાત્માનો સૌથી મહાન જાદુ છે.
1033સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે.
1034સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક , તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી સાધિકા છે.
1035સ્ત્રી બધું જ કરી શકે છે પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ પ્યાર કરી શક્તી નથી.
1036સ્ત્રી મોટામાં મોટું દુ:ખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે.
1037સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી , પ્રોઢાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે.
1038સ્ત્રી, સ્નેહ, સરળતા એકજ વસ્તુનાં વિવિધ નામો છે.
1039સ્ત્રીઓનું સમ્માન કરો.તે આપણા પાથ્રિવ જીવનને સ્વગીર્ય ફૂલોથી સુગંધિત અને સુંદર બનાવે છે.
1040સ્ત્રીની આંખોમાં કાનૂન કરતાં પણ વધારે શક્તિ હોય છે. તેનાં આંસુ કોઈ પણ તર્ક કરતાં વધારે પ્રભાવશાળી હોય છે.
1041સ્ત્રીનું મન એટલે સુંદર ફળદ્રુપ જમીન ! સંભાળપૂર્વક એક વાર એમાં આદરનાં મૂળ ફૂટે એટલે જોતજોતામાં તો ઘટાદાર વ્રુક્ષ્ બની પ્રેમનાં ફળ આપવા માંડે !
1042સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે.
1043સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે , પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથે નુ સ્વપ્ન છે .
1044સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો , જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો.
1045સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે.
1046હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું છે.
1047હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી ,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્ની નજીક પહોચાય છે.
1048હંસ જેમ પોતાની આગળ મુકવામાં આવેલાં દૂધ અને પાણીનાં મિશ્રણમાંથી પાણીને છોડી દુધ પી લે છે, તેમ વિવેકશીલ પુરુષો જગતમાંથી સારું લઈ લે છે અને ખરાબનો ત્યાગ કરે છે.
1049હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે તેને મુગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી.
1050હિમાલય જેટલા સોના, ચાંદીના ઢગલા પાસે હોય તો પણ તૃષ્ણા સંતોષાતી નથી. કારણ તૃષ્ણા આકાશ જેવી અનન્ત છે.
1051હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી , કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ."
1052હિંમત એટલે શું? એનો અર્થ જ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.
1053હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નહ્તી.