| A |
| 1 | ‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું. |
| 2 | અનેક શાસ્ત્રો જાણકારા, બીજાઓની શંકાઓનું સમાધાન કરનારા બહુશ્રુત પંડિતો પણ ઘણી વખત લોભને વશ થઈ સંસારમાં દુઃખ પામે છે. |
| 3 | અવલોકનદૃષ્ટિ ગરૂડ જેવી બનાવો જે વિશ્વપદાર્થોનાં ઉપરછલ્લાં સ્વરૂપોને,ભીતરનાં ભંડારને બહાર લાવી શકે છે. એના ખરા સ્વરૂપને અનાવૃત્ત કરી શકે છે. |
| 4 | અહિંસા સત્યની શોધનો આધાર છે. |
| 5 | અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે. |
| 6 | આપણે જ્યારે સાંભળવા જેટલા સ્થિર- શાંત હોઈએ છીએ ત્યારે જ ભગવાન બોલે છે. |
| 7 | આપણે સમજીએ કે આપને ભોગ આપીએ છીએ, પણ ખરેખર તો ભોગ આપણને ભોગવતા હોય છે. |
| 8 | આવેશ અને ક્રોધને વશમાં કરી લેવાથી શક્તિમાં વધારો થાય છે. આવેશને આત્મબળના રૂપમાં જ પરિવર્તિત કરી શકાય છે. |
| 9 | એક સપનું પડી ભાંગે અને હજારો ટૂકડામાં વેરાઈ જાય તો એ ટૂકડાઓને વીણી ફરીથી પ્રારંભ કરવાનો ડર કદી રાખો નહીં. |
| 10 | ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો. |
| 11 | કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. |
| 12 | કામનો યશ કોને મળશે એ જોય વિના કામ કરવું એ કામ પતાવવાની અને યશસ્વી થવાની સારામાં સારી રીત છે. |
| 13 | કોઈ તરફ આંગળી ચીંધતા પહેલા વિચારજો બાકીની ત્રણ આંગળી તમારી તરફ ચીંધાય છે. |
| 14 | કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. |
| 15 | જેટલા દિવસ જીવો તેટલા દિવસ ફૂલ બની જીવો કાંટા બનીને નહી. |
| 16 | જેણે પોતાના મનને જીત્યું નથી તે પોતે પોતાના પ્રત્યે શત્રુની જેમ વર્તે છે. |
| 17 | જેનામાં નમ્રતા નથી આવતી તેઓ વિદ્યાનો સદુપયોગ નથી કરી શકતા, નમ્રતાનો અર્થ અહમભાવનો અત્યંત ક્ષય. |
| 18 | જેવી રીતે ખેતરનું રક્ષણ કરવા માટે વાડ ઊભી કરવામાં આવે છે તે જ પ્રમાણે નિજભાવ માટે નિયમ રૂપી વાડ કરી લેવી જરૂરી છે. |
| 19 | જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે. |
| 20 | તણખલુ ઊડીને આંખમાં પડે તો ડુંગર પણ ઢંકાઈ જાય. તણખલું એક પછી એક સુગરીની ચાંચમાં ચઢે તો કળાત્મક માળો રચાઈ જાય. જીવન તણખલું બનીને ઊડે તો એ ખુદ પરમાત્મા બની જાય. |
| 21 | તપ દ્વારા આપણામાં રહેલી દુર્બળતાનું શક્તિમાં તથા અજ્ઞાનનું જ્ઞાનમાં રૂપાંતર થાય છે. |
| 22 | તાપને તપમાં બદલી શકે તે જ્ઞાની. |
| 23 | તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ. |
| 24 | દરેક મનુષ્યમાં ખામી હોય છે. જો કોઈ ખામી વિનાનો મિત્ર શોધવા જાય તો તે મિત્ર વિનાનો રહે. આપણે જેમ ખામીથી ભરેલા છીએ છતાં આપણી જાતને ચાહીએ છીએ તેમ આપણા મિત્રોને પણ પ્રેમ કરવો જોઈએ. |
| 25 | દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે |
| 26 | નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે. |
| 27 | પહેલાં કદાપિ થયું નથી અને ફરીથી ક્યારે થવાનું નથી એવાં શુભ કાર્ય કરવાને માટેની પોતાની તક ન લાવે એવો કોઈ દિવસ ક્યારે ઊગ્યો નથી. |
| 28 | પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. આજનો સુવિચાર:- ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે. |
| 29 | પ્રાર્થના ઈશ્વરને બદલતી નથી, પણ જે પ્રાર્થે છે એ માણસને બદલે છે. |
| 30 | બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. |
| 31 | ભગવાન કસોટી કરે ત્યારે હિંમત ટકાવી રાખે તે જ સાચો વિશ્વાસુ ભક્ત. |
| 32 | મન એક સારું દર્પણ છે એના પર ધૂળ ન લાગે તેને માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. આપની પાસે પૂરી માહિતી ન હોય ત્યાં સુધી મનને શાંત રાખવું અને ઉતાવળે નિર્ણય ન લેવો. |
| 33 | મન કાળની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ ઈશ્વરનો આવિર્ભાવ થાય. |
| 34 | મને ભવિષ્યમાં રસ છે કારણ કે મારી બાકીની જિંદગી હું ત્યાં જીવવાનો છું. |
| 35 | માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે. |
| 36 | માણસની અંદર જે જે શક્તિ, જ્ઞાન અને પ્રેમરૂપે છે તે માત્ર અર્થ અને કામ એ બે પુરુષાર્થથી ખીલતી નથી, ધર્મથી ખીલે છે. |
| 37 | મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે, અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો. |
| 38 | મૌનમાં નિષ્ક્રિયતા નથી, પૂર્ણતા છે. મૌનમાં નિવૃતિ નથી, જાગૃતિ છે. |
| 39 | યુવાનીનો બધો સમય ઘડતરનો, વિકાસનો અને સભાનતાનો છે. એમાંનો એક કલાક પણ એવો નથી જે નિયમિત ધબકતો ન હોય, એમાંની એક પળ પણ જો વીતી ગઈ તો નિશ્ચિત થયેલું કામ ક્યારે થઈ શકતું નથી. |
| 40 | યૌવન ચાલ્યું જાય છે, પ્રેમ ઓસરી જાય છે, મિત્રતા ખરી પડે છે પરંતુ માતાનો પ્રેમ સદાય વધતો જાય છે એ જગતમાં શાશ્વત હકીકત છે. |
| 41 | રોગનો મિત્ર વૈદ્ય, રાજાનો મિત્ર મીઠાં વચન બોલનારો, સંસારથી પીડિત માનસનો મિત્ર સંત તેમજ લક્ષ્મી ખોઈ બેઠેલાનો મિત્ર જોષી છે. |
| 42 | વિચાર ભાગ્યનું બીજું નામ છે. |
| 43 | શ્રવણ અને મનનની ટેવ પાડો. આપણે કોણ છીએ? શું છીએ? ક્યાં છીએ? આ વિશ્વ ક્યાં છે? વિચારો. વાસ્તવમાં તમે ઈશ્વરથી જુદા નથી. |
| 44 | સન્માન અને પ્રસિદ્ધિ એ ખુજલીના રોગ જેવી છે. |
| 45 | સમાજમાં સજ્જન અને દુર્જન સાથે જ રહેતા હોય છે. જો દુર્જન પોતાનો સ્વભાવ છોડી શકતા ન હોય તો સજ્જને પોતાનો સ્વભાવ શા માટે છોડી દેવો જોઈએ? |
| 46 | સંજોગો બદલાય છે,વ્યવહાર નથી બદલાતા માણસ નથી બદલાતા ખાલી તેમના અભીગમ બદલાય છે. |
| 47 | સંયમ અને પરિશ્રમ માનવીના બે વૈદ્ય છે. |
| 48 | સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. |
| 49 | સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞાની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. |
| 50 | હિંમત એ નથી કે જ્યારે તમારી પાસે આગળ જવા શક્તિ હોય પણ એ છે કે જ્યારે તમારી પાસે શક્તિ ન હોય ને આગળ વધો તે છે. |
| 51 | હૃદય પાસે એવા કારણો હોય છે કે જે બુદ્ધિ સમજતી નથી. |
| 52 | હેતુ વગર હેત કરનાર માત્ર હરિ જ હોય છે. |
| 53 | બેફામ ઇચ્છા વાળું જીવન એ વન છે, માયૉદિત ઇચ્છા વાળું જીવન એ ઉપવન છે, પરંતુ ઇચ્છાઓથી પર થઇને જીવવું એ નંદનવન છે. |
| 54 | સૌથી વધુ વ્યસ્ત વ્યકિત ને દરેક કામ માટે પૂરતો સમય મળી રહે છે. |
| 55 | સાચી હિંમત ગમે તે જોખમ સામે ધસી જવામા સામે નહીં, પરંતુ વાજબી કારણ ને વળગી રહેવામા છે. |
| 56 | "આપણા ગણવાથી કે ન ગણવાથી પરિસ્થિતિ બદલાઈ નથી જતી, માટે હકીકતનો સ્વીકાર કરતાં શીખવું." |
| 57 | "ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી સકે છે,પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી સકતો નથી . |
| 58 | "ટૂંકા રસ્તા કદી લાંબા હોતા નથી અને સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી." |
| 59 | "ફક્ત તમારા કામને પ્રેમ કરો, કંપનીને નહીં. (કારણ કે) કંપની ક્યારે તમને પ્રેમ કરવાનું છોડી દેશે એનો કોઈ ભરોસો નથી." |
| 60 | "લોકો માટે તમે ત્યાં સુધી જ સારા છો, જ્યાં સુધી તમે તેમની અપેક્ષા પૂરી કરશો. એ જ રીતે લોકો તમારા માટે ત્યાં સુધી જ સારા છે, જ્યાં સુધી તમે તેમની પાસે કોઈ અપેક્ષા ન રાખો." |
| 61 | ‘આ મારું છે અને આ મારું નથી.’ ‘આ મેં કર્યું અને આ મેં કર્યું નથી.’ આ પ્રમાણે બડબડતા જીવને રાત્રી અને દિવસો રૂપી ચોરો ચોરી રહ્યા છે. |
| 62 | ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો. |
| 63 | ‘મને બધું જ્ઞાન છે’ તે બાબત જ અજ્ઞાનતાના પ્રમાણપત્ર સમાન છે. |
| 64 | ‘હું’ અને ‘મારું’ કરવા જતા ‘આપણે’ અને ‘આપણું’ કરવાથી જીવન વધારે સુખમય લાગે છે. |
| 65 | ”અરીસો” મારો સૌથી શ્રેષ્ઠ મિત્ર છે, કારણ કે… હું જ્યારે રઙું છું ત્યારે તે હસતો નથી. |
| 66 | ૫રમેશ્વરનો પ્રેમ ફકત સદાચારી અને કર્તવ્ય૫રાયણ લોકોને જ મળે છે. |
| 67 | ૫વનમુક્તાસન, પ્રજ્ઞાયોગ તથા નિત્ય પ્રાણાયામ કરો. |
| 68 | અગાઉ બધુ જ કેહવાયુ ગયું હોયુ છે છતાય તે તરફ કોઈએ લક્ષ્ય આપ્યું નહિ હોવાથી જ આપને ફરી ફરી ને તે કહેવું પડે છે. |
| 69 | અજાણ્યા સાથે એકદમ દોસ્તી કરવી નહી……અને કોઈ પર આંધળો વિશ્વાસ મૂકવો નહી. |
| 70 | અડધી દુનિયાનો ખ્યાલ એવો છે કે બીજા પાસેથી સેવા લેવામાં સુખ છે, પરંતુ ખરેખર સુખ તો બીજાની સેવા કરવામાં જ છે. |
| 71 | અઢારે પુરાણોનો સાર આ છે. પારકાનું ભલું કરવું તે પુણ્ય છે અને બીજાને દુ:ખ દેવું તે પાપ છે. |
| 72 | અદુરું કામ અને હારેલો દુશ્મન આ બંને બુઝાયા વગરની આગની ચીન્ગારીયો જેવા છે, મોકો મળતા જ એ આગળ વધશે , અને બેદરકાર માણસ ને દબાવી દેશે. |
| 73 | અનાયાસે પ્રાપ્ત થયેલી લક્ષ્મી, પરિશ્રમ તથા પુરુષાર્થ વગરનું જીવન અને સાચી ભુખ વિનાનું ભોજન આ ત્રણેય ભલે થોડો આનંદ આપે પણ સરવાળે તે હાનિકર્તા છે. |
| 74 | અનુમાન માત્ર સંભાવના છે. અનુમાનને સત્યનો પર્યાય સમજી લો તો પરેશાની વધી શકે છે. |
| 75 | અભિમાન નરકનું દ્વાર છે. |
| 76 | અભિમાનથી માનવી ફુલાઈ શકે છે ફેલાઈ શકતો નથી. |
| 77 | અભિમાનના આઠ પ્રકાર છેઃ ૧ સત્તાનું અભિમાન, ૨ સંપત્તિનું અભિમાન, ૩ બળનું અભિમાન, ૪ રુપનું અભિમાન, ૫કૂળનું અભિમાન, ૬ વિદ્વતાનું અભિમાન, ૭ કર્તવ્યનું અભિમાન. પણ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી |
| 78 | અભિમાની માણસને કદી સાચા મિત્રો હોતા નથી. જયારે તેઓ તવંગર હોય છે, ત્યારે તેઓ કોઈને ઓળખતા નથી અને જયારે વિપત્તિમાં હોય છે ત્યારે તેમને કોઈ ઓળખતું નથી. |
| 79 | અમીર હોવા છતાં પણ જેની ધનલાલસા ઓછી નથી થઇ તે સૌથી વધુ ગરીબ છે. |
| 80 | અલ્પમાંથી જે દાન આપવામાં આવે છે તે લાખો-કરોડો દાનની બરાબરી કરે છે. |
| 81 | અવલોકનશક્તિ તથા સામૂહિક જ્ઞાનથી છુપાયેલા ગુણદોષ જાણી શકાય છે. |
| 82 | અવસરની પ્રતીક્ષામાં ન બેસો, આજનો અવસર સર્વોત્તમ છે. |
| 83 | અવસરનો યોગ્ય ઉપયોગ માનવ જીવન સફળતાનું રહસ્ય છે. |
| 84 | અશક્ય ભલે કઈ ન હોય પણ બધું શક્ય બનાવવું જરૂરી નથી. |
| 85 | અસત્ય અંધકારરૂપ છે. આ અંધકારથી મનુષ્ય અધોગતિ પામે છે. અંધકારમાં ફસાયેલી વ્યક્તિ પ્રકાશ જોઈ શકતી નથી. |
| 86 | અસત્ય ઉચ્ચારનારને કોઈ મિત્ર મળતો નથી.પુણ્ય કે યશ પણ મળતાં નથી. |
| 87 | અહંકારથી બચો. |
| 88 | અહંકારના ત્યાગ વિના કદીએ સુખ મળતું નથી. જીવનનું સુખ વિચારોની ગુણવત્તા ઉપર આધાર રાખે છે. |
| 89 | અહિંસા સત્યની શોધનો આધાર છે. |
| 90 | અહિંસાનું ફરમાન છે કે બીજાઓને વધુમાં વધુ સગવડો કરી આપવા માટે પોતે વધુમાં વધુ અગવડ વેઠવી. એટલે સુધી કે જરૂર પડ્યે પોતાના જાનને પણ જોખમમાં મુકવો. |
| 91 | અહિંસાનો અર્થ છે અનંત પ્રેમ. તેનો અર્થ છે કે કષ્ટ સહેવાની અનંત શક્તિ. |
| 92 | અહિંસાનો અર્થ, વચનથી કે કાયાથી કોઈનું દિલ ન દુભાવવું તેમ કોઈનું અનિષ્ટ ચિંતવવું પણ નહીં. |
| 93 | અંકુરિત અનાજ તથા ઋતુ મુજબનાં ફળોનો નાસ્તો કરો. |
| 94 | અંતકરણ માં સમજણ ઉગ્યા પછીએ મનમાં સમાધાન ના પ્રગટે તો સમજવું કે એ સમજણ નથી માત્ર ભ્રમણા હતી. |
| 95 | અંતરનું કોઈ મહત્વ નથી હોતુ પ્રથમ પગલું ભરવુ એ જ મૂશ્કેલ હોય છે. |
| 96 | આ જગતમાં કોઈ કોઈનો મિત્ર પણ નથી કે શત્રુ . શત્રુતા અને મિત્રતા કેવળ વ્યવહારથી જ થાય છે. |
| 97 | આ જગતમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે કે જેનો એક પણ શત્રુ કે મિત્ર ન હોય. |
| 98 | આ જગતમાંથી હું એકજ વાર પસાર થવાનો છું. તેથી, જો હું કશી મમતા બતાવી શકું તેમ હોઉં, કે કોઈ સારું કામ કરી શકું તેમ હોઉં તો લાવ, અત્યારે જ તે કરી લઉં; કારણ કે હું અહીંથી ફરી નીકળવાનો નથી. |
| 99 | આ દુનિયામાં આપણે જે લઈએ છીએ તેનાથી નહિ પણ જે દઈએ છીએ તેનાથી ધનવાન થવાય છે. |
| 100 | આ દુનિયામાં તમારો કોઈ મિત્ર કે શત્રુ નથી. તમારો પોતાનો વ્યવહાર જ મિત્ર કે શત્રુ બનાવવા માટે જવાબદાર છે. |
| 101 | આ મારું છે, અને આ બીજાનું છે એવું સંકુચિત હ્રદયવારા જ સમજે છે. ઉદાર ચિત્તવારા તો આખા સંસારને પોતાનું કુટુંબ જ સમજે છે. |
| 102 | આકાશમાં નવો ગ્રહ શોધવા કરતા પૃથ્વી પણ આનંદનો સ્રોત શોધવો વધુ મહત્વપૂર્ણ છે. |
| 103 | આખા સંસારને એકતાના તારે બાંધવો સરળ છે, પણ પોતાના હ્રદયમાં રહેલો ક્રોધ જીતવો અત્યંત કઠણ છે. |
| 104 | આખી જિંદગી આંકડા તમે માંડો અને છેલ્લે સરવાળો કોઈ બીજું જ કરી જાય એનું નામ (બદ) નસીબ! |
| 105 | આખું જગત સુખી રહે તેવી ઈચ્છા દ્રઢ કરવાથી આપણે પોતે સુખી થઈએ છીએ. |
| 106 | આગ પાસે જે જાય તેને આગ બાળે છે. પણ ક્રોધાગ્ની તો આખા કુટુંબને બાળી મુકે છે. |
| 107 | આગળ વધવાની જેને તમન્ના છે તેને આ દુનિયામાં કોઇજ રોકી શકતું નથી….. પહાડોના કારણે નદીઓનાં પ્રવાહ કયારેય રોકાતો નથી. |
| 108 | આચરણરહિત વિચારો ગમે તેટલા સારા હોય પણ તેની કિંમત ખોટા મોતી જેટલી જ ગણાય. |
| 109 | આજના વિચારો આવતીકાલે બોલો. |
| 110 | આજના સૂર્યને આવતી કાલના વાદળ પાછળ સંતાડી દેવો એનું નામ ચિંતા છે. |
| 111 | આત્મ વિશ્વાસ એ સફળતા નુ પ્રથમ પગથીયુ છે . |
| 112 | આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી ! |
| 113 | આત્મા એક નદી છે. તેમાં પુણ્ય જ ઘાટ છે. સત્યરૂપ પરમાત્મા માંથી તે નીકળી છે. ધૈર્ય તેના કિનારા છે. તેમાં દયાના મોજા ઊઠે છે. પુણ્ય-કર્મ કરનારો તેમાં સ્નાન કરીને પવિત્ર થાય છે. |
| 114 | આત્મા બધાનો સરખો છે, બધાના આત્માની શક્તિ એકસરખી છે. માત્ર કેટલાકની શક્તિ પ્રગટ થઇ છે, બીજાની પ્રગટ થવાની બાકી છે. |
| 115 | આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે. |
| 116 | આદતો, ઉમળકાઓ અને ધૂનોનાં જોરે નહિ, પરંતુ વિશુધ્ધ બુધ્ધિનાં જોરે ચાલતો માનવી મને ક્યા જડશે? |
| 117 | આધ્યાત્મમાં અને સંસારમાં વાણી કરતા મૌનનું મહત્વ વધારે છે. |
| 118 | આનંદ એ દૈવી ઔશધ છે કે દરેકે તેમાં સ્નાન કરવું જોઈએ. |
| 119 | આનંદ એક અમૃત છે, પણ તેને મેળવવા માટે મંથન કરવું જોઈએ. તેને દુખના વલણોમાંથી જ પામી શકાય છે. |
| 120 | આપ વ્યાયામ માટે સમય નહિ કાઢો તો આપને બીમારી માટે સમય કાઢવો પડશે. |
| 121 | આપણને બધું જ નથી આપ્યું એ ભગવાને આપણને આપેલ ઉત્તમ વરદાન છે ! |
| 122 | આપણા ખોળામાં બાળક ઊંઘી જાય તે દુનિયાની સૌથી શાંત અને ઉમદા લાગણીઓની ક્ષણોમાંની થોડીક ક્ષણો હોય છે. |
| 123 | આપણામાં ક્રોધ ઉત્પન્ન થવાના કારણ:- 1.માનસિક નબળાઈ. 2. સહનશક્તિનો અભાવ. 3. ધાયુઁ કરાવવાની વૃતિ . 4. પ્રશ્નોને હળવાશથી લેવાની અક્ષ્રમતા. 5. બીજાને સમજવાની અશક્તિ. |
| 124 | આપણાં હૈયામાં જે તરંગો ઊઠે છે તેના ઉપર અંકુશ રાખવો, તેને દબાવી દેવા એ જ યોગ છે. |
| 125 | આપણી અંદર રહેલી ગંદકીને બહાર ન કાઢીએ ત્યાં સુધી પ્રાર્થના કરવાનો આપણને શો હક્ક છે? |
| 126 | આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે |
| 127 | આપણી ઇન્દ્રિયો જ આપણી શત્રુ છે, પરંતુ જો તેમને જીતી લેવાય તો તે મિત્ર બનતી જાય છે. |
| 128 | આપણી મહત્વાકાંક્ષા પણ આપણી શક્તિ પૂરતી મર્યાદામાં હોવી જોઈએ. વધારે પડતી મહત્વાકાંક્ષા પણ નુકસાનકારક હોય છે. |
| 129 | આપણી વધુ પડતી અપેક્ષાઓ જ આપણને વધુ દુખી કરે છે. |
| 130 | આપણી વાસ્તવિક નિર્ધનતા એ છે કે બીજાને સુધારવાનો વધારેમાં વધારે પ્રયત્ન કરીએ છીએ, અને પોતાને સુધારવાના ઓછા. |
| 131 | આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે. |
| 132 | આપણું આર્થિક ભાવિ ઉજ્જવળ કરવું હોય તો આપણે આજની આપણી ઈચ્છાઓ અને જરૂરિયાતો પર કાપ મૂકવો જોઈએ. |
| 133 | આપણું પદ કે પ્રતિષ્ઠા ગમે તેટલા ગંભીર રહેવાનું શિખવાડે પણ આપણી પાસે એવા બેચાર મિત્રો તો હોવા જ જોઈએ કે જેમની સાથે ટોળાટપ્પાં કરી શકાય, ઠઠ્ઠામશ્કરી કરી શકાય. |
| 134 | આપણે ઈશ્વર પાસે માગણી નહી પણ ભેટ લઈને જઈએ ત્યારે જ આપણને તેનો સાક્ષાત્કાર થાય છે. |
| 135 | આપણે એવી રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે વધુ નહીં તો આપણને અવલ મંઝીલ પર પહોંચાડનાર પણ આપણી ચિતા પર બે આંસુ સારે. |
| 136 | આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા |
| 137 | આપણે કહીએ છીએ સમય ચલ્યો ગયો પરંતુ સમય તો રહે છે , આપણે જતા રહયે છીએ. |
| 138 | આપણે જુદા જુદા લોકોને મળી તેમનો અભ્યાસ કરીએ તે એક પ્રકારનું શિક્ષણ છે જેને કારણે આપણી નિરીક્ષણ શક્તિ વધે છે અને સમજણશક્તિ સુધારી શકીએ છીએ. |
| 139 | આપણે જેટલું જલ્દી લોકોની ભાવનાઓનું અનુમાન લગાવી શકીએ તેટલું જ આપણે દુનિયાની ભલાઈનું એક સારું કામ કરી શકીએ. |
| 140 | આપણે દુર્બળ છીએ, આ કારણથી ભૂલો કરીએ છીએ અને આપણે અજ્ઞાની છીએ-આથી દુર્બળ છીએ. આપણને અજ્ઞાની કોણ બનાવે છે? આપણે પોતે જ. આપણે આપણી આંખોને પોતાના હાથ વડે ઢાંકી દઈએ છીએ અને અંધકાર છે, કહીને રડીએ છીએ. |
| 141 | આપણે પૃથ્વીથી પરિચિત છીએ પણ આપણી અંદરના સ્વર્ગથી તદ્દન અપરિચિત છીએ. |
| 142 | આપણે બધા દોષોથી ભરેલાં છીએ, પણ દોષમુક્ત થવા પ્રયત્ન કરવાનું આપણા સૌનું કર્તવ્ય છે. |
| 143 | આપણે બીજાને આરપાર જોવા માંગીએ છીએ, પણ પોતાને આરપાર કોઈ જુએ તો તે પસંદ કરતા નથી. |
| 144 | આપણે ભૂલથી પણ ન વિચારવું કે અમે ક્યારેય ભૂલ કરતા નથી. |
| 145 | આપને કીડા-મકોડા કે પેટે ચાલનાર જીવાતને મારી નાખીએ છીએ પણ પોતામાં છુપાયેલા ક્રોધને મારતા નથી, જે ખરે જ મારવાની વસ્તુ છે. |
| 146 | આપને બધાં દોષથી ભરેલાં છીએ, પણ દોષ-મુક્ત થવાનો પ્રયત્ન કરવાનું આપના સૌનું કર્તવ્ય છે. |
| 147 | આલોકમાં તમે સફળતા પ્રાપ્ત કરીને સુખશાંતિની સાથેસાથે આત્મકલ્યાણના લક્ષ્ય સુધી અવશ્ય ૫હોંચી જશો. |
| 148 | આવક પ્રમાણે નહિ, પણ આબરૂ પ્રમાણે ખર્ચ કરવાની ઘેલછાના કારણે જ આજના કાળના ઘણા જીવો દુઃખોને આમંત્રણ આપી બેઠા છે. |
| 149 | આવતી કાલમાં શું છુપાયેલું છે તે આપણે કોઈ જાણતા નથી, પણ આજે અને અત્યારે જે સામે છે તેની તો આપણને બરાબર ખબર છે, છતાં નવાઈની વાત એ છે કે અત્યારની પળે અત્યારનું કામ કરવાને બદલે તેને આવતી કાલની ચિંતામાં આપણે વેડફી નાખીએ છીએ. |
| 150 | આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે. ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી. |
| 151 | આશા જ દુખની જનની છે, અને નિરાશા પરમ સુખ-શાંતિ આપનારી. |
| 152 | આશા, એ ફૂલ વિના મધ બનાવનારી મધમાખી છે. |
| 153 | આશાને જીવનનું લંગર કહ્યું છે. તેનો આધાર છોડીને માનસ ભવસાગરમાં તણાઈ જાય છે. પણ હાથ-પગ હલાવ્યા વિના કેવળ આશાથી કામ સરતું નથી. |
| 154 | આશાવાદી ગરીબ નિરાસાવાદી ધનિક કરતાં વધારે સુખી હોય છે. |
| 155 | આશાવાદી માણસ હંમેશ બધે લીલી બત્તી જ જુએ છે; નિરાશાવાદી બધે થોભી જવા માટેની લાલ બત્તી દેખે છે. પરંતુ ખરેખરો ડાહ્યો માણસ તો લીલો કે લાલ રંગ જોતો નથી. |
| 156 | આસક્તિ રૂપી રાક્ષસનો નાશ કર્યો એટલે ઇચ્છિત વસ્તુઓ તમારી પૂજા કરવા માંડશે. |
| 157 | આળસ એ જીવતા માણસનું મૃત્યુ છે. |
| 158 | આળસ પ્રલોભનનું મૂળ છે, રોગનું પારણું છે, સમયની બરબાદી છે અને શાંતિને હરનાર છે. જેને કંઈ કામકાજ કરવાનું હોતું નથી, તેને માટે થોડા જ વખતમાં જીવન નીરસ બની જય છે, |
| 159 | આળસ બહુ જ ધીમે ધીમે ચાલે છે તેથી ગરીબાઈ તેને તરત આંબીલે છે. આળસ માનવીનો મહાન શત્રુ છે. |
| 160 | આળસ માનવીનો મહાન શત્રુ છે. |
| 161 | આળસ શરૂઆતમાં સુખરૂપ હોય છે પણ અંતમાં દુ:ખરૂપ, જયારે પુરુષાર્થ શરૂઆતમાં દુઃખરૂપ હોય છે પણ અંતમાં સુખરૂપ. |
| 162 | આળસુ માણસ હમેશા દેવાદાર બને છે અને બીજાને માટે ભારરૂપ રહે છે. |
| 163 | આળસુ માણસનું જીવન કાંટા વિનાનું ઘડિયાળ જેવું છે. |
| 164 | આળસુઓને ખવડાવવું પિવડાવવું એ તેઓને ઝેર આપવા બરાબર છે. |
| 165 | આંતરિક ઇચ્છાઓ છોડો અને આત્માનંદમાં મસ્ત રહો, પછી મહેલમાં રહો કે ઝુંપડીમાં. |
| 166 | ઇચ્છાઓ અનન્ત આકાશ જેવી છે. આકાશની જેમ તેનો પણ અંત નથી. |
| 167 | ઇચ્છાઓ અનંત આકાશ જેવી છે. આકાશની જેમ તેનો પણ અંત નથી. દુર્જનની સોબતથી સદાચાર નાશ પામે છે મનમાં કોઈપણ વસ્તુની કામના ન હોય અને કોઈની પણ વસ્તુને અડકે નહી, એ જ સાચું અચોર વ્રત. |
| 168 | ઇચ્છાઓ પૂરી થવી અને ઇચ્છાઓ અધુરી રહેવી એ બે વાત જ જીવનમાં દુ:ખમય છે. |
| 169 | ઇચ્છાઓથી જ દુ:ખ આવે છે, ઇચ્છાથી જ ભય આવે છે. જે ઇચ્છાઓથી મુક્ત છે તેને ન તો દુ:ખ કે ન તો ભય સતાવે છે. |
| 170 | ઈચ્છા એ દુખની માં છે...અને અપેક્ષા એ દુખની માસી! બંને સરખી જ છે...ફરક માત્ર એ છે... કે ઈચ્છા અંદરથી આવે છે.. અને અપેક્ષા બદલામાં! |
| 171 | ઈચ્છા, જ્ઞાન અને ક્રિયા એ ત્રણેય શક્તિ જયારે ભેગી થાય ત્યારે જ કાર્ય સફળ થાય. |
| 172 | ઈતીહાસ બતાવે છે કે,યશસ્વી સફળતા પ્રાપ્ત કરનાર લગભગ પ્રત્યેક વ્યક્તિઓ સફળતા મેળવતા પહેલાં ઘોર નિસ્ફળતાથી બે ડગલા જ દુર રહી હતી. |
| 173 | ઈશ્વર એક જ છે, ભક્તો જુદી-જુદી રીતે તેને વર્ણવે છે. |
| 174 | ઈશ્વર નિરાકાર છે, પરંતુ તે ભક્તોની હાર્દિક પ્રાર્થના અભુસાર પોતાની શક્તિથી જુદાંજુદાં રૂપો ધારણ કરે છે. |
| 175 | ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો. |
| 176 | ઈશ્વર સુખનું એક બારણું બંધ કરી દે ત્યારે સાથોસાથ સુખના બીજા બારણાંઓ ખોલી દે છે પણ આપણે મોટાભાગે બંધ થઇ ગયેલાં સુખના બારણાં તરફ જ જોતા રહેતા હોય છે. |
| 177 | ઈશ્વરના ચોપડામાં આપણું બોલેલું કે વાંચેલું નથી પરંતુ આપણું કરેલું નોંધાય છે. |
| 178 | ઈશ્વરના દર્શન આંખથી નથી થતા, ઈશ્વરને શરીર નથી, તેથી તેના દર્શન શ્રદ્ધાથી થાય છે. |
| 179 | ઈશ્વરની કોઈ બૌદ્ધિક પરિભાષા આપી શકાય નહી. એની તો આત્માથી જ અનુભૂતિ થઇ શકે છે. |
| 180 | ઈશ્વરની સાચી ભક્તિ છે બધાને પ્રેમ કરવો, ઈશ્વરની સાચી પૂજા છે બધાની સેવા કરવી. |
| 181 | ઈશ્વરનું સ્મરણ સર્વ રોગોની એક માત્ર મહાન દવા છે. |
| 182 | ઈશ્વરે આપણને બે કાન આપ્યા છે અને બે આંખો, પણ જીભ માત્ર એક જ એટલા માટે કે આપણે વધારે સાંભળીએ અને વધારે જોઈએ, પરંતુ બોલીએ ઓછું, ખુબ ઓછું. |
| 183 | ઈશ્વરે મનુષ્યને અન્નને માટે શ્રમ કરવા સારું પેદા કરેલ છે અને તેને કહ્યું છે કે શ્રમ કર્યા વગર ખાય છે તે માત્ર ચોરી છે. |
| 184 | ઉઠ જાગ અને જ્યાં સુધી તારું ધ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી જંપીશ નહિ. ભારતની ધરતી એ જ મારું સર્વોતમ સ્વર્ગ છે. ભય જ પતન અને પાપનું કારણ છે. |
| 185 | ઉત્કૃષ્ટતા તથા નિપુણતા માટે પ્રયત્ન કરો. |
| 186 | ઉત્સાહ અત્યંત બળવાન છે, ઉત્સાહ જેવું બીજું બળ નથી, ઉત્સાહી માણસને દુનિયામાં કઈ દુર્લભ નથી. |
| 187 | ઉદાર આપીને અમર બને છે લોભી જોડી જોડીને ગરીબ બને છે. |
| 188 | ઉપકારીઓ પ્રત્યે કૃત્ન્ભાવ ટકાવી રાખવો હોય તો બુદ્ધિના આધિપત્ય ને તોડવું જ રહ્યું . |
| 189 | એ વ્યક્તિ જ મહાન બની શકે છે.જેના હદયમાં માનવપ્રેમ્નું અમ્રુત હોય,જે દબાણ અથવા સત્તાની જોહુકમી દ્વરા નહીં પરંતુ સુચનો તથા પ્રેમપુરવક કામ લેતા હોય. |
| 190 | એ વ્યક્તિ પરમ સુખી છે, જેનામાં સદબુદ્ધી છે અને જેની પાસે વિવેકનો વાસ છે. |
| 191 | એક અસત્ય છુપાવવા માટે એક હજાર અસત્ય વાત કરવી પડે છે અને એને માટે હજાર જાતની ચિંતા રાખવી પડે છે. એના કરતાં જો આપણે સાચું બોલવાનું જ રાખીએ તો કોઈ જાતની ચિંતા રહેતી નથી કે આપણે શું બોલ્યા હતા તે યાદ રાખવું પડતું નથી. |
| 192 | એક કરોડ મહોરો આપવા છતાં આયુષ્યની એક પળ પણ મળી શકશે નહી જો તે સમય નકામો ગયો તો એનાથી વધારે હાની શી હોઈ શકે? |
| 193 | એક કામના પૂરી થતા જ બીજી ઊભી થઇ બાણની જેમ ભોંકાય છે. ભોગેચ્છા ભોગ ભોગવવાથી કદી શાન્ત થતી નથી. પણ આગમાં ઘી નાખતાં ભડકો થાય તેમ વધે છે. ભોગની ઈચ્છા રાખનાર મોહવાળો કદી સુખી થતો નથી. |
| 194 | એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે. |
| 195 | એક નાનકડા ત્યાગનું સુખ આત્માના એક બંધનને તોડી નાંખે છે. |
| 196 | એક વિચાર પોતાના જેવા બીજા વિચારોને ૫ણ ઉત્તેજિત કરે છે. |
| 197 | એક વિચારવાન વ્યક્તિ હજારોલાખો લોકોનું નેતૃત્વ કરી શકે છે. |
| 198 | એટલા કડવા ના બનો જેથી લોકો થૂંકી નાખે, એટલા મીઠા ના બનો જેથી લોકો ચાવી નાખે! |
| 199 | એવુંન માનતા કે તમને જે કંઈપણ મળ્યું છે તે તમારી આવડત અને હોશિયારીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોશિયાર લોકો ગણ છે જેમને આબધુ નથી મળ્યું. |
| 200 | કજીયાના મૂળ ત્રણ: જર, જમીન અને જોરુ |
| 201 | કઠીન પરિસ્થિતિમાં સહન કરનારા લોકો જીતે છે પોતાની ધીરજને કારણે! |
| 202 | કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે... |
| 203 | કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે. |
| 204 | કમ્પેરીઝન અને કોમ્પીટીશન છોડીને કોમ્પ્રોમાઇઝ કરનાર શાંતિ પામે છે. |
| 205 | કયારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજો , કયારે મૂંગા ન રહી શકાય તેનો પણ. |
| 206 | કરકસર એ ગરીબ માણસની ટંકશાળ છે. |
| 207 | કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે માટે દુઃખ આવે ત્યારે પ્રભુ પાસે માફી નહિ પણ સદબુધ્ધિ અને સહનશક્તિ માગો. |
| 208 | કર્મ તો કામધેનુ છે, એને દોહતાં આવડે તો આનંદરૂપી દૂધ મળે. |
| 209 | કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી નમ્રતા આવે છે અને ધર્મનો વિચાર કરવાથી નિર્ભયતા આવે છે. |
| 210 | કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે, એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે. એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી. |
| 211 | કલયુગમાં સત્યનિષ્ઠ રેહવું એ સૌથી મોટું તપ છે. સત્ય જ બોલવું જોઈએ. |
| 212 | કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે. |
| 213 | કશું ના હોય ત્યારે અભાવ નડે છે, થોડું હોય ત્યારે ભાવ નડે છે, જીવન નું એક કડવું સત્ય એ છે કે, બધું હોય ત્યારે સ્વભાવ નડે છે |
| 214 | કંજુસે દાટેલું ધન ત્યારે જ જમીનમાંથી બહાર નીકળે છે જયારે કંજૂસ જમીનની અંદર જતો રહે છે. |
| 215 | કાનના દુરુપયોગથી મન અશાંત અને કલુષિત થાય છે. |
| 216 | કામ કરીને કમાવું તેમાં કોઈ શરમ નથી, આળસુની જેમ બીજાનું મોઢું જોઇને બેકાર બેસી રેહવું એ જ સૌથી શરમજનક છે. |
| 217 | કામ તો હાથોહાથ તરત જ કરી નાખવું જોઈએ, નહી તો જે કામ રહી જાય છે તે પછીથી થતું જ નથી. |
| 218 | કામ વગર બેસી ન રહો, ખોટું કામ ન કરો, કેવળ પોતાના સ્વાર્થ માટે કામ ન કરો. |
| 219 | કામ, ક્રોધ અને લોભ ત્રણે આત્માનું પતન કરનાર નરકનાં દ્વાર છે. |
| 220 | કામગરા માણસને એક જ ભૂત પજવે છે; આળસુને હજાર ભૂતો પજવે છે. |
| 221 | કામને મજુરી ન બનાવો કામને પ્રાથના બનાવો. |
| 222 | કાયર પોતાના મૃત્યુ પહેલાં અનેકવાર મરે છે, જયારે વીર પુરુષ મૃત્યુનો આસ્વાદ ફક્ત એક વાર કરે છે. |
| 223 | કાલની ચિંતા કરવી જોઈએ... પણ એટલી બધી નહિ કે તમારી 'આજ' નો કાઈ મતલબ ના રહે! અને એમ તો ચિંતા ચિતા સમાન...અને ચિંતામાંથી બાર આવવાના રસ્તા છે....પણ...ચિતામાંથી...? |
| 224 | કિનારે જામેલા કચરા ને નદીનું પુર એક જ ધડાકે સાફ કરી નાખે છે તેમ હૃદય માં ઉમટેલા લાગણી ના પૂરે દિલ માં જામેલા બુદ્ધિ ના કચરા ને પણ સાફ કરી નાખે છે. |
| 225 | કીર્તિ એ એક એવી તરસ છે જે ક્યારેય બુઝાતી નથી. કીર્તિ વીરતાપૂર્ણ કાર્યોની સુવાસ છે. |
| 226 | કીર્તિ મેળવવા માટે ધણાં સારાં કામ કરવાં પડે છે , પણ અપકીર્તિ મેળવવા માટે એક જ ખરાબ કામ પૂરતું છે. |
| 227 | કીર્તિનો નશો દારૂના નશા કરતાં પણ તેજ હોય છે. દારૂ છોડાવો સહેલો છે પણ કીર્તિ છોડવી સહેલી નથી. |
| 228 | કુકર્મી કરતાં વધારે અભાગિયો બીજો કોઈ નથી કારણ કે મુશ્કેલીમાં તેને કોઈ સાથ આ૫તું નથી. |
| 229 | કુનેહ એટલે કોઈને દુશ્મન બનાવ્યા વિના પોતાની વાત સાચી ઠરાવવાની આવડત. |
| 230 | કુળને ખાતર એકને ત્યજવો, ગામને ખાતર કુળને ત્યજવું, દેશને ખાતર ગામને ત્યજવું, પોતના આત્માને ખાતર પૃથ્વી ત્યજવી. |
| 231 | કેટલાક લોકો એમની આખી જીંદગી ‘ઇન્ટેલિજન્ટ’ થવા પાછળ ખરચી નાંખે છે. જયારે અમુક લોકો જન્મથી જ ‘ગુજરાતી’ હોય છે |
| 232 | કેટલાક લોકોની દશા ઘંટી જેવી હોય છે. તે બીજાઓને પીસે છે અને પોતે બૂમબરાડા પડે છે. |
| 233 | કેટલું લાંબું જીવવું એ ઇશ્વરના હાથની વાત છે, પણ કેટલું ઉમદા અને ભલું જીવવું એ આપણા હાથની વાત છે. |
| 234 | કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે. |
| 235 | કોઈ એક ઊંચા આસન પર બેસવાથી કંઈ ગૌરવ વધતું નથી। ગૌરવ ગુણોને કારણે આવે છે, કાગડો રાજમહેલના શિખર પર બેઠો હોય તો તેથી તે ગરુડ કહેવાય નહીં. |
| 236 | કોઈ તમારા માટે શું કહે છે એમાં નહી પણ સાચી મહાનતા હ્રદયની પવિત્રતામાં રહેલી હોય છે. |
| 237 | કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ? |
| 238 | કોઈ પણ અતિથિનો સત્કાર કરવામાં કદી નાનું મન રાખવુ નહીં એટલે તો ‘અતિથિ દેવો ભવ’ કહેવાય છે. |
| 239 | કોઈ પણ કામ કરવા માટે સંપુર્ણ તૈયારી કરવી એ જ સફળતાની ચાવી છે. |
| 240 | કોઈ પણ કાર્યનો આરંભ જ સૌથી મહત્વનું છે. |
| 241 | કોઈ પણ કાર્યમાં જેટલી નિઃસ્વાર્થતા તેટલી જ વધુ સફળતા. |
| 242 | કોઈ પણ જાતના બદલાની આશા વિના કોઈને મદદ કરવી એનું નામ ‘દાન’ |
| 243 | કોઈ પણ વસ્તુ નકામી અને તુચ્છ નથી.દરેક વસ્તુ પોતાની સ્થિતિમાં ઉત્તમ છે. |
| 244 | કોઈ પણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હર ક્ષણે હજારો રંગ બદલે છે. |
| 245 | કોઈ સારું કામ તમે કરવાનાં હો તો હમણાં જ કરો. પણ જો બૂરું કામ કરવાનાં હો તો કાલ સુધી રોકાઈ જાઓ. |
| 246 | કોઈના દુ:ખે દુ:ખી થઇ શકો છો? કોઈના સુખો જોઈ સુખી થઇ શકો છો? કોઈના દુખે દુ:ખી થવું સહેલું છે, પણ સુખે સુખી થવું મુશ્કેલ છે. |
| 247 | કોઈના પ્રભાવથી ન મળે એટલું આપણા સ્વભાવથી મળે જો એને સુધારીએ તો.. |
| 248 | કોઈની અપેક્ષા રાખો ત્યાં સુધી વાંધો ન આવે પણ કોઈની ઉપેક્ષા કરો એટલે ધણા બધા વાંધા ઊભા થાય. |
| 249 | કોઈની સલાહ પ્રમાણે ચાલવામાં જેટલું જોખમ છે એટલું જ જોખમ સલાહ આપવામાં છે. |
| 250 | કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી. |
| 251 | કોઈને મદદ કરવાની શક્તિ મારામાં ન હોય ત્યારે મારે તેના માટે પ્રાર્થના જરૂર કરવી જોઈએ. |
| 252 | કોઈને શબ્દોથી કાપો નહિ પણ કોઈના દિલમાં સુંદર શબ્દો રોપો . |
| 253 | કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, આપણી અપેક્ષાઓ વધારે હોય છે. |
| 254 | કોઈપણ બનાવ એ બનાવના કારણે આવનારા પરિણામની કલ્પના વધારે ભયંકર હોય છે માટે ખોટી કલ્પના કરવી નહિ. |
| 255 | કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. |
| 256 | કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે. |
| 257 | કોઈપણ હાલતમાં પોતાની શક્તિ પર અભિમાન ન કરવું જોઈએ, કારણ કે બહુરૂપી આકાશ હરક્ષણે હજારો રંગ બદલે છે. |
| 258 | કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..! |
| 259 | કોણ સાચું છે તે નહિ પણ શું સાચું છે તે મહત્વની વાત છે. |
| 260 | કોરી નીતિ કાયરતા છે, કોરી શક્તિ હિંસક પશુની ચેષ્ટા જેવી છે. |
| 261 | ક્યારેક આપણું મૌન પણ આપણી ભાષા કરતા વધુ મહત્વ રાખે છે. |
| 262 | ક્યાં જવું છે એ નક્કી કર્યા વગર તો ઘાણી નો બળદ જ ચાલે છે. |
| 263 | ક્રોધ અહિંસાનો શત્રુ છે અને અહંકાર તો એવો રાક્ષક છે, જે તેને આખો જ ગળી જાય છે. |
| 264 | ક્રોધ એક પ્રકારનું તોફાન છે, એ આવે છે ત્યારે વિવકને નષ્ટ કરી નાખે છે. |
| 265 | ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો. |
| 266 | ક્રોધ પણ ઊકળતા પાણી જેવો છે. માણસ ક્રોધે ભરાય ત્યારે પોતાનું હિત શેમાં છે તે જોઇ શકતો નથી. |
| 267 | ક્રોધ પ્રેમનો અને વિનય નો નાશ કરે છે.દાવાનળ કરતાં ક્રોધ વધુ બાળનાર છે. |
| 268 | ક્રોધ સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો છે. |
| 269 | ક્રોધ સાધકનો શત્રુ છે ,ક્રોધ કરવાથી શરીરના રોમે રોમમાંથી શક્તિનો વ્યય થાય છે. |
| 270 | ક્રોધના કારણો કરતાં એનાં પરિણામો કેટલાં વધુ વેદનામય હોય છે. |
| 271 | ક્રોધને જીતવા માટે મૌન જેટલું સહાયક બીજું કઈ પણ નથી. |
| 272 | ક્રોધને શાંત કરવાના ઊપાય… 1. ઈષ્ટદેવનું સ્મરણ કરવું. 2. ઠંડુ પાણી પીવું. 3. દર્પણમાં મુખ જોવું. 4. ૧ ,૨ ,૩,૪,……ગણવું. |
| 273 | ક્રોધી મનુષ્ય જેના પર ક્રોધ કરે છે તેનું જ અપમાન નથી કરતો, પરંતુ ખુદ પોતાની પ્રતિષ્ઠા પણ બગાડે છે. |
| 274 | ક્ષમા અને માં બને એક છે, કારણ કે માફ કરવામાં બંને નેક છે |
| 275 | ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે, તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે |
| 276 | ક્ષમા અસમર્થ માનવીઓનું લક્ષણ અને સમર્થોનું આભૂષણ છે. |
| 277 | ક્ષમા કેવી રીતે આપી શકાય તે ફક્ત શૂરવીર જ જાણે છે. ડરપોક કદી ક્ષમા ન આપી શકે. તે તેના સ્વભાવમાં જ નથી. |
| 278 | ક્ષમા દંડ કરતાં મોટી છે. દંડ આપે છે માનવ પણ ક્ષમા પ્રાપ્ત થાય છે દેવતાથી. દંડમાં ઉલ્લાસ છે, પણ શાંતિ નથી. ક્ષમામાં શાંતિ પણ છે અને આનંદ પણ છે. |
| 279 | ક્ષમા બ્રહ્મ છે, ક્ષમા સત્ય છે, ક્ષમા ભૂત છે, ક્ષમા ભવિષ્ય છે, ક્ષમા તપ છે અને ક્ષમા પવિત્રતા છે. ક્ષમા એ જ સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે. |
| 280 | ક્ષમા વિનાનું જીવન વેરાન રણ જેવું છે. એ મેં પ્રત્યક્ષ જીવનમાં જોયું છે. |
| 281 | ક્ષમા વીરનું આભૂષણ છે, પરંતુ સતત અન્યાય છતાં મૌન રહેવું એ કાયરતાની નિશાની છે. |
| 282 | ક્ષમા વીરોનું આભૂષણ છે. |
| 283 | ક્ષમા હ્રદયનો ધર્મ છે. |
| 284 | ક્ષમાવાન પુરુષને આ લોક અને પરલોક બંને સુખદાયક બને છે. તે આ લોકમાં સન્માન અને પરલોકમાં સદગતિ પામે છે. |
| 285 | ખરાબ અને હલકા વિચારો મનુષ્યને ૫તન તરફ જ લઈ જાય છે. આ એક સનાતન સત્ય છે. આમાં કોઈ ૫ણ પ્રકારના અ૫વાદને સ્થાન નથી. |
| 286 | ખરાબ ચારિત્ર્યવાળા માનવીની મિત્રતા કરશો નહી, તેની ઓળખાણ પણ કરશો નહી. સળગતો કોલસો હાથ દઝાડે છે, ઠંડો હાથ કાળા કરે છે. |
| 287 | ખરાબ તથા અવિચારી મિત્રોના બદલે સારા, ભલા અને સદાચારી મિત્રો શોધી કાઢી તેમની સોબત કરવી જોઈએ. |
| 288 | ખરાબ પુસ્તકો વાંચવા તે ઝેર બરાબર છે. |
| 289 | ખરાબ વિચારો પેદા કરવાનું અને ફેલાવાનું એક મોટું કારણ ગંદા તથા હલકા સાહિત્યનું વાંચન ૫ણ છે. |
| 290 | ખરાબ વિચારો માંથી મુક્ત થવાના ૫ણ અને ઉપાય છે. ૫હેલો ઉપાય છે કે સૌ પ્રથમ ખરાબ વિચારોમાં ફસાવનાર કારણોને દૂર કરવાં જોઈએ. ખરાબ સોબત, હલકા સાહિત્યનું અધ્યયન, ગંદું વાતાવરણ વગેરે એનાં કારણો હોઈ શકે. |
| 291 | ખરાબ વિચારોની જાળમાં ફસાઈ જવાય એમાં કોઈ આશ્ચર્ય નથી. |
| 292 | ખરેખર મહાન માણસ તે છે જે કોઈના ઉપર સવાર થતો નથી અને જેના ઉપર કોઈ સવાર થઇ શકતું નથી. |
| 293 | ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે ! |
| 294 | ખાવું અને સૂવું તેનું નામ જીવન નથી. હરહંમેશ આગળ વધવાની લગની હોય તેનું નામ જીવન છે. |
| 295 | ખીલેલું ફૂલડું શીખવે છે, સુગંધ લહેરાવો – પ્રસન્નતા પ્રસરાવો. |
| 296 | ખુજલી ખણતી વખતે જરા મીઠી લાગે છે પણ પછીથી બળતરા થાય છે તે જ રીતે ભોગ પહેલા સુખરૂપ ભાસે છે પાછળથી અત્યંત દુ:ખદાયક લાગે છે. |
| 297 | ખુશી મહેનતથી આવે છે, અસંયમ અને આળસ થી આવતી નથી. જે મનુષ્ય કામને ચાહે તો તેનું જીવન સુખી થઈ જાય. |
| 298 | ખુશીની આપણે જેટલી લ્હાણી કરીશું તેટલી તે આપણી પાસે વધારે આવશે. |
| 299 | ખૂંખાર ડાકુ કરતા ખરાબ પુસ્તક વધુ ખતરનાક છે. |
| 300 | ખેતર સુકાઈ ગયા પછી વરસાદથી શો ફાયદો? એ જ રીતે સમય ચુકી ગયા પછી પસ્તાવાથી શો ફાયદો? |
| 301 | ખ્યાતિ નદીની જેમ ઉદ્દગમ સ્થાન પર ખૂબ જ સાંકડી અને ખૂબ જ દૂરના સ્થાન પર અતિ વિશાળ હોય છે. |
| 302 | ગઈ કાલ માટે રડે નહિ, આવતીકાલ માટે ડરે નહિ તે ક્યારેય પાછો પડે નહિ. |
| 303 | ગરબો એ વિશ્વકર્તા વિશ્વેશ્વરનાં વિશ્વેશ્વરી સ્વરૂપનું માતારૂપે સ્તવન પૂજન-અર્ચન છે. |
| 304 | ગરીબ થવું અને ગરીબ દેખાવું આ બંને ઉન્નતી ન કરવા માટેનો નિક્ષ્ચિત્ માર્ગ છે. |
| 305 | ગરીબ માણસો પોતે પોતાની સ્થિતિ સુધારી શકે એવી શક્તિ તેમને આપવામાં જ ખરી સેવા રહેલી છે. |
| 306 | ગરીબાઈ પોતાને ગરીબ સમજવામાં રહેલી છે. |
| 307 | ગરીબી ખાનદાનીને દબાવી શકતી નથી. |
| 308 | ગરીબી નમ્રતાની પરીક્ષા અને મિત્રતાની કસોટી છે. |
| 309 | ગરીબી પ્રગટ કરવી એ ગરીબી હોવા કરતા પણ વધારે કષ્ટદાયક છે. |
| 310 | ગરીબી બધી જાતની કલાઓના આવિસ્કારનું કારણ છે. |
| 311 | ગંદાં પુસ્તકો વાંચવાથી મગજ ૫ર જે ખરાબ છા૫ ૫ડે છે તે એવી રેખાઓ બનાવી દે છે કે જેમના દ્વારા ખરાબ વિચારોનું આવાગમન થવા માંડે છે. |
| 312 | ગીત આનંદમય અને અનિર્વચનીય છે ! |
| 313 | ગુરુ, મંત્ર, દેવતા, તીર્થ, ઓષધ, શાસ્ત્ર અને સત્પુરુસો-એ બધાં શ્રદ્ધાથી ફળે છે, કેવળ તર્કથી નહી. ફળપ્રાપ્તિનો અમોધ ઉપાય કોરું જ્ઞાન નહી પણ શ્રદ્ધા છે. |
| 314 | ગુસ્સો અને ક્રોધ એ અશાંતિની આમંત્રણ પત્રિકા છે. |
| 315 | ઘડિયાલ બધા રાખે છે પરંતુ સમય પસાર થઇ જાય છે તેનો ખ્યાલ કોને છે ? |
| 316 | ઘણાં સમય પહેલાથી જ આપણે આપણાં હર્ષ અને શોકની પસંદગી કરી લીધેલી હોય છે. પાછળથી એમને અનુભવવાનો વાંધો આવે છે. |
| 317 | ઘમંડ માણસને ફુલાવી મુકે, પણ તેને કદી ટેકો ન આપે. |
| 318 | ઘર મોટા હોવાથી ભેગુ નથી રહેવાતું …. મન મોટા હોય તો ભેગુ રહેવાય છે. |
| 319 | ઘરમાં જો દીવો ન જલતો હોય તો તે દરીદ્રતાનું ચિહ્ન છે. હૃદયમાં જ્ઞાનનો દીવો જ્લાવવો જોઈએ .હૃદયમાં જ્ઞાનનો દીવો જલાવીને તેને જુઓ. |
| 320 | ઘરમાં નક્કી કરેલા દેવસ્થાને પૂર્વાભિમુખ બેસીને ગાયત્રી ઉપાસના કરો. ઓછામાં ઓછા ૧૦૮ મંત્રજ૫, ઊગતા સૂર્યનું ઘ્યાન, ચાલીસા પાઠ, શાંતિપાઠ તથા સૂર્યને અર્ઘ્યદાન આપો. |
| 321 | ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. |
| 322 | ચંદ્રમા પોતાની ચાંદની ભેદ વિના દરેકને આપે છે, તેમ સજ્જન ગુણહીન માણસ પર પણ દયા કરે છે. |
| 323 | ચિંતનને વિધેયાત્મક (પોઝીટીવ) બનાવો. નકારાત્મક ચિંતનથી બચો. |
| 324 | ચોપડીઓ મગજમાં ભરવી એનું નામ વિધા નથી, ચોપડીઓનાં જ્ઞાનને મગજમાં ઉતારવું એ જ સાચી વિધા છે. |
| 325 | ચોરીનું ધન કાચા પારાને ખાવા જેવું છે. કાચો પારો શરીરમાંથી ફૂટી નીકળે છે. તેવું જ ચોરીના ધનનું છે. |
| 326 | જગત જનનીની પ્રસન્નતા માટે ખુદની જનની ને પણ પ્રસન્ન રાખવાની જરૂરી છે. |
| 327 | જગતમાં ખરેખર ત્રણ વસ્તુઓ મહાન છે; પર્વત, મહાસાગર અને સાચા દિલથી કામ કરતો માનવી. ત્રણેયની અંદર રહેલી શક્યતાનો તાગ આપણે પામી શકીએ તેમ નથી. |
| 328 | જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી ! |
| 329 | જગતમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી પ્રાપ્ત થાય છે. |
| 330 | જતું કરે તેનું કોઈ દિવસ કઈ જતું નથી અને જતું ના કરે તેનું કોઈ દિવસ કઈ બચતું નથી. |
| 331 | જમાનાની સાથે આપણે પણ બદલાવું જોઈ એ-સિવાય કે જમાનાને બદલવા જેટલી ત્રેવડ આપણાંમા હોય. |
| 332 | જયારે આત્મા કઈ કહે અને બુધ્ધિ સાવ બીજું જ કહે, એવા સમયે તમે આત્માનું કહ્યું જ કરજો. |
| 333 | જયારે આત્મા ક્રોધી હોય છે ત્યારે તે પોતાનો શત્રુ છે, અને ક્ષમાશીલ આત્મા પોતાનો મિત્ર છે. |
| 334 | જયારે કોઈ પણ પરિસ્થિતિ નિર્માણ ની અવસ્થામાં હોય અને પ્રતિપળ બદલાઈ રહી હોય ત્યારે એ અંગે નો ચોક્કસ અભિપ્રાય આપવાથી દુર રેહવું જોયએ. |
| 335 | જયારે તમને કોઈ પ્રેમ કરે છે ત્યારે, તમારી શક્તિ વધે છે. જયારે તમે કોઈને પ્રેમ કરો છો ત્યારે તમારી હિમત વધે છે. |
| 336 | જયારે તમારા જીવનમાં તક સાંપડે ત્યારે તેને ઝડપી લેવા તેયાર રહો એ જ સફળતાની ચાવી છે. |
| 337 | જયારે પરીસ્થિતિ મનુષ્યના સ્વભાવને અનુકુળ હોય છે ત્યારે મનુષ્ય સુખી હોય છે. પરંતુ જે માણસ પોતાનો સ્વભાવ પરીસ્થિતિને અનુકુળ બનાવી શકે તે સૌથી વધુ સુખી છે. |
| 338 | જયારે બંન્નેપક્ષો { પત્ની અને પુરુષ } સરખા { સ્વભાવ } હોય ત્યારે જ સંગઠન { લગ્નજીવન } સંભવિત બને છે. આજ સુધી આપણે ક્યાંયએવું જોયું નથી કે ગરમ લોખંડ ઠંડા લોખંડથી જોડાયું હોય. |
| 339 | જયારે મન પ્રસન્ન થઈ જાય છે ત્યારે બુદ્ધિ પણ સ્થિર થઈ જાય છે. |
| 340 | જયારે લોકો તમારી વિરુદ્ધ માં બોલે ત્યારે સમજ જો કે તમે પ્રગતિ કરી રહ્યો છો !! |
| 341 | જયારે સંતોષરૂપી ધન આવે છે ત્યારે બીજા બધા ધન ધૂળ સમાન લાગે છે. |
| 342 | જયારે સ્ત્રીઓનું દ્દ્દય પવિત્રતાનો સાર બની જાય છે ત્યારે જગતમાં એનાથી વધુ કૌમળ કોઈ વસ્તુ હોતી નથી. |
| 343 | જરા જેટલું અસત્ય પણ માણસનો નાશ કરે છે. જેમ એક ટીપું ઝેર આખા દુધના તપેલાનો નાશ કરે છે. |
| 344 | જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું ! |
| 345 | જરૂરિયાત અને વિલાસની વચ્ચે કોઇ માણસ રેખા દોરી શકતો નથી. માત્ર દેવદૂત જ એ કરી શકે. એ દેવદૂત એટલે આપણાં જ સુંદર વિચારો |
| 346 | જરૂરીયાત અને ઇરછા વચ્ચેનો જે ભેદ પારખે તે સાચું સુખ પ્રાપ્ત કરી શકે. |
| 347 | જળાશયમાંથી જળ વહેતું રહે તો જ તેની શુદ્ધતા જળવાય છે, તેમ પેદા કરેલું દ્રવ્ય પરોપકારમાં ખર્ચવું એ જ તેનું રક્ષણ છે. |
| 348 | જાસૂસી, અ૫રાધી અને શૃંગાર રસથી ભરેલું અશ્લીલ સાહિત્ય વાંચવાથી ૫ણ આ૫ણા વિચાર દૂષિત થઈ જાય છે. |
| 349 | જિંદગી એક ગરગડી પર વીંટાળેલા દોરા જેવી છે. છેડો જેમ નજીક આવે તેમ તેમ વધારે ઝડપથી ભાગવા લાગે ! |
| 350 | જિંદગીમાં હસી લો , હસાવી લો , બે ધડી સ્નેહમાં વિતાવી લો. |
| 351 | જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે. |
| 352 | જીવ આપીને પણ જે યશ મેળવી શકાતો નથી તે સારી જીભ વાપરીને મેળવી શકાય છે. |
| 353 | જીવન એક પુસ્તક છે. પ્રેમ એ સૌરભ છે. |
| 354 | જીવન એક સંગ્રામ છે. જીવન એક યજ્ઞ છે. જીવન એક સાગર છે. જખમો વિના સંગ્રામ હોય શકે નહી. જ્વાળા વિના યજ્ઞ હોએ શકે નહી. તોફાન વિના સાગર હોએ શકે નહી. આ બધાને હસતે મુખે આવકારનાર વ્યક્તિ જ જીવનનો સાચો અર્થ સમજી શકે છે. |
| 355 | જીવન ને જે ચાહે છે એને જીવન મનોરમ્ય લાગે છે, જીવન ની જે ઉપેક્ષા કરે છે એને તે જીવન દુ:ખમય લાગે છે. |
| 356 | જીવન માત્ર આજે છે, કાલ કોણે જોઈએ, માટે આવતી કાલ ૫ર કામને ન ટાળો. |
| 357 | જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય ! |
| 358 | જીવન માં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો ,એટલોજ કિંમતી એનો ઋણ ચુકવવું પડશે |
| 359 | જીવન માં પાછળ જુઓ……… અનુભવ મળશે…. જીવન માં આગળ જુઓ……… આશા મળશે……. આજુ બાજુ જુઓ………… સત્ય મળશે…….. પોતાની અંદર જુઓ……. પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે … |
| 360 | જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે , પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે . |
| 361 | જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે, પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !! |
| 362 | જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી. |
| 363 | જીવનની એક ક્ષણ કરોડોના ખર્ચે પણ મળે નહી. |
| 364 | જીવનની ઘણી સમસ્યાઓ દુર કરવાના બે નુસખા: (૧) જે વિચારો તે બધું બોલો નહિ અને, (૨) જે બોલો તે બધું વિચારીને બોલો. |
| 365 | જીવનની પ્રત્યેક ક્ષણમાં આનંદ છુપાયેલો હોય છે. તેને મેળવતાં આવડવું જોઈએ. |
| 366 | જીવનની સાર્થકતા તો એમાં રહેલી છે કે એને કોઈ મહાન આદર્શ પાછળ ખર્ચી નાખવામાં આવે. |
| 367 | જીવનને એટલું તેજ ન ચલાવો કે એ આપણા મનથી આગળ નીકળી જાય. |
| 368 | જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે. |
| 369 | જીવનમાં કોઈ પણ માણસને ખોટો ના સમજાવો. તેના પર વિશ્વાસ રાખવો. કેમકે એક બંધ ઘડીયાર પણ દિવસમાં ૨ વાર સાચો સમય બતાવે છે. |
| 370 | જીવનમાં ક્યારેક નિષ્ફળતાઓ તો મળવાની જ.પણ આ નિષ્ફળતાઓ આપણને હતાશ ના બનાવી જાય તેની કાળજી રાખવી. પછી એક દિવસ સફળતા મળશે જ મળશે એ નક્કી માનવું. |
| 371 | જીવનમાં ગરબડ ન હોય તો તે નીરસ બની જાય છે. તેથી જીવનની વિષમતાઓ સહી લેવામાં જ હોશિયારી છે. |
| 372 | જીવનમાં જે મળ્યું હોય તે ગમે તેણે આનંદ કહેવાય, અને જે ગમતું મળે તેણે સુખ કહેવાય. |
| 373 | જીવનમાં જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરવી પઈ જોજો ઉપરવાળાની મહેરબાની તમારી ઉપર કેવી રહેશે, |
| 374 | જીવનમાં દરેક પ્રત્યે શંકા રાખીને ન ચાલો. |
| 375 | જીવનમાં નાની નાની વાતોમાંથી ઘણું શીખી શકાય છે અને તેનાથી પ્રસન્નતા પણ ઘણી મળે છે. |
| 376 | જીવવું એટલે માત્ર શ્વાસ લેવો એવું નથી. જીવવું એટલે સક્રિય સમાજોપયોગી કાર્ય કરવું એનું જ નામ જીવન. |
| 377 | જીવવું એટલે મોજ નહી, ખાવું, પીવું, નાચવું નહી, પણ ઈશ્વરની સ્તુતિ કરવી અર્થાત માનવ-જાતિની સાચી સેવા કરવી એ છે. |
| 378 | જીંદગીને કોઈપણ જાતની શર્ત વગર પ્રેમ કરો. |
| 379 | જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા. |
| 380 | જુઠ પોતાનું સામથ્ય વધારીને સાચું સ્વરૂપ કદી પામી શકતું નથી. |
| 381 | જુઠનાં અસંખ્ય રૂપ હોય છે, જયારે સત્યનું ફક્ત એક જ રૂપ હોય છે. |
| 382 | જુઠું બોલનાઓએ યાદદાસ્ત તો સારી રાખવી જ જોઈએ. |
| 383 | જૂઠ શબ્દોમાં નથી, દગામાં છે. ચુપ રહીને પણ જૂઠ બોલી શકાય છે. કોઈ શબ્દ પર ભાર મુકીને, મોઢે બોલીને, આંખના ઈશારે કે કોઈ વાક્યને વિશેષ મહત્વ આપીને પણ જૂઠનો પ્રયોગ કરી શકાય. આવું જૂઠ બોલેલા શબ્દો કરતા ઘણું વધારે હોય છે. |
| 384 | જૂઠની સૌથી મોટી નબળાઈ એ છે કે તેને આજની વાત કાલે યાદ રહેતી નથી. |
| 385 | જે ધરમાં સંપ હોય , પ્રેમની સુવાસ હોય , આગંતુકનું સ્વાગત હોય એ ધરમાં સમસ્યા કદી જન્મે નહીં. |
| 386 | જે માણસ જુઠું બોલતાં ડરે છે, તે પછી બીજા કસાથી ડરતો નથી. |
| 387 | જે અભ્યાસથી ઇચ્છાશક્તિનો પ્રવાહ અને અભિવ્યક્તિ નિયંત્રણ હેઠળ લાવી શકાય તથા ફળદાયી બનાવી શકાય, તે છે કેળવણી. |
| 388 | જે આપણે બીજા માટે કરીએ છીએ તે આપણી શક્તિનો પરિચય આપે છે. જે આપણે બીજા માટે સહન કરીએ છીએ તે પ્રેમનો પરિચય આપે છે. |
| 389 | જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે ! |
| 390 | જે કામ તમે કરી શકતા હો અથવા તેની કલ્પના કરતા હો તો તે કામનો આરંભ કરી દો. સાહસમાં પ્રતિભા , જાદુ અને શક્તિ છે. ફક્ત કામમાં લાગી જાઓ. મનમાં ગતી આવી જશે.આરંભ કરો, કામ સમાપ્ત થઈ જ જશે. |
| 391 | જે કામ મહોબતથી થાય છે તે વેરઝેર થતું નથી. સંપીને રહેશોતો સુખી થશો. |
| 392 | જે કોઈ પણ પ્રાણી સાથે વેર કે દુશ્મનાવટ નથી રાખતો તે જ માણસ ઈશ્વર સુધી પહોંચી શકે છે. |
| 393 | જે ખુશી આપણે પ્રાપ્ત કરીએ છીએ તેનો શ્રમ લાગે છે પણ જે ખુશી બીજાને આપીએ તેનો શ્રમ કદીએ લાગતો નથી. |
| 394 | જે ગરીબી આળસ , વ્યસન, મૂર્ખતા અને નકામાં ખર્ચ ને કારણે આવી હોય તે શરમજનક છે, એ સિવાયની ગરીબી માટે શરમાવાનું ન હોય. |
| 395 | જે તમારા ઉપર વિશ્વાસ મુકે છે તેને છેતરવામાં કશીએ બહાદુરી નથી. |
| 396 | જે ત્યાગથી અભિમાન આવે, તે ત્યાગ નથી. ત્યાગથી શાંતિ મળવી જોઈએ . અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે. |
| 397 | જે થયું તે સારું થયું,જે થઈ રહ્યું છે,તે સારું જે થઈ રરહ્યું છે.જે થસે તે પણ સારું જ થસે. |
| 398 | જે ધનનું દાન નથી થતું તે ધન નષ્ઠ થયેલું સમજવું! |
| 399 | જે ધરતી ૫ર યશ, વૈભવ અને કીર્તિ પ્રાપ્ત કરવાની છે, તેને પ્રણામ કરો. |
| 400 | જે ધરમાં સુલક્ષણી અને સદગુણી સ્ત્રીનો વાસ હોય ત્યાં દેવતાઓ વાસ કરીને શુભાશિષો પાઠવે છે. |
| 401 | જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન. |
| 402 | જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી નથી થતો. |
| 403 | જે પોતે જ પોતાની જાતને ઉપદેશ આપે છે તે જ ઉન્નતિ કરી શકે છે. |
| 404 | જે પોતે પોતાની સહાય કરે છે તેને જ ઈશ્વર સહાય કરે છે. |
| 405 | જે પોતે પ્રાણીઓની હિંસા કરે છે, બીજાઓ પાસે કરાવે છે, અગર હિંસા કરનારને અનુમોદન આપે છે તે સંસારમાં પોતાના માટે વેર જ વધારે છે. |
| 406 | જે પ્રદશૅન કર્યા વગર સેવા કરે છે તે તત્કાળ ઉંચાઈ ઉપર પહોંચી જાય છે. |
| 407 | જે પ્રભુની કૃપામાં સાચોસાચ વિશ્વાસ મૂકે છે, તેને માટે એ કૃપા અનંત વહેતી રહે છે. |
| 408 | જે બીજાના જીવનમાં પ્રકાશ પાથરે છે તે સ્વયં પણ તેનાથી વંચીત રહેતો નથી. |
| 409 | જે બીજાના દોષોની ચર્ચા કરે છે તે પોતાના દોષો પ્રગટ કરે છે. |
| 410 | જે બીજાની ભલાઈ કરે છે તે પોતાની ભલાઈ સ્વયં કરી લે છે, કારણ કે ભલાઈ કાર્યમાં હોય છે, પરિણામમાં નહી. |
| 411 | જે બીજાની વધુમાં વધુ સેવા બજાવે છે તે જ વધારેમાં વધારે સુખી છે. |
| 412 | જે બીજાને જાણે છે તે શિક્ષિત છે કિન્તુ જે પોતાને ઓરખે છે તે બુદ્ધિમાન છે. |
| 413 | જે બીજાને દુ:ખ નથી દેતો તથા બધાનું ભલું ઈચ્છે છે તે અત્યંત સુખી રહે છે. |
| 414 | જે બુદ્ધિમાન સંયમી નથી તે આંધરો મશાલચી છે કેમ કે તે અન્યને માર્ગ બતાવે છે, પરંતુ તેને પોતાને માર્ગ જડતો નથી. |
| 415 | જે ભૂલ કરતા જ નથી એ છે-સર્વજ્ઞ |
| 416 | જે ભૂલનું પુનરાવર્તન કરતા નથી એ છે-સુજ્ઞ |
| 417 | જે ભૂલનો બચાવ કરતા નથી એ છે-પ્રજ્ઞ |
| 418 | જે ભૂલનો ભૂલ તરીકે સ્વીકાર જ કરતા નથી એ છે-અજ્ઞ |
| 419 | જે મનુશ્ય મનને પોતાની હથેળી માં રાખી શકે છે,તેની એ હથેળી માં આખી દુનીયાની દોલત સમાયેલી છે.તેને કદાપી અપુણતા લાગતી જ નથી. |
| 420 | જે મનુષ્ય જ્ઞાનની મોટી વાતો કરે છે, પરંતુ જેના હૃદયમાં દયા નથી તે અવશ્ય નર્કમાં જાય છે. |
| 421 | જે મનુષ્ય સાહસની સાથે કષ્ટ અને વિપત્તિ સહન કરે છે તે જ પોતાના જીવનમાં વિજયી થાય છે. |
| 422 | જે મનુષ્યને પોતાના મનુષ્યત્વનું ભાન છે. તે ઈશ્વર સિવાય કોઇથી ભય પામતો નથી. |
| 423 | જે મહાન હોય છે તે પોતાની પાસે આવેલા નીચ લોકોની સાથે પણ સજ્જનોની સાથે જેવો વ્યવહાર કરે છે એવો જ કરે છે. |
| 424 | જે માણસ પરિસ્થિતિનો ગુલામ બનતો નથી પણ પરિસ્થિતિને પોતાના કાબુમાં લાવી શકે છે તે જ વ્યક્તિ સ્વતંત્ર છે. |
| 425 | જે માણસ પોતાના મગજ ઉપરનો કાબુ ગુમાવતો નથી.અર્થાત શાંત રહી શકે છે તે આફતો, મુશ્કેલીઓ અને પ્રોબ્લેમો સરળતાથી ઉકેલી શકે છે. |
| 426 | જે માણસ પોતાની વાણીને કાબુમાં રાખી શકતો નથી એના અંદર સત્ય નથી. |
| 427 | જે માણસના મનમાં બીજાની ભલાઈનો ભાવ રહેલો છે તેને માટે આ જગતમાં કાંઈ જ દુર્લભ નથી. |
| 428 | જે માનવી સંકટના સમયે પણ પોતાનો સંયમ નથી ગુમાવતો , વિવક નથી ગુમાવતો તેનો પરાજય ક્યારેય નથી થતો. |
| 429 | જે મારા ભાગ્યમાં છે એને દુનિયાની કોઈ તાકાત છીનવી નહી શકે આ શ્રદ્ધા જીવનને સફળ બનાવશે. |
| 430 | જે મુસીબતોનો બોઝ ઉઠાવી શકે છે તે જ સફળ જીવનનો અધીકારી છે. |
| 431 | જે મૂરખ બીજાના સુખ અને ધન જોઇને વગર આગે બળી મારે છે તે કદી પણ કોઈની ભલાઈ નથી કરી શકતો. |
| 432 | જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે |
| 433 | જે વસ્તુઓ દેખાય છે તે ક્ષણિક છે, પણ જે નથી દેખાતી તે શાશ્વત છે. |
| 434 | જે વ્યકિત જતુ કરવાની ભાવના રાખે છે તેનુ કોઇ દિવસ કાંઇ જતુ નથી. અને જે વ્યકિત ક્યારેય જતુ ના કરે તેનુ ક્યારેય કાંઇ બચતુ નથી! |
| 435 | જે વ્યક્તિ એકાંતમાં તમને તમારા દોષ બતાવે તેને પોતાનો મિત્ર સમજો. |
| 436 | જે વ્યક્તિ દુ:ખોનો સામનો કરવાથી ડરે છે તેણે સુખની આશા રાખવી નહી. |
| 437 | જે વ્યક્તિ, દરિદ્રનારાયણો સાથે ભાગ પાડીને રોટી ખાય છે અને હિંસા નથી કરતો, તે સંસારમાં રહેવા છતાં , પ્રભુની સુરક્ષિત ગોદમાં સૂતો છે. |
| 438 | જે શાન્તિ સ્થાપે છે તે ધન્ય છે, તે પ્રભુનું સંતાન કહેવાશે. |
| 439 | જે સત્ય બોલવાનું નથી જાણતો તે મનુષ્ય ખોટા રૂપિયા જેવો છે, તેની કિંમત કોડીની હોય છે. |
| 440 | જે સ્વયં શક્તિશાળી હોવા છતાં દુર્બળની વાતો સહન કરે છે, તેને સર્વશ્રેષ્ઠ ક્ષમાવાન કહેવામાં આવે છે. |
| 441 | જે હાથોથી પુરુષાર્થ કરી પોતાના ભાગ્ય તથા ભવિષ્યનું નિર્માણ કરવાનું છે, તેનાં દર્શન કરો. |
| 442 | જેઓ દઈને ભૂલી જાય છે અને લઈને કદી ભૂલતા નથી એવા લોકો પર ઈશ્વરના આશીર્વાદ સતત વરસતા રહે છે. |
| 443 | જેઓની પાસેથી તમે પાછું લેવાની આશા રાખો છો, તેઓને જો તમે ઉછીનું આપો તો તેમાં તમારી મહેરબાની શાની? |
| 444 | જેટલા દિવસ જીવો, ફૂલ બનીને જીવો કાંટા બનીને નહી. |
| 445 | જેટલી બને તેટલી ચાલાકી ઓછી કરો, ઉપરવાળાની મહેરબાની વધારે બનશે |
| 446 | જેટલી મિનીટ તમે ગુસ્સે રહો છો તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની સાઠ સેંકડો ખોઈ નાખી. |
| 447 | જેણે અભિમાન કર્યું એનું પતન નક્કી છે. |
| 448 | જેણે આંખમાંથી કદી કોઈને માટે આશું નથી સાર્યા નથી… એવા માણસોથી દૂર રહો |
| 449 | જેણે પોતાની કામનાઓનું દમન કરીને મન પર વિજય મેળવ્યો અને શાંતિ મેળવી તે રાજા હોય કે રંક તેને માટે સંસારમાં સુખ જ છે. |
| 450 | જેના જીવનનું લક્ષ્યબિંદુ નિશ્ચિત ન હોય એને જ સમય પસાર કરવાનાં સાધન શોધવાં પડે છે. |
| 451 | જેનામાં શાંતિનો નિવાસ નથી, તેના બધાં જ સદગુણ વ્યર્થ છે. |
| 452 | જેનામાં સદબુધ્ધિ છે અને જેની પાસે વિવેક નો વાસ છે તે વ્યક્તિ પરમ સુખી છે. |
| 453 | જેનામાંથી મમતા અને અભિમાન ચાલ્યાં ગયાં છે તેને સદાયે શાંતિ જ છે. |
| 454 | જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે. |
| 455 | જેની પાછળ ૫રહિત અથવા આત્માના હિતનો ભાવ રહેલો હોય તેવો વિચાર બાહ્ય દૃષ્ટિએ હાનિકારક લાગતો હોવા છતાં ૫ણ ખરેખર તો સદ્દવિચાર જ છે. |
| 456 | જેની પાસે અભાવ છે તે ગરીબ નથી પણ જે ધનવાન હોવા છતાં પણ જેની ઈચ્છા ઓછી નથી થઇ તે ગરીબ છે. |
| 457 | જેની પાસે ધન ઓછું છે તે ગરીબ નથી;પણ જેની ઈચ્છાઓ અતુપ્ત હોય છે તે ગરીબ છે. |
| 458 | જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. |
| 459 | જેની પાસે ફક્ત પૈસા જ છે તે મનુષ્ય કરતાં વધારે ગરીબ કોઈ નથી. |
| 460 | જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે. |
| 461 | જેને જાતનું અભિમાન નથી, રૂપનું અભિમાન નથી, લાભનું અભિમાન નથી, પંડિતાઈનું અભિમાન નથી, અને જે સર્વ પ્રકારનાં અભિમાન છોડીને ધર્મધ્યાનમાં રત છે તે સાધુ છે. |
| 462 | જેને પોતાની અંદર જ શાંતિ પ્રાપ્ત થઈ હોય તેને આખું વિશ્વ શાંતિમય પ્રતીત થાય છે |
| 463 | જેને મૃત્યુ સાથે મિત્રતા છે, તે મૃત્યુના હાથમાંથી ભાગી શકે છે, અથવા હું મરવાનો નથી એવું જે જાણે છે તે એવો વિચાર કરી શકે કે, આ હું આવતી કાલે કરીશ. |
| 464 | જેને મોહ નથી તેનું દુખ ગયું. જેનો મોહ ગયો તેની તૃષ્ણા ગઈ. જેનો લોભ ગયો તેની તૃષ્ણા મટી ગઈ. જે નીશ્કંચન છે તેનો લોભ ગયો. |
| 465 | જેમ કાંટાળી ડાળને ફૂલો સુંદર બનાવી શકે છે તેમ સુશીલ સ્ત્રી ગરીબ માણસનાં ધરને સુંદર અને સ્વર્ગસમું બનાવી શકે છે. |
| 466 | જેમ જેમ માણસ વૃદ્ધ થતો જાય છે તેમ તેમ વધુ જીવવાની લાલચ અને મૃત્યુનો ભય વધતો જાય છે. |
| 467 | જેમ જેમ લાભ થાય તેમ તેમ લોભ પણ વધે છે. જુઓ પહેલા કેવળ બે ગ્રામ સોનાની ઈચ્છા હતી, પણ પછી તે ઈચ્છા કરોડો મળતા પણ પૂરી થતી નથી. |
| 468 | જેમ તને દુ:ખ ગમતું નથી, તેમ જ સંસારના બધા જીવોને દુ:ખ ગમતું નથી, એવું સમજીને બધા જીવોનો આત્મવત આદર કરો અને ઉપયોગપૂર્વક દયા રાખો. |
| 469 | જેમ તેલ વિના દીવો ન બળી શકે, તેમ ઈશ્વર વિના માણસ સારી રીતે જીવી ન શકે. |
| 470 | જેમ માતાના શરીરમાં રહેલું દૂધ પોતાના બાળકના કલ્યાણ માટે હોય છે તેમ મહાત્માઓના હૃદયમાં રહેલ શાશ્વત જ્ઞાન પણ સાચા સાધકોના કલ્યાણ માટે જ હોય છે. |
| 471 | જેમ શરીરને સ્વચ્છ રાખવા નિયમિત સ્નાન કરવું જરૂરી છે, તેમ અંત:કરણ ને સ્વચ્છ રાખવા નિયમિત પ્રાર્થના કરવી જરૂરી છે. |
| 472 | જેમ સૂર્ય સ્વયં ધરધરમાં પ્રકાશ ફેલાવે છે તે રીતે સજજનો કહ્યા વિના જ બીજાની આશા પૂરી કરે છે. |
| 473 | જેવી રીતે ઉકળતા પાણીમાં આપણે આપણું પ્રતિબિંબ જોઈ શકતા નથી તેવી રીતે ક્રોધી બનીને આપણે એ નથી સમજી શકતા કે આપણી ભલાઈ કઈ વાતમાં છે? |
| 474 | જેવી રીતે કાચી છતમાં પાણી ભરાય છે તે જ રીતે અજ્ઞાનીના મનમાં કામનાઓ ભરાઈ રહે છે. |
| 475 | જેવી રીતે ઝાડ ફળથી ઓળખાય છે, સોનું કસોટીથી પરખાય છે અને ધંટની કિંમત રણકારથી અંકાય છે, તેવી રીતે મનુષ્યનું મનુષ્યત્વ તેનાં વિવેકથી પરખાય છે. |
| 476 | જેવી રીતે માળો ઊંઘતાં પક્ષીઓને આશ્રય આપે છે, તેવી જ રીતે મૌન તમારી વાણીને આશ્રય આપે છે. |
| 477 | જેવી રીતે સોનાથી જડેલું રત્ન અત્યંત સુશોભિત લાગે છે, તેમ વિવેકી મનુષ્યને પ્રાપ્ત કરીને વ્યક્તિ સુંદરતાને પ્રાપ્ત કરે છે. |
| 478 | જેવું અન્ન તેવું મન, જેવું ચિંતન તેવું જીવન. |
| 479 | જેવું ચિંતવશો એવુ જ થશો. હાલનું જીવન પૂર્વના ચિંતનનું ફળ છે. તમારા વિચારો એ જ તમારુ પ્રારબ્ધ છે. |
| 480 | જેહના ભાગ્યમાં જે સમે, જે લખ્યુ ,તેહને તે સમે તે જ પહોચે. |
| 481 | જો કોઈ માણસ સતત અશુભ કર્મ કર્યા જ કરે છે તો તેનું અંત:કરણ ખરાબ સંસ્કારોથી મલિન થઇ જાય છે. |
| 482 | જો તમારા મંઝીલના માર્ગમાં જો કોઈ અડચણ નાં આવતી હોય તો રસ્તો બદલી નાખવો સફળતા જરૂર મળશે. |
| 483 | જો તમારામાં અહંકાર નથી, તો કોઈ પુસ્તકની લીટી વાંચ્યા વિના, અથવા કોઈ મંદિરમાં ગયા વિના જ તમે ચોક્કસ મોક્ષ પામશો. |
| 484 | જો તમારામાંથી અહંકાર ચાલ્યો ગયો હોય તો કોઈ પણ ધર્મ પુસ્તકની એક લીટી પણ વાંચ્યા વિના કે કોઈ પણ દેવાલયમાં પણ મુક્યા વિના તમે જ્યાં બેઠા છો ત્યાં જ મોક્ષ પ્રાપ્ત થઇ જશે. |
| 485 | જો તમે આજને નષ્ટ કરશો તો સમય એક દિવસ તમને નષ્ટ કરી દેશે. |
| 486 | જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી બડાઈ કરે તો તમે તમારા મોઢે તમારી બડાઈ ન કરો. |
| 487 | જો તમે જીવનની સ્પર્ધામાં થોડા પાછળ રહી જવા માટે બીજા કોઇને કારણભુત ગણ્યા સિવાય પ્રયત્નો ચાલુ રાખશો તો તમારી સફળતા માટે ઉજળી શક્યતાઓ રહેલી છે. |
| 488 | જો માણસને શીખવાની ઈચ્છા હોય તો તેની દરેક ભૂલ તેને કંઇક શિક્ષણ આપી શકે છે. |
| 489 | જો મુઠ્ઠીભર આતંકવાદીઓ આવીને આટલી અસર છોડી જાય છે તો ચલો આપણે આટલા બધા મળીને પ્રેમ અને શાંતિનો ફેલાવો કરીએ |
| 490 | જો વિચારો ખરાબ અને હલકા હોય તો માણસ આત્માની ઉન્નતિ કરવામાં કદાપિ સફળ થઈ શક્તો નથી. |
| 491 | જોડે ચાલવુ એ “શરુઆત” છે, જોડે રહેવુ એ “પ્રગતી “છે. જોડે જીવવુ એ “જીદંગી” છે, જોડે મરવુ એ “પ્રેમ” છે. પણ અલગ રહીને પણ જોડે રેહવુ એજ “દોસ્તી |
| 492 | જ્ઞાન અને સત્તાની સાથોસાથ નમ્રતા અને વિનય પણ વધવાં જોઈએ. |
| 493 | જ્ઞાન કરતા સમજદારી વધારે મહત્વની છે જ્ઞાની માણસ સમજદાર ના હોય તો માથાનો દુખાવો બની શકે છે. |
| 494 | જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જાય છે એવું હું માનતો નથી, પણ જે કંઈ વાંચેલું કે વિચારેલું હોય છે તે અંદર પચ્યા પછી વખત આવ્યે બહુ સુંદર રીતે બહાર આવે છે. |
| 495 | જ્ઞાન, ઉપાસના અને કર્મ- આ ઈશ્વરપ્રાપ્તિના ત્રણ જુદા જુદા માર્ગ નથી, આ ત્રણેય મળીને એક જ માર્ગ છે. |
| 496 | જ્ઞાની સુખ અને દુ:ખ જ્ઞાનથી કાપે છે. જયારે મુરખાઓ રડી રડીને કાપે છે. |
| 497 | જ્ઞાની હોવાનો સાર, કોઈ પણ પ્રાણીની હિંસા ન કરવી તે છે, અહિંસાનો સિદ્ધાંત જ સર્વશ્રેષ્ઠ છે. એ જ વિજ્ઞાન છે. |
| 498 | જ્યારે માનવીઓ મારા વાતોડિયા અવગુણોની પ્રશંશા કરવા લાગ્યા અને મારા મૂંગા સદગુણોની નિંદા કરવા લાગ્યા ત્યારે મારામાં એકાંતવાસની વૃતિ જન્મી. |
| 499 | જ્યારે મારૂ મધપાત્ર ખાલી હોય છે ત્યારે તેનું ખાલીપણુ મને સાલતુ નથી. એનો જરાપણ સંતાપ મને થતો નથી. પરંતુ, જ્યારે એ અધુરૂ ભરેલુ હોય છે ત્યારે જ મને એનાં પર ચીડ ચડે છે. |
| 500 | જ્યાં ઉપાય નથી ત્યાં ખેદ કરવો યોગ્ય નથી. |
| 501 | જ્યાં ક્ષમા નથી ત્યાં પ્રેમ માત્ર વિડંબના જ છે. |
| 502 | જ્યાં તમારું ચાલે નહી ત્યાં જીભ ચલાવસો નહી. |
| 503 | જ્યાં ધન(પૈસો) જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂજતું નથી |
| 504 | જ્યાં નીતિ અને બળ બન્ને ને કામમાં લેવાય છે ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. |
| 505 | જ્યાં મન, વચન, અને કાયા વડે તથા કથિત વિરોધીને ક્ષતિ પહોંચાડવાની ભાવના છે ત્યાં હિંસા છે. |
| 506 | જ્યાં સુધી ‘હું અને મારું’ એવો વિકારી તાવ ચડ્યો છે, ત્યાં સુધી શાંતિ નથી મળવાની. |
| 507 | જ્યાં સુધી અભિમાન અને સ્વાર્થ છે ત્યાં સુધી કોઈની પણ સાથે પ્રેમ થઈ શકતો નથી. |
| 508 | જ્યાં સુધી કામિની અને કંચનનો મોહ છૂટતો નથી ત્યાં સુધી ઈશ્વરના દર્શન થઇ શકતા નથી. |
| 509 | જ્યાં સુધી તમારી ફરજ પૂરી ન કરી હોય ત્યાં સુધી બીજાની આલોચના ન કરાવી. |
| 510 | જ્યાં સુધી પાપ પાકતું નથી , ત્યાં સુધી તે મીઠું લાગે છે. પરંતુ જયારે તે પાકવા લાગે છે ત્યારે અત્યંત દુ:ખકારક બને છે. |
| 511 | જ્યાં સુધી બને ત્યાં સુધી કોઈને ઈજા જ પહોચાડો કારણ કે એક નિ:સાસો સંસારભારને હલાવી મૂકે છે. |
| 512 | જ્યાં સ્ત્રીઓનું સમ્માન થાય છે, ત્યાં દેવો પ્રસ્સન થાય છે. |
| 513 | ઝાડનાં પાન પીળાં થઇ જતાં ઉખડીને પડી જાય છે. તેમ જિંદગી ઉંમર પૂરી થતાં ખલાસ થાય છે. માટે પળભરનો પ્રમાદ ન કરો. |
| 514 | ઝુકો પણ તુટો નહી... આ વિચાર વાંસ ના ઝાડ પાસે થી શિખવા જેવો છે , તોફાનો ના સમય મા તે ઝુકે છે હાલે છે પણ તોફાનો શમતા જ ફરી થી ઉન્નત શિરે ઉભા થઈ જાય છે . |
| 515 | ટીકા એ કીર્તિની કમાણી પરનો સામાજીક કર છે. |
| 516 | તક તકદીરથી મળે છે. તકરારમાં ગુમાવશો નહી. |
| 517 | તનની ગરીબી કે ધનની ગરીબી, કોઈપણ પ્રકારની ગરીબી, ઈશ્વર સાથે આપનો સંબંધ સ્થાપિત કરે છે. |
| 518 | તને લાગેવળગે નહી તેવી બાબતમાં બોલ નહી; નહી તો તારે ન ગમે તેવું સાંભળવું પડશે. |
| 519 | તને ખ્યાલ નથી હે પુષ્પ.. વાસના અને કટુતાથી ભરેલી છે એમની નજરો. |
| 520 | તમને પંસદ ન હોય તેવો વ્યવહાર બીજા સાથે ન કરો. |
| 521 | તમને બધા સારા કહે એમ ઇચ્છતા હો તો તમે પોતે પોતાને સારા ન કહો. |
| 522 | તમારા કદીયે નિષ્ફળ ન જનારા મિત્રોમાં પુસ્તકો સૌથી મોખરે છે. |
| 523 | તમારા જીવનમાં વરસો ઉમેરવાની વાત મોટી નથી પણ તમારાં વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. |
| 524 | તમારા સંતાનને એક જ સોગાદ આપી શકો તેમે હો તો તો તે ઉત્સાહ. |
| 525 | તમારી ઇચ્છાશક્તિ ભલે ગમે તેવી અતિશય શક્તિશાળી હોય પણ એ તમારી આશાની દાસી છે. |
| 526 | તમારી સફળતા કે નિષ્ફળતાનો આધાર તમે તમારો સમય કેવી રીતે પસાર કરો છો તેના પર છે. |
| 527 | તમારું અંતિમ ધ્યેય શાંતિ છે. તેને પ્રાપ્ત કરવાના ઉપાય છે ત્યાગ અને સેવા. |
| 528 | તમારું ચારિત્ર્ય જ ચિરસ્થાયી રહેશે. આ જગતને છોડતી વખતે તમે તમારા ચારિત્ર્ય સિવાયની બીજી કોઈ પણ વસ્તુને સાથે લઇ શકશો નહી. |
| 529 | તમારો અહંકાર બીજાને કદાચ ડંખે, પણ તમારું તો પતન જ કરે. |
| 530 | તમારો જાન જોખમમાં આવી પડે તોપણ બીજાનો જાન લેતા નઈ. |
| 531 | તમારો પ્રેમ એજ ઈશ્વરનો નૈવેધ છે. |
| 532 | તમારો વિચાર ત્યાં સુધી જ તમારો છે, જ્યાં સુધી તમે બીજાની આગળ અભિવ્યક્ત ન કરો. |
| 533 | તમે એકલા હો તે વખતે પણ સુખી થતાં શીખો. આપણી સોબતની ખુશી આપણે પોતે જ ન અનુભવી શકીએ તો બીજાને માથે શા માટે મારવી જોઈએ ? |
| 534 | તમે ગણેતશાસ્ત્ર શીખવામાં ચાલીસ વષૅ વીતાવો પણ જો તમે પેલા પુષ્પેને , પેલા ભૂરા આકાશને ના જોઇ શકો તો તમે મૃત છો. |
| 535 | તમે જે કહેશો એ વિશે લોકો કદાચ શંકા કરે, પણ તમે જે કરી બતાવશો એ તેઓ માનશે. |
| 536 | તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે. |
| 537 | તમે જે નથી જાણતા એટલું તમે કબુલ કરો એ જ્ઞાન કહેવાય. |
| 538 | તમે જેટલું આપી શકો તેમ હો એથી વધુ આપો તેનું નામ ઉદારતા અને તમારે જેટલાની જરૂર હોય તે કરતાં ઓછુ લો તેનું નામ ગૌરવ. |
| 539 | તમે તમારા કાર્યમાં ઓતપ્રોત થઈને આગળ વધો એમાં જ તમારું ગૌરવ છે. |
| 540 | તમે તમારા દુશ્મન માટે જે આગ સળગાવશો તે તેના કરતાં વધું તમને દઝાડશે. |
| 541 | તમે માત્ર નસીબ ને શોધતા હશો તો તક ને ઓળખવી મૂશ્કેલ છે. |
| 542 | તમે મારો દિવસ સુધારી દીધો – એવું મને કહેનાર હકીકતમાં મારો દિવસ સુધારી દે છે. |
| 543 | તમે યોગી ન થઇ શકો તો નો પ્રોબ્લેમ પણ બધાને ઉપ - યોગી જરૂર થાજો !! |
| 544 | તમે સુખ શોધો છો સંપતિમાં અને સામગ્રીમાં,જ્યારે હકીકતમાં સુખ છે સમાધિમાં અને સદ્ગુણોમાં. |
| 545 | તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને રોટલો આપવો એ આંધળાને રસ્તો બતાવવો એ દાનનો ઉત્કૃષ્ઠ પ્રકાર છે. |
| 546 | તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું. |
| 547 | તારું નામ જો શાશ્વત રાખવું હોય તો, કોઈને દુ:ખ દેવાનો પ્રયત્ન કરીશ નહી. |
| 548 | તારે જે કંઈ મેળવવું હોય તે તલવારથી નહિ પણ સ્મિતથી તું મેળવ. |
| 549 | તાંબાના વાસણમાં રાત્રે ભરી રાખેલું જળ પીઓ, ઉષાપાન કરો, દિવસમાં ત્રણથી ચાર લિટર પાણી પીઓ. |
| 550 | તુચ્છ માનવીઓ વિઘ્નના ભયથી કોઈ શરૂઆત કરતાં નથી. મધ્યમ શ્રેણીના લોકો કાર્યનો આરંભ કરે છે પણ મુશ્કેલી આવતાં જ તેને છોડી દે છે, પણ શ્રેષ્ઠ પુરુષો વારંવાર સંકટો આવવા છતાં હાથમાં લીધેલું કાર્ય કદી છોડી દેતા નથી. |
| 551 | તું મારશે તો તું પણ માર્યો જઈશ અને જો તે તને મારશે તો તે પણ માર્યો જશે. |
| 552 | તૂટેલા તાર સંધાય છે, પણ ભાગેલાં હૈયાં સંધાતાં નથી. |
| 553 | તૃષ્ણા સંતોષની દુશ્મન છે. તે જ્યાં જ્યાં પગ મુકે છે ત્યાંથી સંતોષ ભાગી છૂટે છે. |
| 554 | તૃષ્ણામાં જે આનંદ છે, તે તૃપ્તિમાં નથી. |
| 555 | તેણે વીણી વીણીને પોતાના દુશ્મનોને ખતમ કરી નાખ્યા ! શસ્ત્રથી નહી ,પણ દુશ્મનોમાં રહેલા ગુણોની પ્રશંસા કરીને. |
| 556 | તેમ યોગ્યતા વગરનો માણસ સ્થાન નિભાવી શકતો નથી... |
| 557 | તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે |
| 558 | થોડું વાંચીને વધારે વિચારો. થોડું બોલો ને વધુ સાંભળો. આ બુદ્ધિશાળી બનવાનો ઉપાય છે. |
| 559 | દયા , દયાને જન્મ આપે છે. દયા કદી નિષ્ફળ જતી નથી. જેના તરફ એ વહે છે તેનાં ઉપર તેની કશી અસર ન થાય છતાં પણ દયા કરનારને તો તે લાભ કરે છે જ. |
| 560 | દયા એવી ભાષા છે જે બેહરા સાંભળી શકે છે અને મુંગા પણ સમજી શકે છે. |
| 561 | દયા કરવી એટલે ઉંચે જવું પરંતુ દયાપાત્ર બનવું એટલે પોતાના તેજને ઓછું કરવું. |
| 562 | દયા બતાવવામાં કાઈ નથી. તારો આત્મા દયાપૂર્ણ હોવો જોઈએ. પવિત્રતા કાઈ નથી, તારે હૃદયથી પવિત્ર રહેવું જોઈએ. |
| 563 | દયા મોટામાં મોટો ધર્મ છે. દયા સજ્જનતાની મૂળભૂત નિશાની છે. |
| 564 | દયા રાખનારો ,પોતાના પ્રત્યે દયાળુ છે. |
| 565 | દયાળુ અને માયાળુ બનવું તે ખરાબ બનવા કરતા વધારે સારું છે. |
| 566 | દર વખતે પોતે ભૂલ કરીને શીખવું નકામું છે... બીજાની ભૂલો પરથી શીખે તે જ માણસ. |
| 567 | દરરોજ ઈશ્વરની પ્રાર્થના કરવાથી અંત:કરણ પવિત્ર બને છે, સ્વભાવમાં પરિવર્તન આવે છે, હતાશા નીકળી જાય છે, મનને શાંતિ અને તાજગી મળે છે, દિલમાં ઉમંગ પ્રગટે છે અને જીવન જીવવાની પ્રેરણા મળે છે. |
| 568 | દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે. |
| 569 | દરેક કામ માં જોખમ હોય છે પરંતુ કશું નહિ કરવામાં સૌથી મોટું જોખમ છે. |
| 570 | દરેક નાની સિદ્ધિ માત્ર નાના સપનાથી શરૂ થાય છે. |
| 571 | દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે |
| 572 | દરેક મુશ્કેલી મા એક તક રહેલી હોય છે . |
| 573 | દરેક વ્યક્તિએ બાલદીમાં ના છિદ્ર જેવું ના બનવું પરંતુ જમીન ના છિદ્ર જેવું બનવું કે જે કોઈ પણ દોષ ને પી જાય ,પચાવી જાય અને પોતના માં સમાવી લે છે |
| 574 | દરેક સ્ત્રીના મનમાં એવી ઈચ્છા હોય છે કે પતિ તન, મન અને ધનથી પોતાનો બની રહે. |
| 575 | દરેકેદરેક વ્યક્તિને જિંદગીમાં ઘણી વખત એક સહાનુભૂતિભર્યા સાથ અને લાગણીભર્યા હૃદયની જરૂર પડતી હોય છે, જે તેને સમજી શકે. |
| 576 | દાન આપવું એ ગૌરવની બાબત નથી. દાનની જરૂર ન પડે તેવા સમાજની રચના જ ગૌરવપ્રદ ઘટના ગણાય. |
| 577 | દારૂનો એક પ્યાલો માણસને બુદ્ધિહીન બનાવે છે, બીજો પાગલ બનાવે છે, ત્રીજો ડુબાડી દે છે. એટલે ચેતનાશૂન્ય બનાવે દે છે. |
| 578 | દીકરો એટલે સુખડનો ટુકડો , દીકરી એટલે કસ્તુરી બન્નેને બરાબર સાચવી શકો તો એ બન્ને જાતે ઘસાઇને સુવાસ ફેલાવે !! |
| 579 | દીવો બોલતો નથી પણ પ્રકાશે છે. તેમ માણસે પણ બોલવું નહી પણ કર્તવ્ય બજાવવું જોઈએ. |
| 580 | દુ:ખ નું સંકટ તમારી મુલાકાતે બીજી વાર તમારી પાસે ન આવે એમ ઇચ્છતા હો તો પહેલીવાર આવીને તે જે પાઠ શીખવી ગયાં હોય તે બરાબર શીખી લો. |
| 581 | દુ:ખ વિના સુખ નથી. સમજીને દુ:ખ વેઠવું એ સારામાં સારો રસ્તો છે. |
| 582 | દુ:ખમાં તો તમે છો તેનું ભાન થાય છે. સુખમાં તો તમારું પોતાપણું વિલીન થઇ જાય છે. |
| 583 | દુખ અને સુખ જેવું કઈ કદાચ હોતું નથી... |
| 584 | દુનિયા મને શું આપશે એમ વિચારનારા મેનેજર બને છે, દુનિયા ને હું શું આપું એમ વિચારનારા લીડર બને છે..!! |
| 585 | દુનિયા માં એવી એક પણ વ્યક્તિ નહિ હોય જેની પાસે નસીબદાર બનવાની તક ના આવી હોય ,પરંતુ નસીબ જયારે જુએ છે ત્યારે એ વ્યક્તિ એનું સ્વાગત કરવા માટે તૈયાર નથી ત્યારે એ પાછુ ફરી જાય છે. |
| 586 | દુનિયાની ઉત્તમ નિશાળ એક વૃદ્ધ માણસના પગ પાસે હોય છે. |
| 587 | દુનિયામાં આનંદમાં અને સુખમાં રહેવાનો એક સહેલો રસ્તો એ છે કે પોતાની જરૂરિયાતો ઓછી કરવી. |
| 588 | દુન્યવી ચીજોમાં સુખ શોધવું નકામું છે. ખુશીનો ખજાનો તો તમારી અદર જ પડેલો છે. |
| 589 | દુન્યવી વસ્તુઓમાં સુખની ખોજ વ્યર્થ છે, આનંદનો ખજાનો તમારી અંદર છે. |
| 590 | દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!! |
| 591 | દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથી. |
| 592 | દુઃખની ક્લ્પના કરીને દુઃખી બનવું એ મ્રૂત્યુ આવ્યા પહેલાં મરી જવા જેવું છે. |
| 593 | દુઃખીને મદદ કરવા લંબાયેલો એક હાથ પ્રાર્થના કરવા જોડાયેલા બે હાથ કરતા વધુ સાર્થક છે. |
| 594 | દેખાવનો પ્રેમ, જૂઠી ભાવના અને કુત્રિમ ભાવુકતા એ બધા ઈશ્વરના અપમાનનાં સાધનો છે. |
| 595 | દેવતા ન તો લાકડામાં છે , ન તો પથ્થર, માટી કે મૂર્તિમાં હોય છે . દેવતા હોય છે વ્યક્તિની શ્રદ્ધામાં, શ્રદ્ધા જ કામ કરે છે. |
| 596 | દ્રઢ પ્રતિજ્ઞાવાળો માણસ સંસારને પોતાની ઈચ્છા મુજબ ઝુકાવી દે છે. |
| 597 | ધડપણ રૂપનો, આશા ધીરજનો, મૃત્યુ પ્રાણીનો, ઈર્ષા ધર્મના આચરણનો, ગુસ્સો લક્ષ્મીનો, ખરાબ માણસોની સેવા ચારિત્રનો, કામ શરમનો અને અભિમાન બધી જ વસ્તુઓનો નાશ કરે છે. |
| 598 | ધન ન હોય તો કાંઈ નહી, ધનિક હ્રદય હોય એટલે બસ. |
| 599 | ધન પ્રાપ્તિ પહેલા પૈસાથી સુખ શાંતિ મેળવવાની કળા શીખો |
| 600 | ધનની તૃષ્ણા ખોટી છે, માટે તારાં પૂર્વનાં અને આજનાં કર્મના ફળે કરીને તને જે મળે તેનાથી તું રાજી રહે. |
| 601 | ધનની મોટી ઉપાધિ છે. માણસ ધની થયો કે બદલાયો છે. |
| 602 | ધરતીકંપ કરતાં વધારે હોનારત માનવ-માનવ વચ્ચેના ધિક્કારકંપથી થાય છે. |
| 603 | ધરમાં કકળાટ, કંકાસ, કજીયો, સતત થયા કરે તો સમજવું કે પડતી આપણાં બારણાં ખખડાવે છે. |
| 604 | ધર્મ કરતી વખતે દુઃખ થાય કે ના થાય, પણ પાપ તો જવુજ જોઈએ. સુખ મળે કે ના મળે પણ મોક્ષ તો મળવા જ જોઈએ. |
| 605 | ધર્મ-અહિંસા, સંયમ, તપ-સર્વશ્રેષ્ઠ મંગળ છે. જેનું મન ધર્મરત છે, તેને દેવ પણ નમે છે. |
| 606 | ધર્મનું સર્વશ્રેષ્ઠ લક્ષણ આચરણમાં છે. |
| 607 | ધીરજ અને સહનશીલતા એ બે શક્તિઓ મળવાથી માણસ ડાહ્યો બને છે. |
| 608 | ધીરજ કડવી દવા સમાન છે પરંતુ તેના ફળ મીઠાં છે. |
| 609 | ધીરજથી લોખંડ જેવા નક્કર દુઃખોને પણ સોના જેવા સુખોમાં ફેરવી શકાય છે. |
| 610 | ધ્યેય જેટલું મહાન, તેટલો જ તેનો માર્ગ લાંબો અને વિકટ. |
| 611 | ન હો જો કશું તો, અભાવો નડે છે, મળે જો બધું તો, સ્વભાવો નડે છે. |
| 612 | નકશા વિનાનું મકાન આનંદ ન આપે , લક્ષ્ય વિનાનું જીવન સિદ્ધિ ન આપે. |
| 613 | નક્કી કરેલા સમયે મનોયોગપૂર્વક શુદ્ધ, સાત્વિક તથા સુપાચ્ય ભોજન ખૂબ ચાવી-ચાવીને કરો. વચ્ચે પાણી ન પીઓ. મરચાં, મસાલા, તેલ, ફાસ્ટફૂડ તથા વાસી ભોજનથી બચો. એક કલાક ૫છી ૫ર્યાપ્ત પ્રમાણમાં સાદું પાણી પીઓ. |
| 614 | નફરતને નફરતથી નથી મીટાવી શકાતી. એને ફકત પ્રેમથી ખતમ કરી શકાય છે. આજ શાશ્વત નિયમ છે. |
| 615 | નમસ્કાર પારકાંને પોતાનાં બનાવવાની ચાવી છે. |
| 616 | નમ્રતા અભિમાનને ઓગાળી નાખે છે, |
| 617 | નમ્રતા એ સર્વોચ્ચ સદગુણ છે. માણસ પાસે ધન, સત્તા, રૂપ, મોભો, વગેરે હોય પણ જો નમ્રતા ન હોય તો એ બધાં નકામાં છે. |
| 618 | નમ્રતા જ્ઞાનનો માપદંડ છે. |
| 619 | નમ્રતા તમામ સદગુણોનો સુંદર પાયો છે. |
| 620 | નમ્રતા પત્થર હૃદયનાં માનવીને પણ પીગાળીદે છે. |
| 621 | નમ્રતાની અસર દૂર સુધી જાય છે અને તેમાં કંઈ પણ ખર્ચ થતો નથી. |
| 622 | નરકનો નિવાસ કરવો સારો પણ દુષ્ટનો સાથ કરવો સારો નહી. |
| 623 | નસીબ અને પરિસ્થિતિ પર રડનારા જીવન-સંગ્રામમાં હારી જાય છે, બત્રીસ તારો તરનારો પણ ઢીચણસમા પાણીમાં ડૂબી ગયેલો સાંભળ્યો છે. |
| 624 | ના બોલાયેલા શબ્દ ના તમે માલિક છો, અને બોલાયેલા શબ્દ ના ગુલામ. |
| 625 | નાના છોકરાઓ રડીને બીજા પાસેથી વસ્તુ મેળવે છે. જયારે મોટા માણસો બીજાને રડાવીને મેળવે છે. |
| 626 | નાની નાની ખુશીઓના અવસર શોધો અને તેના આનંદ ઉઠાવો. |
| 627 | નાની મોટી કે ખોટી બાબતમાં જીદંગીના અમુલ્ય સમયને બરબાદ ન કરો. |
| 628 | નાની મોટી મુશ્કેલીઓથી ગભરાઈ ન જાઓ – તમારા લક્ષને નજરમાં રાખો – તમને સફળતા સુધી પહોચતાં કોઈ રોકી શકશે નહી. |
| 629 | નિયમિત તુલસીનું સેવન કરો. |
| 630 | નિર્ણય લેવાની શક્તિ અનુભવમાંથી આવે છે, પરંતુ સાચા અનુભવ ખોટા નિર્ણયમાંથી આવે છે. |
| 631 | નિશ્ચય જ સાચીમાં સાચી અને સારામાં સારી ચતુરાઈ છે. |
| 632 | નીચે પડવુ એ કાઇ હાર નથી ..હાર એ છે કે જ્યારે તમે ઉભા થવાની ના પાડો. |
| 633 | નીતિમાન થજો , શુરવીર બનજો , ઉદાર રદય ના થજો, જાન ને જોખમે પણ નીતિમાન ચારિત્ર્યવાન બનજો. |
| 634 | પક્ષીઓની જેમ હવામાં ઊડવું અને માછલીઓની જેમ પાણીમાં તરવું, એટલું શીખ્યા પછી માણસની જેમ જમીન ઉપર ચાલતા શીખો. |
| 635 | પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય ! |
| 636 | પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ |
| 637 | પરમાત્મા જેના પર કૃપા કરવા ઈચ્છે છે, તેને જ વધુમાં વધુ કષ્ટ આપે છે. રોગ, સાંસારિક ક્ષતિ, આત્મીય જનનું મૃત્યુ, આ સર્વ ભક્તિમાર્ગમાં થનારી કસોટીઓ છે. |
| 638 | પરમાત્મા હંમેશાં દયાળુ છે. જે શુદ્ધ અંતઃકરણથી તેની મદદ માગે છે તેને તે અવશ્ય આપે છે. |
| 639 | પરમાત્માની પ્રાર્થના આત્માની અનંત શકિતઓને જગાડનાર દૈવી બળ છે. |
| 640 | પરમાત્માની શક્તિ અમર્યાદ છે, માત્ર આપણી શ્રદ્ધા જ અલ્પ હોય છે. |
| 641 | પરાજય શું છે ? એ એક પ્રકારનું શિક્ષણ છે. કાંઈ પણ વધારે સારી વસ્તુ, સારી સ્થિતિ તરફ જવાનું તે પહેલું પગથિયું છે. |
| 642 | પરિશ્રમ આપણને ત્રણ આફતોમાંથી ઉગારે છે. કંટાળો, કુટેવ અને જરૂરીયાત. |
| 643 | પરિશ્રમથી જ સફળતા મળે છે, વિચાર કરવાથી નહી. |
| 644 | પરોપકાર કરી શકો તો સારું, પણ કોઈના અહિતનો વિચાર કદી ન કરો, ન અહિત કરો. |
| 645 | પશુ ન બોલવાથી દુખ ભોગવે છે જયારે મનુષ્ય વધારે બોલવાથી દુખ ભોગવે છે. |
| 646 | પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે. |
| 647 | પહેલા ઈશ્વર પ્રાપ્ત કરો. પછી ધન કમાઓ. આથી ઊલટું કરવાની કોશિશ ન કરો જો આધ્યાત્મિકતા પ્રાપ્ત કર્યા પછી તમે સંસારિક જીવન ગાળશો તો તમે મનની શાંતિ કદી નહી ગુમાવો. |
| 648 | પહેલા તો આપણે શું મેળવવું છે , આપણું ધ્યેય શું છે, તે શોધી કાઢવું જોયએ અને પછી ત્યાં જલ્દી કઈ રીતે પહોચી શકાય એ માટે નો રસ્તો શોધી કાઢવો જોઈએ . |
| 649 | પહેલા પાપ કરીને પ્રાયશ્ચિત કરવું એ કીચડમાં પગ નાખીને પછી પગ ધોવા જેવું છે. |
| 650 | પહેલા માણસ ટેવ પાડે છે, પછી ટેવ માણસ પાડે છે. |
| 651 | પહેલાં પાપ કરીને પછી પ્રાયશ્ચિત કરવું એ, કીચડમાં પગ નાખીને ધોવા જેવું છે. |
| 652 | પહેલું ભણતર જ એ છે કે સભ્યતાથી બોલતાં શીખવું. |
| 653 | પાણી બહાર જેમ માછલી તરફડે છે, તેવી જ રીતે જીવ: મોહ, રાગ, દ્વેષની જાળમાં ફસાઈને તરફડે છે. |
| 654 | પાપ પરિપક્વ નથી થતાં ત્યાં સુધી મીઠાં લાગે છે, પણ પાકવા માંડે છે, ત્યારે બહુ દુ:ખ દે છે. |
| 655 | પાપ એવો અગ્નિકુંડ છે જે આદર અને માન, સાહસ અને ધૈર્યને ક્ષણવારમાં જ સળગાવીને ભસ્મ કરી નાખે છે. |
| 656 | પાપ કદી પાપી ને ઊંધવા દેતું નથી. |
| 657 | પાપ કરતી વખતે જેટલી મીઠાશ મળી હોય છે એટલી જ કડવાશ એના પરિણામરૂપે ગમે ત્યારે ભોગવવી જ પડે છે. |
| 658 | પાપ કરીને શિક્ષાનો ભાર શહન કરી શકાય છે,પરંતુ ક્ષમાનો ભાર ઉચકી શકાતો નથી. |
| 659 | પાપ પરિપક્વ નથી થતા ત્યાં સુધી મીઠા લાગે છે, પણ પાકવા માંડે ત્યારે બહુ દુ:ખ દે છે. |
| 660 | પાપ પેટમાં ન રાખ ઓકી દે ! ઝેરને પેટમાં રાખતા તે મારે છે. પણ પાપ તો સત્યને મીટાવી દે છે. |
| 661 | પાપની કમાણીથી ખાધેલ અન્ન બુધ્ધિને બગાડે છે. |
| 662 | પાપનો પ્રારંભ ભલે પ્રાત:કાળની જેમ ચમકતો હોય પરંતુ તેનો અંત તો રાત્રિની જેમ અંધકારમય જ હોય છે. |
| 663 | પાપીની ધ્રુણા કરશો નહી, પાપની કરજો. તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહી જ હો. |
| 664 | પાપીનો તિરસ્કાર કરશો નહી, પાપનો કરજો. તમે પોતે પણ તદ્દન નિષ્પાપ તો નહી જ હો. |
| 665 | પુછતા નર પંડિત થાય, પણ સતત પૂછ પૂછ કરનારા ખંડિત પણ થાય શકે છે |
| 666 | પુણ્યનું પરિણામ સંપતિ નહી પણ સુબુદ્ધિ. પાપનું પરિણામ ગરીબી નહી પણ કુબુદ્ધિ. |
| 667 | પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે. |
| 668 | પુરુષને પરાજિત કરવો હોય તો એના અહમને પંપાળો અને સ્ત્રીને પરાજિત કરવી હોય તો એની પ્રશંસા કરો !! |
| 669 | પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે. |
| 670 | પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ? |
| 671 | પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે, એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ... પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે |
| 672 | પૈસો નૈતિકતા નથી ખરીદી શકતો. |
| 673 | પોતાના આત્મા આ૫ણો સૌથી સારો અને સાચો મિત્ર છે, તેથી એના આદેશ પ્રમાણે ચાલવું જોઈએ. |
| 674 | પોતાના કાર્યક્ષેત્રને આનંદદાયક બનાવો. સંપૂર્ણ તત્પરતા તથા ઈમાનદારીથી કર્મની પૂજા તથા ‘યોગઃકર્મસુ કૌશલમ’ ના ભાવથી કામ કરો. ૫રિશ્રમ સફળતાની ચાવી છે, તેથી મહેનતથી ભાગશો નહિ. આળસ અત્યંત ઘાતક શત્રુ છે. |
| 675 | પોતાના દુઃખમાં અન્ય જવાબદાર નથી, ખુદના કર્મોજ જવાબદાર છે. |
| 676 | પોતાના દોષ શોધી કાઢવા એ જ્ઞાની માણસોનું કામ છે. |
| 677 | પોતાના મગજમાં સદ્દવિચારોને વધારતા રહી એ પ્રમાણે કાર્ય કરો. |
| 678 | પોતાના વિચારો ૫ર વિચાર કરો અને હલકા વિચારોને વીણીવીણીને બહાર કાઢી નાખો. |
| 679 | પોતાનાં ક૫ડાં સ્વયં ધુઓ. |
| 680 | પોતાનાં સંતાનોને જે ઉધમીપણાની ટેવો પડે છે , તેઓ મોટા વારસા કરતાં પણ વધુ સારી વસ્તુ તેમને આપે છે. |
| 681 | પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે. |
| 682 | પોતાની જાતને ઓળખવી તે અત્યંત મુશ્કેલ તો છે- એ કામ અતિશય અળખામણું પણ છે. |
| 683 | પોતાની ભૂલ પોતે જ સુધારે તે અત્યંત સારું છે બીજા કોઈ એની ભૂલ સુધારે તે કરતા. |
| 684 | પોતાનું કાર્ય સ્વયં કરવામાં ગૌરવ અનુભવો, બીજા પર નિર્ભરતાનો ત્યાગ કરો, સ્વાવલંબી બનો, શક્ય હોય ત્યાં સુધી બીજાની મદદ ન માગો. |
| 685 | પોતાને પ્રતિકૂળ અને દુ:ખદાયક લાગે તેવો વ્યવહાર બીજા સાથે પણ ન કરો. |
| 686 | પોતાને મનુષ્ય બનાવવાનો પ્રયત્ન કરો, તો તમે દરેક કામમાં સફળ થશો. |
| 687 | પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તમે અન્ય લોકોની સેવામાં પોતાની જાતને ભૂલી જાઓ. |
| 688 | પોતે મરીને બીજાને જીવાડવાની તૈયારી માણસની વિશેષતા છે. |
| 689 | પ્રકૃતિ ઇશ્વરનું સ્વરૂપ છે, કલા મનુષ્યનું સ્વરૂપ છે. |
| 690 | પ્રતિકુળ સંજોગોમાં પણ દ્ધેર્ય રાખનારા યોગી ગણાય. આવા યોગી સો ટકા સફળતાને વારે છે. |
| 691 | પ્રતિભા મહાન કાર્યોનો પ્રારંભ કરે છે પણ એને પૂરાં તો પરિશ્રમ જ કરે છે. |
| 692 | પ્રતિષ્ઠિત પુરુષને માટે અપકીર્તિ મૃત્યુ કરતાં પણ વધારે છે. |
| 693 | પ્રત્યેક કામ હિંમત અને શાંતિથી કરો એ જ સફળતાનું સાધન છે. |
| 694 | પ્રથમ તો તમારે સારા પૌષ્ટિક ખોરાક વડે શરીર ને સુદ્રઢ બનાવવું જોઈએ ત્યાર પછી જ મન મજબૂત થશે. મન તો કેવળ શરીરનો સુક્ષ્મ ભાગ જ છે. |
| 695 | પ્રભુએ જેનો સ્વીકાર કર્યો છે તે અવંદનીય પણ વંદનીય થઈ જાય છે. |
| 696 | પ્રભુના સિંહાસન પાસે દયા બે રીતે મેળવી શકાય છે- પાપના ખુલ્લા એકરારથી અને કરેલા ખોટાં કર્મોને સુધારી લેવાથી. |
| 697 | પ્રસન્ન ચિતવાળાની બુદ્ધી જલદી સ્થિર થાય છે |
| 698 | પ્રસન્ન રહેવાનો એક રસ્તો એ પણ છે કે જ્યાં અને જયારે કોઈને મળો ત્યારે પ્રસન્નતા એવી રીતે વ્યક્ત કરો,જાણે એ ત્યાં પહેલેથી જ મોજુદ હતી. |
| 699 | પ્રસન્નતા આત્માનું સ્વ્વાથ્ય છે અને ગમગીની આત્માનું ઝેર છે. |
| 700 | પ્રસન્નતા ઉત્પન્ન કરનાર સુખી રહે છે. |
| 701 | પ્રસન્નતા બધા જ સદગુણોની માતા છે. |
| 702 | પ્રસન્નતા વસંતની જેમ દિલની તમામ કળીઓને ખીલેલી રાખે છે. |
| 703 | પ્રસંસા સદગુણોનો પડછાયો છે. |
| 704 | પ્રાચીન કાળમાં તપનું ઘણું મહત્વ હતું. આજે લોકો તપને અભાવે જ જીવન-પથથી ભ્રષ્ઠ થાય છે. |
| 705 | પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી. |
| 706 | પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે, છતાં જયારે તેઓ જ્યાં મળે છે ત્યાં અદભુત સફળતા પ્રગટે છે. |
| 707 | પ્રારબ્ધ, પુરુષાર્થ અને પ્રભુકૃપાનાં સમન્વયથી સફળતા મળે છે. |
| 708 | પ્રાર્થના ઈશ્વરનો મોબઈલ નંબર છે, ‘નેટવર્ક’માં રહો તો રીંગ વાગે જ! |
| 709 | પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશવાહક. |
| 710 | પ્રાર્થના એટલે ઇશ્વરને પોતાનાં બનાવવાનો વશીકરણ મંત છે. |
| 711 | પ્રાર્થના ધર્મનો સ્તંભ અને સ્વર્ગની ચાવી છે. |
| 712 | પ્રેમ અને શંકાને કદી બોલવાનો વ્યવહાર થયોજ નથી. |
| 713 | પ્રેમ આપવો એ ફરજ છે.. પ્રેમ પામવ એ કળા છે.. તમે જેને પ્રેમ કરો છો તેની સાથે હોવુ એ નસીબ છે.. પણ તમને જે પ્રેમ કરે છે તેની સાથે હોવુ એ જિંદગી છે. |
| 714 | પ્રેમ એ જબાનની નહિ, આંખોની ભાષા છે. |
| 715 | પ્રેમ એક રમત છે, જેમાં બુધ્ધીની હાર છે. |
| 716 | પ્રેમ કેવી રીતે કરવામાં આવે છે તે ફક્ત સ્ત્રીઓ જ જાણે છે. |
| 717 | પ્રેમ પાપીઓને પણ સુધારી દે છે. |
| 718 | પ્રેમ માણસનું સદભાગ્ય ખૂંચવી લે છે. |
| 719 | પ્રેમ સ્વર્ગનો માર્ગ છે, માનવતાનું બીજું નામ છે. પ્રાણીમાત્ર સાથે પ્રેમ કરવામાં જ સાચી માનવતા છે. |
| 720 | પ્રેમની સાચી ભાષા પુષ્પ છે. |
| 721 | પ્રેમમાં પડો એટલે આંખ અને વર્તન બંને હંમેશા એની ચાડી ખાય છે. |
| 722 | ફક્ત કશું ન કરનારા માણસને જ આળસુ કહેવાય એવું નથી , પણ જેને સારું કે અગત્યનું કામ કરવાનું હોવા છતાં તેને છોડી બીજા કામમાં રચ્યોપચ્યો રહે તે પણ આળસુ કહેવાય. |
| 723 | ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો , વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે. |
| 724 | ફૂલો પાસે થી સંદેશ મળે છે કે સૌંદર્ય નાશવંત છે... |
| 725 | બકરીની જેમ સો વર્ષ જીવવા કરતાં એક પળ પણ સિંહની જેમ જીવવું બહેતર છે |
| 726 | બદલો લેવા કરતા ક્ષમા હમેશા સારી છે. |
| 727 | બદલો લેવો તે સાહસ નથી પણ સહન કરવું તે સાહસ છે. |
| 728 | બધાજ કાઈ ને કાઈ મોટુ મેળવવાની કોશિશ કરે છે પણ તેઓ ને ખબર નથી કે જિન્દગી એ નાની વસ્તુ ઓ થી જ સમ્પુર્ણ થાય છે . |
| 729 | બધી જ મહાન ભૂલોના પાયામાં અહંકાર હોય છે. તમારો અહંકાર બીજાને કદાચ ડંખે , પણ તમારું તો પતન જ કરે. |
| 730 | બહારથી અનુભવ કરાવવા કરતાં જે અંદરથી અનુભવ કરાવે તે જ સર્વોતમ આલોચના છે. |
| 731 | બહારથી દૂધ દેખાય પણ અંદર ઝેર ભરેલું હોય એવો ઘડો જેમ તજવા યોગ્ય છે તેમ મોઢેથી મીઠી વાતો કરીને પાછળથી ટીકા કરનાર મિત્રને તજી દેવો યોગ્ય છે. |
| 732 | બહુ બોલવાથી લાભ નહી પણ હાની થાય છે. |
| 733 | બાળકની કોઈ પણ ભેટનો અસ્વીકાર ન કરવો જોઈએ. |
| 734 | બાળકોને તર્કથી નહી ઉદાહરણ આપી સમજાવો. |
| 735 | બિહામણા અંધકારથી ડરીના જતા, ભયાવહ અંધારું દીવાસળીની જ્યોતથી પણ મ્હાત થઇ જાય છે. |
| 736 | બીજા પાસેથી જેવા વહેવારની અપેક્ષા રાખો તેવો જ વહેવાર તમે બીજા સાથે રાખો. |
| 737 | બીજા માટે ઉપયોગી થવા જેટલો પ્રેમ રાખો. |
| 738 | બીજા માણસના હૃદયને જીતી લેનાર માણસ નસીબદાર ગણાય, પરંતુ જેણે પોતાની જાતને જીતી લીધી છે તેનાં જેવો ભાગ્યશાળી બીજો કોઈ નથી. |
| 739 | બીજાઓ ને તેઓ ના સપના સાકાર કરવા મા મદદ કરો ...અને તમે તમારા સપના સાકાર કરશો. |
| 740 | બીજાઓ મારે વિશે શું ધારતા હશે તેની ચિંતામાં હું રહ્યા કરતો હતો. પછી મને ખબર પડી કે બીજાઓ મારો મુદ્દલ વિચાર કરતા પણ નહોતા પણ હું એમને વિશે શું ધારતો હોઈશ તેની ઉપાધિ કરતા હતા-ત્યારે મારી ફિકર મેં છોડી દીધી. |
| 741 | બીજાઓનો દોષ ન કાઢવો એ બીજાઓને જેટલો નથી બચાવતો તેટલો જ આપણને બચાવે છે. |
| 742 | બીજાના પરસેવાનો રોટલો પડાવી લેવા માણસ દયાળુ પ્રભુની સહાય શોધે એના જેવું બીજું શું ક્રૂર હોઈ શકે? |
| 743 | બીજાના મનના ભાવ સમજવામાં આપણને સમય લાગે છે પણ કોઈક વાર તો આપણા પોતાના મનના ભાવ પણ આપણે સમજી શકતા નથી. |
| 744 | બીજાની નિંદા અને ત્રુટીઓ સાંભળવા સમય બરબાદ ન કરો. |
| 745 | બીજાનીઓની આપણે જે સેવા કરીએ છીએ તે ખરેખર તો આ પૃથ્વી ઉપરનાં આપણા રહેઠાણનું ભાડું છે. |
| 746 | બીજાનું ભલું કરવાની પ્રવુત્તિ તે ઉદારતા છે, ગરીબોના પોષણ માટે ધનનું દાન કરવું ઉદારતા છે, એ દયાનું કાર્ય છે, એ દાનશીલતા છે, ઉદારતામાં બધા ગુણો સમાયેલા છે. |
| 747 | બીજાને ખરાબ કહેવાથી આપણે પોતે જ ખરાબ થઈએ છીએ કારણ આપણા દોષ દૂર કરવાને બદલે આપણે તેને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ. |
| 748 | બીજામાં ખામીઓ જોવાની વૃતિ જીવનમાં શાંતિથી રહેવા દેતી નથી. |
| 749 | બીજું કાંઈ ન આપી શકો તો કાંઈ નહી અન્યને અભિનંદન તો જરૂર આપજો જ. |
| 750 | બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માંગે છે ,હૃદય એ જ ગુણો પોતાની અંદર માંગે છે. |
| 751 | બુદ્ધિ નો એક જ આગ્રહ અને એક જ માંગ સામા એ જ સારા બનવું જોયએ, સામા એ જ સારા રેહવું જોયએ, સામા એ જ સારું કરવું જોયએ, |
| 752 | બુદ્ધિમાન મનુષ્યને જેટલા અવસર મળે છે, તેનાથી વધુ તો તે બનાવે છે. |
| 753 | બુદ્ધિમાન માણસ અપમાન સહન કરીને અને અભિમાનનો ત્યાગ કરીને પોતાનું કામ કરી લે છે. |
| 754 | બુદ્ધિશાળી – તેજસ્વી માણસ કરતા સમજદારની આબરુ વધારે ગણાય. |
| 755 | બુધ્ધિશાળી પોતાની બુધ્ધિ થી પૈસાદાર બની શકે છે , પૈસાદાર પૈસાથી બુધ્ધિશાળી બની શકતો નથી. |
| 756 | બૂરા સાથે પણ ભલાઈ કરો. એક રોટલાનો ટુકડો નાખી કૂતરાનું મો બંદ કરી દેવું સારું છે. |
| 757 | બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ઘણી મોટી છે. |
| 758 | ભગવાન કહે માણસ ને , જો તું એમ કહે કે આ મારું , આ મારું , તો હું તને ’મારું’(મારવું) પણ જો એક વાર તું દિલ થી કોઈને કહી દે જા, આ તારું તો હું તને ”તારું” (જીવનનો ઉદ્ધાર કરવો) |
| 759 | ભગવાન સદા ભક્તના હ્રદય-મંદિરમાં રહે છે અને પોતાના પ્રિય ભક્ત સાથે હંમેશ વાર્તાલાપ કરે છે. |
| 760 | ભગવાને તમારી સાથે જવી ઉદારત રાખી છે એવી જ ઉદારતા તમે બીજા લોકો સાથે ૫ણ રાખો. |
| 761 | ભયથી વ્યાપ્ત આ સંસારમાં તે જ વ્યક્તિ નિર્ભય રહી શકે છે જે બધા પર દયાભાવ રાખે છે. |
| 762 | ભલાઈ ક્યારેય નિષ્ફળ જતી નથી છેલ્લે ભલું કરનારનું ભલું જ થાય છે. |
| 763 | ભલાઈનો માર્ગ ભયથી ભરેલો છે, પરંતુ તેનું પરિણામ અતિ ઉત્તમ છે. |
| 764 | ભવિષ્યની ચિંતામાં વર્તમાનના સુખનો ભોગ આપનારા લોકોની ગણના બૌધિક તરીકે થવા લાગી છે! |
| 765 | ભાગ્ય પર ભરોસો રાખીને બેસી રહેનારને ભાગ્ય સાથ આપતું નથી , પણ હિંમત રાખીને કામ કરનારને જ ભાગ્ય સાથ આપે છે. |
| 766 | ભાગ્યના ભરોસે બેસી રહેનાર કાયમને માટે ગરીબ જ રહે છે. |
| 767 | ભારતના પ્રત્યેક માણસના મનમાંથી આળસ દૂર થશે ત્યારે જ ગરીબી દૂર થશે. |
| 768 | ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ. |
| 769 | ભૂખ વગર ખાધેલું પચતું નથી તેવી રીતે દુ:ખ વગર સુખ પણ પચતું નથી. |
| 770 | ભૂમિ પરની ગંદી વસાહતો કરતા મનોભૂમિ પરની ગંદી વસાહતો માનવજાત માટે વિશેષ ખતરનાક છે. |
| 771 | ભૂલ કરવામાં પાપ તો છે જ, પણ એને છુપાવવી એ તો એનાથી પણ મોટું પાપ છે. |
| 772 | ભૂલ કરીને શીખે તો છે પણ એનો એ મતલબ નથી કે જીવનભર ભૂલ જ કર્યા કરે અને કહે કે હું શીખી રહ્યો છું. |
| 773 | ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે |
| 774 | ભોગથી આત્માનું શોષણ થાય છે, ત્યાગથી આત્માને પોષણ મળે છે. |
| 775 | ભોજન ૫છી મૂત્રત્યાગ કરો. |
| 776 | મગજમાં સતત સદ્દવિચારો જ છવાયેલા રહે એના ઉત્તમ ઉપાય એ છે કે દરરોજ નિયમિત રૂપે સદ્દસાહિત્યનું વાંચન કરવામાં આવે. |
| 777 | મન જ મનુષ્યને સ્વર્ગ અથવા નર્કમાં લઇ જાય છે. સ્વર્ગ અથવા નર્કમાં જવાની ચાવી ઈશ્વરે આપણા હાથમાં જ મૂકી દીધી છે. |
| 778 | મન જેટલું વધારે શુદ્ધ તેટલું તેને સંયમમાં લાવવું વધારે સહેલું છે. વિશ્વ પરમાત્માનું વ્યક્ત રૂપ છે. નબળી બાજુ જોવા કરતા ઊજળી બાજુનું દર્શન કોઈપણ શાસ્ત્ર કરાવે તો વધુ સારી સેવા માનવજાતની એ શાસ્ત્રના જ્ઞાતાએ કરી ગણાય. |
| 779 | મન પચરંગી છે, ક્ષણે ક્ષણે તેનો રંગ બદલાય છે. એક જ રંગમાં રંગાયેલા કોઈ વિરલા જ હોય છે. |
| 780 | મન મક્કમ હશે અને પુરુષાર્થ કરતાં રહેશો તો સફળતા આપોઆપ મળશે. |
| 781 | મન સદા રહેતા શીખી જાય તો આફતના સમયમાં પણ નુકસાન ન થાય. કાયમ લાભ પાંચમ જ રહે. |
| 782 | મનની દુર્બળતાથી ભયંકર પાપ બીજું કોઈ નથી. |
| 783 | મનની બદલાયેલી પ્રવુતિ માનવીનું ચારિત્ર્ય, ટેવો અને જીવનને બદલી નાખે છે. |
| 784 | મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો ! |
| 785 | મનની શાંતિ અનુકુળ પરિસ્થિતિઓ દ્વારા નહી પરંતુ આંતરિક પરિવતર્ન દ્ધારા પ્રાપ્ત કરવી જોઈએ. |
| 786 | મનની શાંતિનું મુલ્ય સમ્પતિ અને સ્વાસ્થ્ય કરતાં ધણું વધારે છે. |
| 787 | મનને મજબૂત બનાવવાની એટલી જ જરૂર છે , જેટલી શરીરના પોષણ માટે ભોજનની જરૂર છે. |
| 788 | મનરૂપી હાથીને વિવક વડે અંકુશમાં રાખી શકાય છે. |
| 789 | મનુષ્ય ઘણા હોય છે, પણ મનુષ્યતા વિરલાઓમાં જ હોય છે. |
| 790 | મનુષ્ય જીવન શ્રેષ્ઠ બનાવવામાં કે બરબાદ કરવામાં વિચારોનો ફાળો બહુ મોટો છે. |
| 791 | મનુષ્ય પોતે જ પોતાના નસીબનો ઘડવૈયો છે. |
| 792 | મનુષ્યના જીવન અને તેની ક્રિયાઓ ઉ૫ર વિચારોનું આધિ૫ત્ય રહેવાના કારણે વિચારો પ્રમાણે જ જીવનનું ઘડતર થાય છે. |
| 793 | મનુષ્યને નુકશાન કરવાને બદલે ભલાઈ, પાપને બદલે સુકર્મ, અધર્મને બદલે ધર્મ તથા અંધકારને બદલે પ્રકાશ કરવાનું પસંદ કરવું જોઈએ. |
| 794 | મને પૂરો વિશ્વાસ છે કે હું પર્વતોને પણ હલાવી શકું છું, છતાં જો મારામાં દાન ભાવના નથી તો હું કંઈ નથી. |
| 795 | મને મોડા પડવા માટેનાં કારણોમાં રસ નથી; પણ કામ પૂરું થાય તેમાં રસ છે. |
| 796 | મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે. |
| 797 | મહાન વ્યકિતનું મુખ્ય લક્ષણ તેની નમ્રતા છે. |
| 798 | મહાન વ્યકિતને નમ્રતાને પોતાનો પાયો બનાવવો જોઇએ. |
| 799 | મહેનત અને બુદ્ધિથી કામ કરનાર પાસે લક્ષ્મી દોડી આવે છે. આળસુ અને અક્કલહીન પાસે લક્ષ્મી દૂર દોડી જાય છે. |
| 800 | માણસ કઈ રીતે રમત ખેલે છે તેમાંથી એના ચારિત્રનો એક અંશ દેખાય છે. રમતમાં એ કેવી રીતે હારે તે એનું સમગ્ર ચારિત્ર છતું કરે છે. |
| 801 | માણસ ગમે તેટલો સમર્થ હોય,પણ ઉકળતા પાણીમાં એ કદી પોતાનું પ્રતિબિંબ નિહાળી શકતો નથી. |
| 802 | માણસ જયારે કોઈ દુન્વયી વસ્તુમાં મન પરોવે છે ત્યારે તેને દગો થાય છે. તમે સંસારિક વસ્તુઓથી આસક્ત થઇ સુખી નઈ થાઓ, એ જ દૈવી વિધાન છે. |
| 803 | માણસ જો લાલચને ઠોકર મારી દે તો તે બાદશાહની જેમ ઊંચું પદ મેળવી શકે. કારણ કે સંતોષ જ માણસનું મસ્તક ઊંચું રાખી શકે છે. |
| 804 | માણસ જ્યાં સુધી શાંત મગજથી વિચારતો નથી ત્યાં સુધી ગુંચવણોમાંથી બહારનીકળી શકતો નથી. |
| 805 | માણસ ને જો અહમ અને નિદા અને અપમાન પિતા આવડે તો એ માનવ નહી દેવ જ છે |
| 806 | માણસ પરિસ્થિતિને એમાં પરિવર્તિત કરે છે પોતાની માનસિક અવસ્થાને કારણે! |
| 807 | માણસ પોતાની જાતને જેટલો નડે છે તેટલી બહારની વસ્તુ કે વ્યક્તિ નડતી નથી. |
| 808 | માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે. |
| 809 | માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં ! |
| 810 | માણસ માથું ઊંચું રાખી આગળ વધવા જન્મ્યો છે. ઝૂકવા માટે નથી જન્મ્યો. કોઈનું અયોગ્ય દબાણ સહન ન કરો, અન્યાય ન સહો. સત્યની રક્ષા માટે જરૂર પડે તો પ્રાણાર્પણ કરી દો. |
| 811 | માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી ! |
| 812 | માણસના ચારિત્ર્યની ખબર તેની વાતચીત પર થી થાય છે. |
| 813 | માણસના જીવનનું સંચાલન વિચારો દ્વારા જ થાય છે. |
| 814 | માણસની સૌથી સાચી ઈચ્છા મોટા થવાની હોય છે, સુખી થવાની નહિ. |
| 815 | માણસનું હ્રદય જ્યાં સુધી પરમાત્માનું મંદિર ન બને ત્યાં સુધી બીજા કોઈ મંદીરમાં પરમાત્મા તેને મળશે નહી. |
| 816 | માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી |
| 817 | માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે ! |
| 818 | માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો . |
| 819 | માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે. |
| 820 | માણસો ધાર્મિકને બદલે આધ્યાત્મિક બનેતો મોટા ભાગની સમસ્યાઓ ઉકાળી જાય. |
| 821 | માતા પિતા એ આપેલા સંસ્કાર અને આશીર્વાદ એ કુટુબ અને સમાજ રૂપી ઇમારતની ઈટ રેતી અને સિમેન્ટ છે. |
| 822 | માતાનું હૈયું એ શિશુની શાળા છે. |
| 823 | માતા-પિતા, ગુરુજન તથા વડીલોના ચરણસ્પર્શ કરીને પ્રણામ કરો. |
| 824 | માથે પડેલી આપત્તિ જ માણસને સૌથી મોટી લાગે છે તે સિવાય બીજી કોઈ આપત્તિ હોઈ શકે એવું સહેલાઈથી યાદ આવતું નથી. |
| 825 | માન હો કે અપમાન,માને સમાન તે મહાન. |
| 826 | માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. |
| 827 | માનવી એટલો જ મહાન બનશે જેટલો એ પોતાના આત્મામાં સત્ય, ત્યાગ, દયા, પ્રેમ અને શક્તિનો વિકાસ કરશે. |
| 828 | માનવી જીવનનો મર્મ એણે જે સિધ્ધિ મેળવેલી છે તેમાં રહેલો નથી, પરંતુ એ જે સિધ્ધ કરવા મથે છે તેમાં રહેલો છે. |
| 829 | માનવી જો સાચી રીતે પોતાને ન ઓળખે તો તે સાચી રીતે પોતાની જાતને સમર્પિત કરી શકતો નથી. |
| 830 | માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. |
| 831 | માનવીની ઊંચાઇ તેના ગુણોને લીધે હોય છે, ઊંચી જગ્યાએ બેસવાથી માનવી ઊંચો થઇ જતો નથી. |
| 832 | માનવીની મહત્તા એમાં નથી કે તે શું છે, બલ્કે એમાં છે કે તે શું બની શકે છે. |
| 833 | માનવીને એનો રોજનો નીરસ વ્યવહાર એટલો બધો વ્હાલો છે કે એની આગળ ગમે તેટલી ઉચ્ચ અને ઉદ્ધત વસ્તુ જતી કરવા એ તૈયાર થાય છે. |
| 834 | માનવીય શક્તિઓમાં વિચાર શક્તિનું સવિશેષ મહત્વ છે. |
| 835 | મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા પછી એમના ફોટાને ધૂપ કરે એ સંતાનો કેવા કપૂત કહેવાય ! |
| 836 | મારે મન ઈશ્વર એ સત્ય છે અને સત્ય એ જ ઈશ્વર છે |
| 837 | મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો . |
| 838 | મિત્રતા એ એક નાજુક જવાબદારી છે. |
| 839 | મુક્તિ માટેની સામગ્રીમાં ભક્તિ બધાથી ઉંચી છે- પોતાના સ્વરૂપનું અનુસંધાન જ ભક્તિ છે. |
| 840 | મુખમાં શું જાય છે ( ભોજન ) તેનાં કરતાં પણ મુખમાંથી શું નીકળે છે,( ભાષા ) તે અતિ મહત્વનું છે. |
| 841 | મુર્ખ માણસ કરતાં સમજુ ઢોર રાખવું સારું છે. |
| 842 | મુશ્કેલીનો સામનો કરવો તેનું નામ જિંદગી. |
| 843 | મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી. |
| 844 | મોટા માણસના અભિમાન કરતાં નાના માણસની ક્ષદ્ધા ધાયુઁ કામ કરી જiય છે. |
| 845 | મોટુ વિચારો ,ઝડપ થી વિચારો , દુરન્દેશી કેળવો . |
| 846 | મૌન સર્વોતમ ભાષણ છે. જો બોલવું જ પડે તો ઓછામાં ઓછું બોલો, એક શબ્દથી ચાલે તો બે ન બોલો. |
| 847 | મૌન એક એવું તત્વ છે કે જેમાં મહાન વસ્તુઓ એકસાથે સર્જાય છે અને છેવટે જીવનના પ્રકાશમાં સંપૂર્ણ અને ભવ્ય બનીને સાકાર થાય છે. |
| 848 | મૌન કોઈ કોઈ વાર વાણી કરતાં પણ વાચાળ હોય છે. |
| 849 | મૌન તો પારસમણી છે; જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવણઁ બની જાય છે. |
| 850 | મૌન રહીને પોતાની સુરક્ષા કરો. મૌન તમારી સાથે વિશ્વાસધાત નહીં જ કરે ! |
| 851 | મૌન રહો અને પોતાની સુરક્ષા કરો. મૌન કદી તમારો વિસ્વાસઘાત નહી કરે. ના બોલવાનાં નવગુણ. |
| 852 | મૌન વાર્તાલાપની મહાન કલા છે. મૌનના વુક્ષ્ પર શાંતિનું ફળ લાગે છે. |
| 853 | યશ ત્યાગથી પ્રાપ્ત થાય છે, દગાથી નહિ. |
| 854 | યુવાની ના છોડ પર અનુભવ ના ફૂલ વહેલા આવતા નથી અને જયારે આવે છે ત્યારે સરજાઇ ચૂકેલ ભૂલ માંથી પાછા ફરવું યુવાન માટે મુશ્કેલ હોય છે. |
| 855 | રામરૂપી અગ્નિ ઘર ઘરમાં રહેલો છે, પરંતુ હૃદયરૂપી ચમક નહી લગાવાથી ધુમાડો થઈને રહે છે. |
| 856 | રોગ કરતા રોગની ચિંતા વધારે ખરાબ છે. |
| 857 | રોજબરોજનો સમસ્યામાં ગુંચવાયા વગર દોડતા રહો તો એ દોડ મહાનતા તરફ લઇ જઈ શકે છે. |
| 858 | લક્ષ્યને જ પોતાનું જીવન-કાર્ય સમજો. દરેક ક્ષણે એનું જ ચિંતન કરો, તેનાં જ સ્વપ્નો જુઓ અને તેને સહારે જીવો. |
| 859 | લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે. |
| 860 | લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી. |
| 861 | લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે. |
| 862 | લંગડો પોતાની કાંખઘોડી દુશ્મનનાં માથામાં મારવામાં ન વાપરે એમાજ એનું ડહાપણ રહેલું છે. |
| 863 | લેવામાં જે સુખ મળે છે તે ક્ષણિક હોય છે. દાન આપવાથી પ્રાપ્ત થનાર સુખ જ જીવનભર જળવાઈ રહે છે. |
| 864 | લોકો આપણા વિષે “આપણે કેવા દેખાઈએ છીએ” એનાથી નહિ પણ “આપણે શું કહીએ છીએ” એના પરથી અનુમાન લગાવે છે. |
| 865 | લોકો જિંદગી વધારવા માંગે છે, પણ સુધારવા નથી માંગતા એ આશ્ચર્ય ની વાત છે. |
| 866 | લોકો શું કહે છે તેની ચિંતા ન કરો. શું કરવું જોઈએ તેના ૫ર વિચાર કરો. નીતિ, ધર્મ, મર્યાદા તથા સંસ્કૃતિને અનુરૂ૫ આચરણ કરો. |
| 867 | લોભ અને કરકસર… આ બન્ને વચ્ચેનું અંતર સમજનાર માણસ સફળ અને સુખી થઇ શકે. |
| 868 | લોભીનું પેટ કદી ભરાતું નથી, લોભ સાથે ક્ષોભ જોડાયેલો જ રહે છે. |
| 869 | વગર હકનું , વગર મહેનતનું ને જરૂરિયાત વગરનું ભેગું કરનારો આત્માને છેતરનારો છે. |
| 870 | વધારે પડતા કાર્યનો બોજો નહિ પણ અનિયમિતતા માનસને મારી નાખે છે. |
| 871 | વધુ પડતી પ્રશંસા અને વધુ પડતી માવજત શંકા પ્રેરવી જોઈએ. |
| 872 | વરસાદનો જશ જેને લેવો હોય, તેણે દુકાળની ગાળો સાંભળવા પણ તૈયાર રહેવું પડશે. |
| 873 | વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે. |
| 874 | વહાણ દરિયા કિનારે હન્મેશા સલામત હોય છે , પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુ ...આ વાક્ય જીવન મા જોખમો ખેડવાની સલાહ આપે છે , જોખમો ઉઠાવ્યા સિવાય સફળતા નથી મળતી. |
| 875 | વાતોના વડા કરનારા લોકો અહીં બહુ છે આસપાસ...એમને આવડે છે .. બસ આજ ખાસ! |
| 876 | વારંવાર પ્રયત્ન કરવાથી અસંભવ પણ સંભવ બની જાય છે. |
| 877 | વિચાર શક્તિથી સં૫ન્ન વ્યક્તિ સાધનહીન હોવા છતાં ૫ણ પોતાની ઉન્નતિ અને પ્રગતિનો માર્ગ શોધી કાઢે છે. આ વિચાર શક્તિ દ્વારા જ મહાપુરુષો પોતાના સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે. |
| 878 | વિચાર શક્તિના આધારે જ આધ્યાત્મિક વ્યક્તિ મુશ્કેલ ભવબંધનોને ભેદીને આત્મસાક્ષાત્કાર કરી લે છે. |
| 879 | વિચારની જાગ્રુતી વિના માનવી જીવનમાં કદી પ્રગતી કરી શકતો નથી. |
| 880 | વિચારનો દીપક બુઝાઈ જાય ત્યારે આપનો આચાર આંધરો થઇ જાય છે. |
| 881 | વિચારો પર કોઈ નો એકાધિકાર નથી . |
| 882 | વિચારોનું ઘર્ષણ એટલી હદે આગળ ના વધી જાય કે લાગણી ના સંબધો ને એ છિન્ન ભિન્ન કરી નાખે. |
| 883 | વિચારોને અમલમાં મૂકવાની એક મજા છે, તેમાં એક પ્રકારનો જુસ્સો હોય છે, તેનાથી જાગૃતિ આવે છે, તેનાથી સંતોષનું ઝરણું ફૂટી નીકળે છે. |
| 884 | વિદ્યા અમુલ્ય અને અનશ્વર ધન છે. |
| 885 | વિદ્યા એક એવી વીંટી છે, જે વિનયના નંગ વડે જ દીપે છે. |
| 886 | વિદ્યા પોતે જ એક શક્તિ છે. |
| 887 | વિદ્યા વિનય આપે છે, વિનયથી યોગ્યતા પ્યાપ્ત થાય છે, યોગ્યતાથી ધન મળે છે, ધનથી ધર્મની અને ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે. |
| 888 | વિદ્યા સમાન શરીરને શોભાવનાર બીજી કોઈ વસ્તુ નથી. |
| 889 | વિધા એ તો પુરુષની અનુપમ કીર્તિ છે. |
| 890 | વિધારૂપી ધનની કોઈ ચોરી કરી શકતું નથી, રાજા દંડના રૂપમાં લઈ શકતો નથી, ભાઈ ભાગ પડાવી શકતો નથી, એનો ભાર હોતો નથી, તે દાન દેવાથી નિત્ય વધે છે અને સર્વ ધનોમાં શ્રેષ્ઠ છે. |
| 891 | વિધાર્થી શિક્ષકપરાયણ હોવો જોઈએ, શિક્ષક વિધાર્થીપરાયણ હોવો જોઈએ, બેય જ્ઞાનપરાયણ હોવા જોઈએ, જ્ઞાન સેવાપરાયણ હોવું જોઈએ ને સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ. |
| 892 | વિપરીત પરિસ્થિતિમાં ખડકની જેમ અડગ રહો પરિસ્થિતિ પલટાતાં વાર નહીં લાગે. |
| 893 | વિવક ની સૌથી પ્રત્યક્ષ ઓળખાણ સતત પ્રસન્નતા છે. |
| 894 | વિવક નું પ્રથમ કાર્ય મિથ્યાત્વને ઓંળખાવાનું અને બીજું કાર્ય સત્યને જાણવાનું છે. |
| 895 | વિવક બુદ્ધિની પૂર્ણતા છે, જીવનનાં બધાં જ કર્તવ્યોમાં તે આપણો પથપ્રદષક છે. |
| 896 | વિવક માનવીનો સૌથી મોટો મિત્ર છે. |
| 897 | વિવેકથી વિવેક જન્મે છે, અને તેનો વિનિયોગ અવિરત ચાલ્યા કરે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતર્યા વિના ન રહે. |
| 898 | વિશ્વાસ વિના ભક્તિ થતી નથી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી. |
| 899 | વિશ્વાસ અને પ્રાર્થના આત્માનાં બે વિટામીન છે. કોઈ પણ વ્યક્તિ આની વગર સ્વસ્થ જીવન જીવી શકે નહીં. |
| 900 | વિશ્વાસ એવું પક્ષી છે જે પ્રભાતના પહેલાં અંધકારમાં પ્રકાશનો અનુભવ કરાવે છે. |
| 901 | વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ બધાં જ વરદાનોનો આધાર છે. |
| 902 | વિશ્વાસ જીવનની શક્તિ છે. વિશ્વાસ પ્રેમની પહેલી સીડી છે. |
| 903 | વિશ્વાસ વિના ભક્તિ નથી થતી. ભક્તિ વિના ભગવાન પીગળતા નથી અને ભગવાનની કૃપા વિના જીવ સ્વપ્નમાં પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી. |
| 904 | વિશ્વાસના પાયા વિના જીવનની ઇમારત ઊભી રહી શકતી નથી. |
| 905 | વિશ્વાસમાં વિશ્વાસ , પોતાનામાં વિશ્વાસ , ઇશ્વરમાં વિશ્વાસ – આજ મહાનતાનું રહસ્ય છે. |
| 906 | વિષયુક્ત તૃષ્ણા જેને પકડી લે છે તે માનવીનું દુ:ખ જંગલી ઘાસની જેમ સતત વધતું રહે છે. |
| 907 | વીરતાપૂર્વક આગળ વધો. એક દિવસ કે એક વર્ષમાં સફળતાની આશા રાખશો નહિ. હંમેશા સર્વોચ્ચ વસ્તુને વળગી રહો. |
| 908 | વૃતિ સારી ન હોય તેની પ્રવૃતિના વખાણ ક્યારેય ન કરવા |
| 909 | વેદ, પુરાણ, ગીતા, ઉ૫નિષદ, રામાયણ, મહાભારત વગેરે ધાર્મિક સાહિત્ય ઉ૫રાંત સારા અને ઉચ્ચ વિચારો વાળા સાહિત્યકારોનાં પુસ્તકો વાંચવા જોઈએ. |
| 910 | વેદના અને હર્ષ , પ્રકાશ અને છાયાની જેમ એક પછી એક આવે છે. |
| 911 | વેર લેવું કે વેર બાંધવું એ મનુષ્યનું કર્તવ્ય નથી. એનું કર્તવ્ય તો ક્ષમા છે. |
| 912 | વૈભવમાં વધારો કરવાથી નહી, પરંતુ હૃદયને વિશાળ બનાવવાથી જ સુખમાં વધારો થાય છે. |
| 913 | વૈર, વૈભવ, વ્યસન અને વ્યાજ વ્હાલા થઈને કરશે નારાજ. વધારશો તો ખોસો લાજ, અને ઘટાડશો તો કરશો રાજ. |
| 914 | વ્યક્તિના તમામ વાંક-ગુનાઓ સહન કરવાની તાકાત ન હોય તો ક્યારેય કોઈના પ્રેંમમાં પડતા નહિ. |
| 915 | વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે. |
| 916 | વ્યર્થ આશામાં બંધાયેલો મનુષ્ય હૃદયને સુકવી નાખે છે, અને આશાની શૃંખલા તૂટતા જ તે સ્વયં તૂટી જાય છે. |
| 917 | વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે. |
| 918 | વ્યવહારોની શુદ્ધતા અને બીજાઓ પ્રત્યે આદર આ જ સજ્જન મનુષ્ય નાં બે મુખ્ય લક્ષણો છે. |
| 919 | વ્યસન તો બેધારી તલવાર છે. એક તરફ એ તમારા આરોગ્ય તથા લક્ષ્મીને કાપે છે તો બીજી તરફ તમારા મનોબળને પણ કાપે છે. |
| 920 | વ્રુક્ષ એ વાસ્તવિકતા છે,બીજ એ સંભાવના છે. જરૂર નથી કે દરેક સંભાવના વાસ્તવિકતા જ બની રહે, પુરુષાથૅ જો સમ્ય હોય , નિષ્ઠા જો સરસ હોય અને વાતાવરણ જો અનુકુળ હોય તો શક્ય છે કે આજે જે દેખાતી સંભાવના છે એ કાલે વાસ્તવિકતા પણ બની જાય. |
| 921 | શત્રુ અને રોગની ઉપેક્ષા ન કરો. કોઈ પણ શત્રુ નાનો હોતો નથી. |
| 922 | શબ્દકોષમાં ‘મા’નો શબ્દાર્થ મળશે પરંતુ ‘મા’નો ખરો તો ભાવાર્થ હૃદયકોષમાં જ મળશે. |
| 923 | શંકા કરી ને બરબાદ થઇ જવું એના કરતા, વિશ્વાસ કરી ને લુટાઈ જવું વધારે સારું છે… |
| 924 | શારીરિક ઉદ્યોગ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. જે ઉદ્ધમ નથી કરતા તે ચોરીનું અન્ન ખાય છે. |
| 925 | શાલીન બનવાથી બધું જ પ્રાપ્ત થાય છે. |
| 926 | શાંતિ નો વિજય પણ યુદ્ધના વિજયોથી ઓછો મહત્વપૂર્ણ નથી. |
| 927 | શાંતિ પોતાની મર્યાદાઓની સ્વીકતિ છે. શાંતિ મનુષ્યની સુખદ અને સ્વાભાવિક સ્થિતિ છે. |
| 928 | શાંતિથી ક્રોધને, નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ. |
| 929 | શાંતિથી ક્રોધને,નમ્રતાથી માનને, સરળતાથી માયાને તેમજ સંતોષથી લોભને જીતવો જોઈએ. |
| 930 | શિક્ષણનો હેતુ વિદ્યાર્થીના મગજમાં માહિતીનું ભૂસું ભરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીના મનને રૂઢિઓ,માન્યતાઓ, પૂર્વગ્રહો, અભિપ્રાયો વગેરેથી પૂર્ણપણે મુક્ત કરી એને સ્વતંત્રપણે વિચાર કરતો કરવાનો છે. |
| 931 | શીખવા જેવી એક કળા છે અને તે છે ‘જે નથી તે નહિ જોવાની’ કળા. |
| 932 | શુદ્ધ તપશ્ચર્યાના બળથી એકલો માણસ પણ આખા જગતને ધ્રુજાવી શકે છે, પરંતુ તેને માટે અતુટ શ્રદ્ધાની આવશ્યકતા છે. |
| 933 | શેરડી પીલસો તોય એ મીઠા રસનું ઝરણું વહેરાવસે, ચંદનને ધસશો તોય એ શીત સૌરભની મહેફિલ જમાવશે , ઝાડને પથ્થર મારસો તોય એ મધુર ફળ આપશે , ધૂપને બાળસો તોય એ સુગંધના ગોટા ઉછાળશે, સજ્જનને અજ્ઞાનતાથી છેડશો તોય એ કરુણાભીની નજરે ક્ષમા જ આપશે. |
| 934 | શૌચ,દાઢી,મંજન તથા સ્નાન વગેરે માટે સ્વદેશી વસ્તુઓનો ઉ૫યોગ કરો. દાંત, આંખ, નાક, કાન સહિત શરીરની સારી સફાઈ કરો, સ્નાન પૂર્વે ઋતુ અનુસાર માલિશ કરો. |
| 935 | શ્રદ્ધા અને વિશ્વાસ, સફળતાની પાંખો છે. |
| 936 | શ્રદ્ધા અને સમર્પણ વડે કરેલી સાધના જ સફળ થાય છે. |
| 937 | શ્રદ્ધા વિના કરેલો હવન, આપેલું દાન, તપ કે કોઈ પણ શુભ કર્મ અસ્ત કહેવાય છે, શ્રદ્ધા વિનાનું આ કામ લોકમાં કે પરલોકમાં લાભદાઈ થતું નથી. |
| 938 | શ્રદ્ધા હોય તો પથ્થર પણ દેવ અને અશ્રદ્ધા હોય તો દેવ પણ પથ્થર. |
| 939 | શ્રધ્ધા રાખવાથી નવું ઉત્પન્ન કરી શકાય છે. આશા રાખવાથી આશીવૉદ પ્રાપ્ત થાય છે. સ્નેહથી અદૃભૂત કાયૅ કરી શકાય છે. |
| 940 | સજ્જન પુરુષની વાસ્તવિક પરિભાષા એ જ છે કે તે કદી કોઈ વ્યક્તિને પીડા આપતો નથી. |
| 941 | સજ્જન પુરુષો ક્ષમા વડે જ દુષ્ટ લોકોને નિસ્તેજ બનાવી દે છે. |
| 942 | સજ્જનતા સાચવવા સતત સાવધાન અને સચેત રહેવું પડે છે, જયારે દુર્જનતા દર્શાવવા દસ સેકંડ પુરતી હોય છે. |
| 943 | સજ્જનોનો સ્વભાવ સૂપડા જેવો હોય છે તેથી તેઓ દોષરૂપી કચરાને દૂર કરી ગુણરૂપી વસ્તુને ગ્રહણ કરે છે, જયારે દુર્જનોનો સ્વભાવ ચાળણી જેવો હોય છે તેથી તેઓ દોષરૂપી કચરાને ગ્રહણ કરી લે છે અને ગુણરૂપી વસ્તુને ત્યજી દે છે. |
| 944 | સતત શીખવાની વૃત્તિ વિકસિત કરો. હમેશાં કંઈક નવું (ભાષા, કલા વગેરે) શીખવાનો ક્રમ બનાવો. |
| 945 | સત્કાર્યો,માનવ હદયમાં બાંધેલા કીર્તીમંદીરો સમાન છે. |
| 946 | સત્ય અને અસત્યની ટક્કર પથ્થર અને માટીના ધડાની અથડામણ જેવી છે. પથ્થર પર માટીનો ધડો પડે તો તે ફૂટી જાય છે અને પથ્થર ધડા પર પડે તો પણ ધડો જ ફૂટે છે. |
| 947 | સત્ય અને ન્યાયનું સમર્થન એ મનુષ્યની સજ્જનતા અને સભ્યતાનું એક અંગ છે. |
| 948 | સત્ય એક જ છે અનેક નથી. સત્ય માટે સમજુ માણસ વિવાદમાં પડતા નથી. |
| 949 | સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેની જેમ જેમ સેવા કરવામાં આવે તેમ તેમ અનેક ફળ નજરે પડે છે. તેનો અન્ત જ આવતો નથી. |
| 950 | સત્ય બોલવું એ સારા અક્ષર લખવા જેવું છે અને તે ફક્ત ટેવ પડવાથી જ શક્ય છે. |
| 951 | સત્ય માટે બધું જ છોડી શકાય છે પણ સત્યને કોઈ પણ ચીજ માટે છોડી શકાય નહિ, તેનું બલિદાન આપી શકાય નહિ. |
| 952 | સત્ય, સદાચાર, શીલ, અને સહિષ્ણુતાનો સરવાળો એટલે સોંદર્ય |
| 953 | સત્ય, ક્ષમા, સંતોષ, જ્ઞાન, ધીરજ, શુદ્ધ મન અને મધુર વચન એ પ્રાર્થનાની પ્રાર્થના છે. |
| 954 | સત્યની સાચી જગ્યા હ્રદયમાં છે, મોઢામાં નહી. |
| 955 | સત્યને દરેક વસ્તુનું બલિદાન આપી શકાય છે, પરંતુ સત્યનું બલિદાન કોઈપણ માટે કરી શકાય નહી. |
| 956 | સદ્દગુણ વિના સુંદરતા અભિશાપ છે, |
| 957 | સફળતા એટલે , એક નિષ્ફળતા થી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વગર વધવુ. |
| 958 | સફળતા માટે આ ૩ કારખાના રાખો, મગજમાં બરફનું કારખાનું, જીભમાં ખાંડનું કારખાનું અને હ્રદયમાં પ્રેમનું. |
| 959 | સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી. |
| 960 | સફળતાની કોઈ પણ ચાવી તમે પોતે એ કાર્ય ન કરો ત્યાં સુધી હાથમાં આવતી નથી. |
| 961 | સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે. |
| 962 | સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં. |
| 963 | સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે. |
| 964 | સફળતાનો મૂળભૂત આધાર ઈચ્છા, તત્પર સક્રિયતા અને કાર્યમાં રુચિ છે. |
| 965 | સમજતો હતો કે દુ:ખ મને જ છે, પરંતુ દુ:ખ તો આખી દુનિયાને છે. જ્યારે ઊંચે ચઢીને મેં જોયું ત્યારે મને લાગ્યું કે આગ તો દરેક ઘરમાં સળગી રહી છે. |
| 966 | સમય એક બુઢો ન્યાયાધીશ છે જે બધા અપરાધીઓની પરીક્ષા કરે છે. |
| 967 | સમસ્યાઓ નુ નિરાકરણ એ જ વિચારધોરણ થી લાવી શકાય નહી જે વિચાર ધોરણે સમસ્યા ઉદભવી છે . |
| 968 | સમાનતામાં માનતો, શાંત આત્મા, ક્રોધ રહિત સ્વભાવ અને સર્વનું હિત ઈચ્છનાર મહાન બની જાય છે. |
| 969 | સરલતા એ જ ધર્મ છે અને કપટ એ જ અધર્મ છે. સરલ માણસ જ ધર્માત્મા થઇ શકે છે. |
| 970 | સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો. |
| 971 | સર્વમાં એક જ આત્માનો નિવાસ છે, સર્વ એક જ ઈશ્વરના રૂપો છે. બીજાને નુકસાન પહોચાડીને તમે પોતાને જ નુકસાન કરો છો. બીજાની સેવા કરવાથી તે પોતાની સેવા કર્યા જેવું થશે. બધા પર પ્રેમ કરો. કોઈનો પણ તિરસ્કાર ન કરો, કોઈનું પણ અપમાન ન કરો, મન વચન તથા કર્મથી કોઈને પણ હાનિ ન પહોંચાડો. |
| 972 | સવારે અડધો કલાક ગાયત્રી મંત્રની કેસેટ વગાડો. |
| 973 | સહનસીલતા એ જ સભ્યતાની ખરી કસોટી છે. |
| 974 | સંકટ સમયમાં હિંમત ધારણ કરવી એ અર્ધી લડાઈ જીતવા બરાબર છે. |
| 975 | સંતો કરતા પણ સત્ય શ્રેષ્ઠ છે, સત્યના અંશ માત્રથી સંતો પેદા થાય છે. |
| 976 | સંતોષ આનંદ છે. અન્ય સર્વ દુખ છે. માટે સંતુષ્ટ રહે. સંતોષ તને પાર ઉતારશે. |
| 977 | સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. |
| 978 | સંયમ અને વિવેકથી બોલો , બોલીને જીતનાર કરતાં બોલીને પાયમાલ થનારની સંખ્યા ધણી મોટી છે. |
| 979 | સંસારના ભોગોમાં ફસાઈ રહેલા લોકો વારંવાર જન્મે-મરે છે. |
| 980 | સંસારમાં બીજું કશું ન આવડે તેનો વાંધો નથી.પણ ” એડજેસ્ટ ” થતાં આવડવું જોઈએ. સામો ” ડીસએડજેસ્ટ “થયા કરે, ને આપણને અનુકુળ થતાં આવડે તો કોઈ દુ:ખ જ ન હોય. માટે “ એડજેસ્ટ એવરી વ્હેર “ |
| 981 | સંસારમાં સજ્જન પુરુષ આઝાદ હોય છે,જયારે નીચ પુરુષ ગુલામ હોય છે. |
| 982 | સંસારમાં સૌથી અઘરી વાત પોતાને ઓળખવું તે છે. |
| 983 | સંસારરૂપી કટુ વ્રુક્ષનાં અમૃત સમાન બે ફળ છે:એક તો પ્રિય વચન અને બીજું સજ્જનોની સોબત. |
| 984 | સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા , અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા. |
| 985 | સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી. |
| 986 | સાચા મિત્ર હીરાની જેમ દુર્લભ છે. ખોટા મિત્ર પાનખરની જેમ બધે જ મળે છે. |
| 987 | સાચા શિક્ષણનો અર્થ એ છે કે ઈશ્વરની આંખોથી બધી વસ્તુઓ જોતા શીખવું. |
| 988 | સાચી ધાર્મીક્તા તો આપણી ચારે તરફ દીન, દુઃખી અને લાચાર માણસોને યથાશક્તિ સહાયક થવામાં રહેલી છે. |
| 989 | સાચી સેવા માટે પહેલાં આવશ્યક શરત છે આત્મશુદ્ધી. |
| 990 | સાચું સ્વર્ગ માતાનાં ચરણોમાં છે. |
| 991 | સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે. |
| 992 | સાચો મિત્ર એ છે જે પડખે રહે છે બાકી ની દુનિયા વિરોધ કરે છે . |
| 993 | સાચો મિત્ર તમને સામે થી મારશે ( નહી કે કાયર દુશ્મન ની જેમ પીઠ પાછળ ઘા કરે). |
| 994 | સાત સાગરના પાણી કરતા માણસની આંખમાંથી કેટલુય વધારે પાણી આંસુરૂપે નીકળી ગયું છે. |
| 995 | સાદગી ઉત્તમ સુંદરતા છે. ક્ષમા ઉત્તમ બળ છે. નમ્રતા ઉત્તમ તર્ક છે. મિત્રતા ઉત્તમ સંબંધ છે. તેને ધારણ કરીને જીવનને ઉત્તમ બનાઓ. |
| 996 | સાપને દાતમાં, માખીને માથામાં, અને વીંછીને પૂંછડીમાં ઝેર હોય છે, પરંતુ દુર્જન પુરુષના અંગ અંગમાં ઝેર હોય છે. |
| 997 | સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે. |
| 998 | સારા કામમાં સફળ થતા વાર લાગે છે પણ ખરાબ કામમાં જલ્દીથી સફળતા મળે છે. |
| 999 | સારા દેખાવું સહેલું છે પણ સારા બનવું કઠીન છે. |
| 1000 | સારા માણસો મજાકમાં જે બોલે છે, તે પથ્થરમાં લખેલા અક્ષર સમાન છે, પણ ખરાબ માણસ સોગંધ ખાઈને જે બોલે છે તે પાણીમાં લખેલા અક્ષર સમાન છે |
| 1001 | સારા વિચારને અમલમાં મુકવા રાહ ન જોવી અને ખરાબ વિચારને અમલમાં મુકવા ઉતાવળ ન કરવી. |
| 1002 | સારા શિક્ષણ નો ધ્યેય છે: માનવનો વિકાસ . |
| 1003 | સારી સ્મરણ શક્તી તે કે જેને નમાલી વાતો ભુલી જતાં આવડે. |
| 1004 | સાવધાન ! આળસ તમને છેતરી ન જાય ! તમે તેને માત્ર ‘આજ’ આપો છો, પણ તે તમારી ‘કાલ’ પણ ચોરી જાય છે. |
| 1005 | સુખ અને શાંતિનું કારણ આપણી અંદર જ છે જો આપણે પણ હ્રદય અને મનને પવિત્ર રાખી શકીએ તો તીર્થોમાં ભટકવાની જરૂર નહીં રહે. |
| 1006 | સુખ દુખ મનની સ્થિતિ છે, આ સમાજ વિકસે તો નિરંતર પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય. |
| 1007 | સુખ ના પ્રવાહ હોય કે દુખ ના હો ઉભરા શોભે છે જયારે એની રજૂઆત કામ રહે. |
| 1008 | સુખ નામનું તત્વ પૈસા, વૈભવ, વસ્તુ, પદ, પ્રતિષ્ઠામાં નથી. આ તત્વ મનના એક ખૂણામાં રહેલું છે. |
| 1009 | સુખ પતંગિયા જેવું છે. જેમ એની પાછળ વધુ દોડો, તેમ એ તમને વધુ ભટકાવે છે. પણ જો તમારું ઘ્યાન બીજી બાબતોમાં પરોવશો , તો હળવેથી તમારા ખભા પર બેસી જશે. |
| 1010 | સુખ બહારથી મેળવવાની વસ્તુ નથી. તે તો અંદર જ છે. પરંતુ અહંકારને હટાવ્યા વગર તેની પ્રાપ્તિ નહી થાય. |
| 1011 | સુખ ભાગ્યે જ ગેરહાજર હોય છે, માત્ર આપણે જ એની હાજરીને લક્ષમાં લેતા નથી. |
| 1012 | સુખની ચાવી ત્યાગ અને સ્નેહ્પૂવક સમાધાન છે. |
| 1013 | સુખી થવાની ચાવી આ છે, પાપ થાય તેવું કમાવું નહી, માંદા પડીએ તેવું ખાવું નહી, દેવું થાય તેવું ખર્ચવું નહી અને લડાઈ થાય તેવું બોલવું નહી. |
| 1014 | સુયોગ્ય પત્ની પરિવારની શોભા અને ગૃહની લક્ષ્મી છે. |
| 1015 | સુંદરતા તેને જોનારની આંખોમાં ઝબકે છે તેના કરતાં પણ વધુ એની ઝંખના કરનાઓના અંતરમાં ઝળહળે છે. |
| 1016 | સુંદરતા શુંગાર વિના પણ મનને મોહિત કરે છે. સુંદરતાને આભૂષણો ની જરૂર નથી. કોમળતા આભૂષણોનો ભાર સહન કરી શકે નહી. |
| 1017 | સુંદરતાની શોધમાં આખી પૃથ્વી ખુંદી વળીએ તો પણ એ જો આપણી અંદર નહી હોય તો હાથ લાગશે નહી. |
| 1018 | સૂર્ય જેમ ઘરઘરમાં પ્રકાશ ફેલાવે છે તેમ સજ્જન પુરુષ વિના ક્હે બીજાઓની આશા પૂર્ણ કરી આપે છે. |
| 1019 | સૂર્ય ની જેમ સતત કામ કરતા રહો , જેથી તમે અમૃતને પ્રાપ્ત કરી શકો. |
| 1020 | સૂર્યોદય ૫હેલાં જાગી જાવ, આત્મબોધની સાધના કરો, પોતાના જન્મનો ઉદ્દેશ્ય તથા સ્વરૂ૫નું ચિંતન કરો. એક દિવસનું જીવન તથા નવો જન્મમાનીને તેને સફળ બનાવવાની યોજના બનાવો. |
| 1021 | સેવા કરવા માટે પૈસાની જરૂર નથી પણ પોતાની સંકુચિતતા છોડવાની જરૂર છે. |
| 1022 | સેવા મનુષ્યની સ્વાભાવિક વૃતિ છે અને તે જ તેના જવનનો આધાર છે. સેવાથી શત્રુ પણ મિત્ર થય જાય છે. |
| 1023 | સેવા માટે પૈસાની જરૂર નથી. જરૂર તો છે આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની. |
| 1024 | સેવાધર્મ એટલો તો ગહન છે કે, યોગી લોકો પણ તેને પહોંચી શકતા નથી. |
| 1025 | સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો.. |
| 1026 | સોંદર્ય શોભે છે શીલથી, ચારિત્ર્ય શોભે છે સંયમથી. |
| 1027 | સૌથી મોટો ગરીબ-દુર્બળ એ છે, જેનો પોતાના ઉપર કાબુ નથી. |
| 1028 | સૌથી વધારે લાભ તેને જ થાય છે કે જે સંતોષી હોય છે. |
| 1029 | સૌથી સાચી અને મુખ્ય બાબત એ છે કે તમે તમારી જાત પ્રત્યે જ સાચા બનો. |
| 1030 | સૌને પોતાની પ્રગતિમાં રસ છે. બીજાની પ્રગતિમાં તમે જેટલો ફાળો આપશો, એટલી તમારી પ્રગતિ વધશે અને ઓછામાં ઓછો વિરોધ થશે. |
| 1031 | સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ ! |
| 1032 | સ્ત્રી એ પરમાત્માનો સૌથી મહાન જાદુ છે. |
| 1033 | સ્ત્રી એ પુરુષનો પોષક છે અને પુરુષ એ સ્ત્રીનો શણગાર છે. |
| 1034 | સ્ત્રી પુરુષની સહભાગી, તેના ધર્મની રક્ષક , તેની ગૃહલક્ષ્મી તથા તેને દેવત્વ સુધી પહોંચાડનારી સાધિકા છે. |
| 1035 | સ્ત્રી બધું જ કરી શકે છે પણ પોતાની ઈચ્છા વિરુદ્ધ પ્યાર કરી શક્તી નથી. |
| 1036 | સ્ત્રી મોટામાં મોટું દુ:ખ પણ હોઠો પર સ્મિત સાથે સહી લે છે. |
| 1037 | સ્ત્રી યુવાવસ્થામાં ગૃહલક્ષ્મી , પ્રોઢાવસ્થામાં જીવનસંગીની અને વૃદ્ધાવસ્થામાં પરિચારિકા હોય છે. |
| 1038 | સ્ત્રી, સ્નેહ, સરળતા એકજ વસ્તુનાં વિવિધ નામો છે. |
| 1039 | સ્ત્રીઓનું સમ્માન કરો.તે આપણા પાથ્રિવ જીવનને સ્વગીર્ય ફૂલોથી સુગંધિત અને સુંદર બનાવે છે. |
| 1040 | સ્ત્રીની આંખોમાં કાનૂન કરતાં પણ વધારે શક્તિ હોય છે. તેનાં આંસુ કોઈ પણ તર્ક કરતાં વધારે પ્રભાવશાળી હોય છે. |
| 1041 | સ્ત્રીનું મન એટલે સુંદર ફળદ્રુપ જમીન ! સંભાળપૂર્વક એક વાર એમાં આદરનાં મૂળ ફૂટે એટલે જોતજોતામાં તો ઘટાદાર વ્રુક્ષ્ બની પ્રેમનાં ફળ આપવા માંડે ! |
| 1042 | સ્વપ્ન એ નથી કે જે તમે ઉંઘ મા જુઓ છો , પણ સ્વપ્ન એ છે કે જે તમને ઉંઘવા ના દે. |
| 1043 | સ્વપ્ન એ ફક્ત સ્વપ્ન જ છે , પણ ધ્યેય એ સમય અને સુયોજન સાથે નુ સ્વપ્ન છે . |
| 1044 | સ્વપ્ન જુઓ તો એવા જુઓ કે તમે કાયમ માટે જીવવાના છો , જીવો તો એવા જીવો કે તમે આજે જ મરવાના છો. |
| 1045 | સ્વસ્થ શરીર, પ્રાણવાન આત્મા, મનોબળથી ભરપૂર સ્વરૂપ, જ્ઞની, બુદ્ધિમાન તથા સમજદાર વ્યક્તિ બનવાનો સંકલ્પ કરશો તો જીવનમાં આવનારી મુશ્કેલીઓનો આપોઆપ રસ્તો નીકળશે. |
| 1046 | હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,પણ એકનું હૃદય જીતવું અધરું છે. |
| 1047 | હંમેશા હસતા રેહવાથી અને ખુશમુના રેહવાથી ,પ્રાથના કરતા વધારે જલ્દી ઈશ્વર્ની નજીક પહોચાય છે. |
| 1048 | હંસ જેમ પોતાની આગળ મુકવામાં આવેલાં દૂધ અને પાણીનાં મિશ્રણમાંથી પાણીને છોડી દુધ પી લે છે, તેમ વિવેકશીલ પુરુષો જગતમાંથી સારું લઈ લે છે અને ખરાબનો ત્યાગ કરે છે. |
| 1049 | હાથમાંનું સુખ મૂકી દઈને જે કાલ્પનિક સુખની શોધમાં દોડે છે તેને મુગજળની માફક કદી પણ સુખ પ્રાપ્ત થતું નથી. |
| 1050 | હિમાલય જેટલા સોના, ચાંદીના ઢગલા પાસે હોય તો પણ તૃષ્ણા સંતોષાતી નથી. કારણ તૃષ્ણા આકાશ જેવી અનન્ત છે. |
| 1051 | હિમ્મત કાયમ મોટે થી બોલવામા નથી , કોઈક વાર હિમ્મત એ દિવસ ના અંતે નીકળેલો ધીમો અવાજ છે જે કહે છે "હુ કાલે ફરી કોશિશ કરીશ." |
| 1052 | હિંમત એટલે શું? એનો અર્થ જ એ કે પરિણામની પરવા કર્યા વિના તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો. |
| 1053 | હું સુખી છું તેનું કારણ એ છે કે મારે કોઈની પાસે કંઈ જ જોઈતું નહ્તી. |
Conical Bagsare an excellent choice for efficient material handling, especially for products that are challenging to discharge. Their unique cone-shaped bottoms ensure smooth and complete emptying, minimizing residue and waste. These bags are ideal for industries dealing with powders, granules, or fine materials. Their durable construction and customizability make them versatile for various applications.
ReplyDelete